SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ખોરજ જમીન કૌભાંડમાં અપહરણની ફરિયાદ કરનાર મહિલાનો યુ-ટર્ન; જગદીશ ઠાકોરને છોડીને હવે પોલીસ પર સીધો ગંભીર આક્ષેપ

Gandhinagar Khoraj Land Scam: ગાંધીનગરના ખોરજ ગામની કરોડો રૂપિયાની જમીનનો વિવાદ હાલમાં ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં પોલીસ અધિકારીઓ પર ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. પીડિત ઠાકોર પરિવાર અને નેતાઓએ પોલીસ દબાણથી ખોટી ફરિયાદો કરાવાયાનો દાવો કરી ઉચ્ચ અધિકારીઓ સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી છે.

Written By Kinjal Patel
Published: Oct 25, 2026, 10:31 AM IST | Updated: Oct 25, 2026, 10:49 AM IST
Join

Ahmedabad News: ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર નજીક આવેલા ખોરજ ગામની કરોડોની વડીલોપાર્જિત જમીનનો વિવાદ હાલ ગુજરાતની રાજનીતિમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. અંદાજે 150 કરોડની કિંમત ધરાવતી સર્વે નંબર 232 ની અઢી હેક્ટર જમીન પચાવી પાડવાના અને ખોટી ફરિયાદ નોંધાવવાના ગંભીર આક્ષેપો સાથે આ મુદ્દે રાજકીય ગરમાવો આવી ગયો છે.

કાજલબેન ઠાકોરે મીડિયા સમક્ષ હાજર થઈને ચોંકાવનારા દાવો કર્યા 
અગાઉ કોંગ્રેસના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર અને રવિ ઠાકોર સામે પોતાના પતિના અપહરણની ફરિયાદ નોંધાવનાર કાજલબેન ઠાકોરે મીડિયા સમક્ષ હાજર થઈને ચોંકાવનારા દાવો કર્યા છે. કાજલબેનના જણાવ્યા અનુસાર, તેમણે પોતાની મરજીથી કોઈ ફરિયાદ કરી નહોતી. મહિલા પોલીસની ગેરહાજરીમાં અડાલજ પોલીસ સ્ટેશનના પી.આઈ. દેસાઈ તથા અન્ય લોકો દ્વારા કાગળ પર લખાણ કરાવીને તેમની પાસે બળજબરીપૂર્વક સહીઓ કરાવવામાં આવી હતી.

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: CM આજે સુરતને આપશે 100 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ, બનાસકાંઠા આવશે PM મોદી, 1 કરોડના MD ડ્રગ્સ સાથે નાઈઝિરિયન મહિલા પકડાઈ

પોલીસે જગદીશ ઠાકોરનું નામ બોલવા અને વિડિયો બનાવવા માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ
કાજલબેને જણાવ્યું કે તેઓ જગદીશ ઠાકોરને ઓળખતા પણ નથી અને ક્યારેય મળ્યા પણ નથી. પોલીસે અચાનક જગદીશ ઠાકોરનું નામ બોલવા અને વિડિયો બનાવવા માટે દબાણ કર્યું હતું. ખેડૂત પોપટજી ઠાકોર છેલ્લા બે મહિનાથી પોલીસના ડરથી ઘર છોડીને ભાગતા ફરી રહ્યા છે. દસ્તાવેજ પર સહી કરી આપો તો જ FIR પરત ખેંચાશે તેવી ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયો છે.

કોંગ્રેસના અનેક મોટા નેતાઓ અને વકીલે પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો
આ કેસમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને વકીલ આનંદ યાજ્ઞિક પીડિત ઠાકોર પરિવાર સાથે મીડિયા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ પ્રશાસન પર આકરા પ્રહારો કર્યા હતા. જિગ્નેશ મેવાણી અને આનંદ યાજ્ઞિકે આરોપ લગાવ્યો કે ગાંધીનગર રેન્જ IG વીરેન્દ્ર યાદવે જમીનની પ્રક્રિયા આગળ વધારવા માટે 10 ટકા એટલે કે 11 કરોડની માંગણી કરી હતી. સૂચના મુજબ અડાલજ PI ને 70 લાખ ચૂકવવામાં પણ આવ્યા હતા, પરંતુ આગળનું પેમેન્ટ અટકી જતાં પોલીસ પરિવાર પાછળ પડી ગઈ હતી.

શંકરસિંહ વાઘેલા જ નહીં આ 5 પૂર્વ CMની પણ કોંગ્રેસમાં જોડાવાની અટકળો, રાહુલ ગાંધી કોને આપશે લીલીઝંડી?

અડાલજ PI, LCB અને IG વીરેન્દ્ર યાદવને તુરંત સસ્પેન્ડ કરવા માંગ
આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે કાયદો જાળવવાને બદલે પોલીસ કટકી માંગવામાં રસ દાખવી રહી છે. તેમણે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે અડાલજ PI, LCB અને IG વીરેન્દ્ર યાદવને તુરંત સસ્પેન્ડ કરી તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. જો રાજ્ય સરકાર અને પ્રશાસન દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આ ભ્રષ્ટાચાર અને ષડયંત્ર સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીને કાનૂની લડાઈ લડવામાં આવશે.

આ કિંમતી જમીન લક્ષ્મીબેનના ત્રણ વારસદારો વચ્ચે 33 ટકા ભાગીદારી
ખોરજની આ કિંમતી જમીન લક્ષ્મીબેનના ત્રણ વારસદારો (શારદાબેન, મંગુબેન અને વિષ્ણુભાઈ) વચ્ચે 33 ટકા ભાગીદારી ધરાવે છે. 33 ટકા ભાગીદાર સુહાગ ઉર્ફે લાલો અને તેમના પિતાને પણ વર્દી વગર આવેલા પોલીસ કર્મચારીઓ ઉપાડી ગયા હતા અને વિડિયો ડિલીટ કરાવી જમીન બાબતે વાત ન કરવાની ધમકી આપી છોડી મૂકાયા હોવાનો દાવો કરાયો છે. કડી અને કલોલના જમીન દલાલો (હરિ ગોહિલ અને રતિલાલ પટેલ) પોલીસ સાથે મળીને આ કરોડોની જમીન પોતાના નામે કરાવવા અથવા સસ્તા ભાવે પડાવી લેવા માટે ઠાકોર પરિવાર પર સતત માનસિક અને શારીરિક દબાણ બનાવી રહ્યા છે. આ કેસમાં પીડિત પરિવારે ન્યાય માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની અને હાઈકોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી દર્શાવી છે.

ખતરનાક ચક્રવાતનું એલર્ટ: 125 કિમીની ઝડપે ફૂંકાશે પવન, 7રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES