ભાવ ઘટ્યા છતાં બજારોમાં જોરદાર મંદી! ધનતેરસના પર્વે આજે અમદાવાદમાં 150 કરોડથી વધુનું સોનું-ચાંદી ખરીદશે
Ahmedabad News: દિવાળીના તહેવારને લઈ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. તેમાં પણ ધનતેરસના દિવસે સોના- ચાંદીની ખરીદી શુકનિયાળ મનાતી હોય છે. પરંતુ આસમાને પહોંચેલા ભાવના કારણે બજારમાં ખરીદીનો માહોલ બે વર્ષની સરખામણીએ અડધો થયો છે. અમદાવાદ શહેરની વિવિધ બજારોમાં ખરીદીની રોનક જોવા મળી રહી છે. જોકે સોની બજારમાં વધઘટની સીધી અસર ઘરાકી પર પડી છે.
Ahmedabad News: આજથી દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે અને બજારમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાનું શુભ માનવામાં આવે છે. પરંતુ, આ વર્ષે સોના-ચાંદીના ઊંચા ભાવના કારણે અમદાવાદના જ્વેલરી બજારમાં જોઈએ એવી રોનક જોવા મળી નથી. બે વર્ષ અગાઉની સરખામણીએ બજારમાં ખરીદીનું પ્રમાણ ઘટીને અડધું થઈ ગયું છે.
સાબર ડેરી અને સાબરકાંઠા બેંકની ચૂંટણી છેલ્લી ઘડીએ મોકૂફ: ભાજપમાં આંતરિક બળવા અને હોર્સ ટ્રેડિંગની આશંકા
હાલમાં વેપાર ઘટીને માત્ર 50 થી 60 ટકા જેટલો જ રહી ગયો
દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સોની બજારમાં ભાવની સતત વધઘટની સીધી અસર ગ્રાહકોની ખરીદી પર પડી છે. વેપારીઓના જણાવ્યા મુજબ, બે વર્ષ પહેલાં જેવો ધમધમાટ રહેતો હતો, તેના મુકાબલે હાલમાં વેપાર ઘટીને માત્ર 50 થી 60 ટકા જેટલો જ રહી ગયો છે.
સોના-ચાંદીનું કુલ લોકલ માર્કેટ અંદાજે 150 કરોડ રૂપિયા આસપાસ
અગાઉ સોનાના ભાવ વધીને પોણા બે લાખ રૂપિયા પ્રતિ તોલા (10 ગ્રામ) સુધી પહોંચી ગયા હતા. જોકે, હાલમાં ભાવ ઘટીને રૂ. 1.48 લાખ પ્રતિ 10 ગ્રામ થઈ ગયા છે. આમ છતાં, અમદાવાદના સ્થાનિક બજારમાં ઘરાકીમાં કોઈ મોટો ઉછાળો જોવા મળ્યો નથી. વેપારીઓનું અનુમાન છે કે આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં સોના-ચાંદીનું કુલ લોકલ માર્કેટ અંદાજે 150 કરોડ રૂપિયા આસપાસ જ રહેશે.
Gujarat News Live: આજે ધનતેરસનું પાવન પર્વ, ચોટીલા મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, અમદાવાદ-વડોદરામાં રફતારનો કહેર
તમને જણાવી દઈએ કે વર્ષની શરૂઆતમાં સોનાનો 10 ગ્રામનો ભાવ રૂ. 1.76 લાખ અને ચાંદીનો એક કિલોનો ભાવ રૂ. 3.86 લાખ સુધી પહોંચી ગયો હતો, જે અત્યારે ઘટીને અનુક્રમે રૂ. 1.48 લાખ અને રૂ. 2.10 લાખ થઈ ગયો છે. આમ ભાવ ઘટ્યા હોવા છતાં ગ્રાહકોમાં ઉત્સાહ મંદ પડ્યો છે.
બજારની અનિશ્ચિતતાને કારણે ગ્રાહકો મોટા અને ભારે દાગીના ખરીદવાનું ટાળી રહ્યા છે...
સામાન્ય રીતે દિવાળી આસપાસ લગ્નસરાની ખરીદીનો ધમધમાટ શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ છે. સોનાના સતત ઊંચા રહેલા ભાવ અને બજારની અનિશ્ચિતતાને કારણે ગ્રાહકો મોટા અને ભારે દાગીના ખરીદવાનું ટાળી રહ્યા છે.
ધનતેરસના શુકન સાચવવા માટે લોકો માત્ર શુકન પૂરતી ખરીદી તરફ વળ્યા છે. ખાસ કરીને 9 થી 18 કેરેટના હળવા વજનના (Light Weight) દાગીનાની માંગ વધી છે. બજેટ ધ્યાનમાં રાખીને રૂ. 15,000 થી 25,000 સુધીના સોના-ચાંદીના દાગીના અને ભેટ-સોગાદોની માંગ વધુ છે.
Rashifal: ધનતેરસના દિવસે કઈ રાશિને થશે ધન લાભ ? જાણવા વાંચો શુક્રવારનું રાશિફળ
4.80 ટકા લોકો જૂનું સોનું આપીને કરી રહ્યા છે નવી ખરીદી
લગ્નસરાની સિઝન હોવા છતાં નવી ખરીદીએ જોર પકડ્યું નથી. મોંઘવારી અને સોનાના ઉંચા ભાવના કારણે મધ્યમ વર્ગીય પરિવારો માટે પીળી ધાતુ ખરીદવી મુશ્કેલ બની રહી છે. પરિણામે, જ્વેલરી બજારના આંકડા મુજબ 80 ટકા ખરીદદારો પોતાના જૂના દાગીના બદલીને તેની સામે નવું સોનું ખરીદી રહ્યા છે, જ્યારે માત્ર 20 ટકા લોકો જ તદ્દન નવું સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. આમ, ધનતેરસના આ પર્વે બજારમાં ચમકારો દેખાઈ રહ્યો છે, પરંતુ ખરીદીનો ટ્રેન્ડ બદલાયો છે.