દિવાળી-છઠ પૂજા પર રેલવેનો મોટો નિર્ણય: અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ લિસ્ટ
Unreserved Superfast Special Train: પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન મુસાફરોની સુવિધા તેમજ વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અમદાવાદ–રાજગીર સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે.
Unreserved Superfast Special Train: તહેવારોની મોસમમાં અમદાવાદથી બિહાર જવાના પ્રવાસીઓ માટે રેલવે તંત્ર દ્વારા એક ખાસ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. દર વર્ષે દિવાળી અને છઠ પૂજા નિમિત્તે વતન જનારાઓની ભારે ભીડને કારણે નિયમિત ટ્રેનોમાં જગ્યા મેળવવી મુશ્કેલ બને છે. મુસાફરોની આ હાલાકીને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા આ વધારાની ટ્રેન શરૂ કરવામાં આવી છે જેથી નાગરિકોની મુસાફરી સરળ અને આરામદાયક બની રહે.
‘જમીન ભૂલી જાવ, ધાબા પર દોડો’! શું આવી રીતે ગુજરાત જીતશે ઓલિમ્પિક મેડલ? ‘સ્પોર્ટ્સનું ગળું ઘોંટતો’ તઘલખી નિર્ણય
આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે...
- ટ્રેન નંબર 09441/09442 અમદાવાદ–રાજગીર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન [કુલ 4 ફેરા]
- ટ્રેન નંબર 09441 અમદાવાદ–રાજગીર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર બુધવારે અમદાવાદથી રાત્રે 23:55 કલાકે ઉપડશે અને શુક્રવારે સવારે 06:55 કલાકે રાજગીર પહોંચશે. આ ટ્રેન 04 અને 11 નવેમ્બર, 2026ના રોજ દોડશે.
- તેવી જ રીતે, ટ્રેન નંબર 09442 રાજગીર–અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર શુક્રવારે રાજગીરથી સવારે 09:55 કલાકે ઉપડશે અને શનિવારે સાંજે 18:35 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 06 અને 13 નવેમ્બર, 2026ના રોજ દોડશે.
આ ટ્રેન બંને દિશામાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા સ્ટેશનો પર ઊભી રહેશે.
દિવાળી અને આગામી તહેવારોમાં કયા સમયે ફટાકડાં ફોડી શકાશે? જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું, જાણો નિયમો અને માર્ગદર્શિકા
આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ રહેશે.
ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો ભારતીય રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકે છે.