‘હમ સાથ સાથ હૈ’ના સંદેશ સાથે PM મોદીને બતાવાશે ગુજરાતનું નવું પિક્ચર; આજે સાંજે અમદાવાદ આગમન, મંત્રીઓના 'ક્લાસ' લેશે
PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 7:35 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે, જ્યાં તેમના સ્વાગત માટે વર્તમાન મંત્રીઓ ઉપરાંત ગોરધન ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર અને આર.એમ. પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર અને સંગઠન વચ્ચે સંકલન તેમજ રાજકીય એકતા દર્શાવવાનો છે. એરપોર્ટ પર સ્વાગત બાદ મંત્રી નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં વડાપ્રધાન મંત્રીમંડળના સભ્યોના કામકાજની સમીક્ષા કરશે અને રાજ્યના વિકાસકામો તેમજ આગામી રણનીતિ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપશે.
PM Modi Gujarat Visit: આજે સાંજે 7:35 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર તેમનું આગમન થશે. આ ગુજરાત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીની રાજ્યના રાજકારણમાં ‘હમ સાથ સાથ હૈ’નો સંદેશ આપવાનો અને રાજ્યની હાલની રાજકીય સ્થિતિનું નવું ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ બેઠકમાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક કરીને તેમના કામકાજની સમીક્ષા કરશે અને જરૂરી માર્ગદર્શન પણ આપશે.
કુંવરજી બાવળિયા ઘરે બેસે! પુરષોત્તમ સોલંકીનો દીકરો બનશે ધારાસભ્ય અને મંત્રી, કોળી સમાજમાં વિવાદો શરૂ
અમદાવાદ એરપોર્ટ પર મંત્રીઓ અને પક્ષના આગેવાનોનો મોટો મેળાવડો જોવા મળશે
અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી મોદીને લેવા માટે મંત્રીઓ અને પક્ષના નેતાઓ જોવા મળશે. ખાસ વાત એ છે કે, સંગઠન અને સરકાર વચ્ચેના સંકલન અને એકતા દર્શાવવા માટે હાલના રાજ્યના મંત્રીઓની સાથે પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યોને પણ ખાસ યાદ કરીને બોલાવવામાં આવ્યા છે.
મંત્રી નિવાસસ્થાને યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેવા માટે જણાવાયું
બોલાવવામાં આવેલા પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોમાં ગોરધન ઝડફિયા, પ્રદિપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર અને આર.એમ. પટેલ સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ પૂર્વ દિગ્ગજ નેતાઓ એરપોર્ટ પર અને ત્યારબાદ મંત્રી નિવાસસ્થાને યોજાનારા કાર્યક્રમમાં હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
ડંકાની ચોટ પર લખી રાખજો! બંગાળની ખાડીથી ફરી બની રહ્યું છે ભયાનક વાવાઝોડું! આ રાજ્યોમાં અપાયું વરસાદનું એલર્ટ
આગામી રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા
એરપોર્ટ પર સ્વાગત બાદ મંત્રી નિવાસસ્થાને પણ વર્તમાન મંત્રીમંડળના સભ્યો, પૂર્વ મંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે, જ્યાં વડાપ્રધાન મોદીની હાજરીમાં રાજ્યના વિકાસકામો અને આગામી રણનીતિ અંગે મહત્વપૂર્ણ ચર્ચા થવાની શક્યતા છે.
સમાચારનો સાર:-
- PM મોદી આજે સાંજે 7.35 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે
- પીએમ મોદીને એરપોર્ટ પર આવકારવા મંત્રીઓનો મેળાવડો
- પૂર્વ ધારાસભ્યો તથા મંત્રીઓને પણ બોલાવાયા
- એરપોર્ટ તથા મંત્રી નિવાસસ્થાને પૂર્વ ધારાસભ્યો તથા મંત્રીને બોલાવાયા
- ગોરધન ઝડફીયા, પ્રદિપસિંહ જાડેજા, પ્રદીપ પરમાર, આર.એમ. પટેલ સહિતના પૂર્વ ધારાસભ્યો તથા મંત્રીઓનો સમાવેશ
- મંત્રી નિવાસસ્થાને પણ મંત્રી મંડળના સભ્યો તથા પક્ષના આગેવાનો રહેશે હાજર
- PM મોદી આજે ગુજરાતના મંત્રીઓના ક્લાસ લેશે