દિવાળી વેકેશનમાં સહેલાણીઓનું પ્રિય સ્થળ બન્યું કાંકરિયા; માત્ર ત્રણ દિવસમાં 1.57 લાખથી વધુ મુલાકાતીઓ ઉમટ્યા
Ahmedabad News: દિવાળીના તહેવારો અને વેકેશનના માહોલમાં અમદાવાદના ઐતિહાસિક અને લોકપ્રિય પર્યટન સ્થળ કાંકરિયા ખાતે સહેલાણીઓનો ભારે ધસારો જોવા મળ્યો છે. તારીખ 09 નવેમ્બર 2026 થી 11 નવેમ્બર 2026 દરમિયાનના માત્ર ત્રણ દિવસમાં કુલ 1,57,690 મુલાકાતીઓએ કાંકરિયાની મુલાકાત લઈને તહેવારની ઉજવણી કરી હતી.
Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને તારીખ 09 નવેમ્બરના રોજ સોમવાર હોવા છતાં કાંકરિયા પરિસર મુલાકાતીઓ માટે ખાસ ખુલ્લું રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને શહેરીજનો અને બહારગામથી આવેલા પ્રવાસીઓ તરફથી અદભૂત પ્રતિસાદ સાંપડ્યો છે.
2027ની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં જ્ઞાતિનું રાજકારણ ગરમાયું: અમરાપુર સંમેલનથી ભાજપ-કોંગ્રેસમાં હલચલ, કોળી સમાજમાં જ ભડકો!
ત્રણ દિવસમાં મુલાકાતીઓનો કુલ આંકડો 1,57,690 પર પહોંચ્યો
મુલાકાતીઓની આંકડાકીય વિગતો પર નજર કરીએ તો, તારીખ 09 નવેમ્બર 2026 (સોમવાર) ના રોજ 28,572 મુલાકાતીઓ નોંધાયા હતા, ત્યારબાદ તારીખ 10 નવેમ્બર 2026 (મંગળવાર) ના રોજ સૌથી વધુ 67,097 લોકોએ અને તારીખ 11 નવેમ્બર 2026 (બુધવાર) ના રોજ 62,021 મુલાકાતીઓએ કાંકરિયાની મુલાકાત લીધી હતી. આમ, ત્રણ દિવસમાં મુલાકાતીઓનો કુલ આંકડો 1,57,690 પર પહોંચ્યો છે.
‘હમ સાથ સાથ હૈ’ના સંદેશ સાથે PM મોદીને બતાવાશે ગુજરાતનું નવું પિક્ચર; આજે સાંજે અમદાવાદ આગમન, મંત્રીઓના 'ક્લાસ' લેશે
બાળકો તેમજ પરિવારો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર
વેકેશનના દિવસોમાં કાંકરિયા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલય (ઝૂ), બાલવાટિકા, નોક્ટર્નલ ઝૂ, અટલ એક્સપ્રેસ ટ્રેન, બટરફ્લાય પાર્ક અને વિવિધ એમ્યુઝમેન્ટ રાઈડ્સ બાળકો તેમજ પરિવારો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
અમદાવાદના શીલજ સર્કલ પર હિટ એન્ડ રનમાં મોટો ખુલાસો; ધારાસભ્યનો ભત્રીજો ઝડપાયો, અકસ્માતમાં 35 વર્ષીય યુવકનું કરૂણ મોત
આગામી દિવસોમાં પણ વેકેશનના કારણે મુલાકાતીઓની સંખ્યામાં હજુ વધારો થવાની પૂરી શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સ્વચ્છતા, સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપનની યોગ્ય કામગીરી કરવામાં આવી રહી છે.