"આ જુઓ'ને નીતિન કાકા કરમાઈ ગયા, અમે બધા નવરા થઈ ગયા છે...", પાટીદાર મહાસંમેલનમાં જ નીતિન પટેલની રાજકીય સ્થિતિ અંગે પરેશ ધાનાણીના ચાબખા
Mehsana News: મહેસાણામાં SPGનું પાટીદાર મહાસંમેલન. નીતિન પટેલ, પરેશ ધાનાણી અને ગોપાલ ઈટાલિયા એક મંચ પર આવ્યા હતા. મંચ પર નીતિન પટેલના નિવેદનથી કાર્યક્રમમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. નીતિન પટેલે કહ્યું, મારા કરતા ગોપાલ-પરેશ માટે વધુ તાળીઓ પડી...હવે મારે શું કરવાનું? ત્યારબાદ નીતિન પટેલ નિવેદન બાદ પરેશ ધાનાણીએ કટાક્ષભર્યું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું આ જુઓ નીતિન કાકા કરમાઈ ગયા, અમે બધા નવરા થઈ ગયા.
Mehsana News: મહેસાણા ખાતે યોજાયેલા SPGના પાટીદાર મહાસંમેલનમાં કંઈક એવા દ્રશ્યો જોવા મળ્યા, જ્યાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક જ મંચ પર હાજર રહ્યા હતા. આ સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કોંગ્રેસના પૂર્વ નેતા પરેશ ધાનાણી વચ્ચેના હળવાશભર્યા કટાક્ષો અને નિવેદનો હાલ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચામાં છે.
રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટી મામલે અનેક મોટા ખુલાસા, કોણ છે ચિરાગ પટેલ? એક ધારાસભ્યના ભાઈ-ભાભી સહિત 38 સામે કાર્યવાહી
રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહાસંમેલનમાં પાટીદાર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની ખાસ વિશેષતા એ રહી કે તેમાં નીતિન પટેલ, પરેશ ધાનાણી અને ગોપાલ ઈટાલિયા જેવા ત્રણેય પાર્ટીઓના અગ્રણી નેતાઓ એક જ મંચ પર સાથે જોવા મળ્યા હતા. સમાજના મંચ પરથી નેતાઓની આ ઉપસ્થિતિએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
નીતિન પટેલનું હાસ્યસ્પદ નિવેદન: મારા કરતા ગોપાલ અને પરેશ માટે વધુ તાળીઓ પડી... હવે મારે શું કરવાનું?
પાટીદાર મહાસંમેલનમાં નેતાઓ સંબોધન કરી રહ્યા હતા, ત્યારે નીતિન પટેલે એક હળવાશભર્યા અંદાજમાં એવી ટિપ્પણી કરી કે સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. નીતિન પટેલે કહ્યું હતું કે, "મારા કરતા ગોપાલ અને પરેશ માટે વધુ તાળીઓ પડી...હવે મારે શું કરવાનું?" નીતિન પટેલના આ નિવેદને સભાનું વાતાવરણ હળવું અને રોમાંચક બનાવી દીધું.
રાજકોટમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; 43 પુરુષો અને 33 મહિલાઓ ઝડપાઈ; મોઢા છુપાવવા ટેબલ-ખુરશીના કવર બાંધવા પડ્યા!
પરેશ ધાનાણીના ચાબખા, "આ જુઓને નીતિન કાકા કરમાઈ ગયા છે..."
ગુજરાતના પૂર્વ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલના આ હળવા અંદાજ બાદ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ પોતાના જ અંદાજમાં રાજકીય ચાબખા મારતા કટાક્ષ કર્યો હતો. પરેશ ધાનાણીએ મંચ પરથી જણાવ્યું હતું કે, "આ જુઓને નીતિન કાકા કરમાઈ ગયા છે, અમે બધા નવરા થઈ ગયા છે..."
સાથે જ તેમણે સ્પષ્ટતા કરતા એમ પણ ઉમેર્યું હતું કે, "આ કોઈ રાજકીય મંચ નથી, પરંતુ હું સમાજનો દીકરો છું અને સમાજનો મોભી છું." ધાનાણીના આ કટાક્ષે ફરી એકવાર સભામાં હાસ્યનું મોજું ફેરવી કાઢ્યું હતું. જોકે તેમના આ નિવેદનને રાજકીય વિશેષજ્ઞો અનેક અર્થ કાઢી રહ્યા છે.