SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

દિવાળી પહેલા અમદાવાદમાં ફટાકડા બજારમાં તેજી: રામોલ દુર્ઘટના બાદ તંત્ર સખત, 48માંથી માત્ર 20 ફેક્ટરીઓને જ મંજૂરી

Ahmedabad News: દિવાળીનો તહેવાર નજીક આવતાં જ અમદાવાદના વાંચ ગામમાં ફટાકડા બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. ગત વર્ષે રામોલની ફેક્ટરીમાં સર્જાયેલી આગની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે તંત્રએ સુરક્ષાના નિયમો ખૂબ જ કડક બનાવ્યા છે, જેના કારણે અગાઉની 48 ફેક્ટરીઓમાંથી માત્ર 20 યુનિટને જ મંજૂરી આપવામાં આવી છે.

Written By Kinjal Patel
Published: Oct 30, 2026, 01:54 PM IST | Updated: Oct 30, 2026, 02:04 PM IST
Join

Ahmedabad News:દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ફટાકડાના બજારમાં અત્યારથી જ તેજી જોવા મળી રહી છે. અમદાવાદના વાંચ ગામમાં ફટાકડા બનાવવાની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. જોકે, ગત વર્ષે રામોલની ફટાકડાની ફેક્ટરીમાં સર્જાયેલી આગની દુર્ઘટના બાદ આ વખતે તંત્રએ સુરક્ષાને લઈને કડક વલણ અપનાવ્યું છે. અગાઉ 48 ફેક્ટરીની સામે આ વર્ષે માત્ર 20 યુનિટને જ મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કાચા માલના ભાવમાં વધારાને પગલે ફટાકડા પણ 20થી 25 ટકા મોંઘા થયા છે.

વાંચ ગામમાં ફટાકડા બનાવવાની કામગીરી તેજ

દિવાળીના પર્વને લઈને ફટાકડા બનાવવાની કામગીરીએ જોર પકડ્યું છે. અમદાવાદના વાંચ ગામમાં ફટાકડાની ફેક્ટરીઓમાં કારીગરો દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. કોઠી, મિર્ચી, 555 અને બટરફ્લાય જેવા વિવિધ પ્રકારના ફટાકડા તૈયાર કરવામાં આવી રહ્યા છે

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: આજે બનાસકાંઠા એ 'વટ પાડી દીધો' બોલતા 'મોદી મોદી'ના લાગ્યા નારા, પીએમ મોદીએ કહ્યું; 'હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ'

48માંથી માત્ર 20 યુનિટને મંજૂરી

ગત વર્ષે રામોલની ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગની ઘટના બાદ આ વર્ષે તંત્રએ સુરક્ષાને લઈને સખત વલણ અપનાવ્યું છે. વાંચ ગામમાં અગાઉ 48 ફેક્ટરી કાર્યરત હતી, જેની સામે આ વર્ષે માત્ર 20 યુનિટને જ ફટાકડા બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ફાયર અને સેફ્ટીના નિયમોનું પાલન કરનારા એકમોને જ મંજૂરી મળી છે

150 ફૂટનું અંતર ફરજિયાત

આ વખતે સુરક્ષાના નિયમોમાં પણ કડકાઈ કરવામાં આવી છે. સેલ્સ રૂમ, મિક્સિંગ રૂમ અને મેન્યુફેક્ચરિંગ રૂમ વચ્ચે ઓછામાં ઓછું 150 ફૂટનું અંતર રાખવું ફરજિયાત છે. આ ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો અને ફાયર એક્સ્ટિંગ્વિશરની વ્યવસ્થા પણ ફરજિયાત કરવામાં આવી છે

કચ્છના જહાજ પર ઓમાન નજીક ડ્રોન હુમલો: માંડવીના 13 ખલાસીઓનો ચમત્કારિક બચાવ, ઈરાને હુમલો કરાયો હોવાનો દાવો

ફટાકડાના ભાવમાં 20થી 25 ટકાનો વધારો

એક તરફ ફટાકડાના ઉત્પાદનની કામગીરી તેજ બની છે. તો બીજી તરફ આ વર્ષે ગ્રાહકોના ખિસ્સા પર વધુ ભાર પડશે. કારણ કે ફટાકડાના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. પેપર, માટી, પોટેશિયમ નાઈટ્રેટ અને સલ્ફર જેવા કાચા માલના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે

નિયમોનું પાલન ન કરનારા 19 જેટલા એકમોએ સ્વૈચ્છિક રીતે ડિમોલિશન 

આ મામલે દસક્રોઈના પ્રાંત અધિકારી એમ.બી. દેસાઈ સાથે ZEE 24 કલાકે વિશેષ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આ વખતે PESO દ્વારા બનાવવામાં આવેલી ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવ્યું છે. તેમના વિસ્તારમાં પણ માત્ર 20 યુનિટને જ મંજૂરી આપવામાં આવી છે. ફાયર સેફ્ટી અને કામદારોની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નિયમોનું પાલન ન કરનારા 19 જેટલા એકમોએ સ્વૈચ્છિક રીતે ડિમોલિશન કર્યું છે

સુરત મહાનગરપાલિકાની ભજીયા પાર્ટીનું બિલ ચર્ચામાં! દિવાળી ટાણે સામાન્ય સભામાં નાસ્તાના ખર્ચને લઈને રાજનીતિ ગરમાઈ

ફટાકડાના વેપાર કરતાં લોકોની સુરક્ષા વધુ મહત્ત્વની..

આમ, દિવાળીને લઈને ફટાકડાના ઉત્પાદનની કામગીરી તેજ બની છે. પરંતુ આ વખતે તંત્રએ સુરક્ષાના નિયમોમાં કોઈ બાંધછોડ કરી નથી. 48માંથી માત્ર 20 યુનિટને મંજૂરી આપીને તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ફટાકડાના વેપાર કરતાં લોકોની સુરક્ષા વધુ મહત્ત્વની છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES