SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદના સોલામાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં મોટી દુર્ઘટના, બે શ્રમિકોના મોત

Ahmedabad : અમદાવાદના સોલામાં AMCના નિર્માણાધીન ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં વેલ્ડિંગ કામગીરી દરમિયાન ગેસની અસરથી એક શ્રમિક પાણીમાં પડ્યો હતો. તેને બચાવવા અન્ય ત્રણ શ્રમિકોએ પણ પાણીમાં ઝંપલાવ્યું હતું. ચાર શ્રમિકોમાંથી બેને બચાવી લેવાયા છે, જ્યારે બેના મૃતદેહ મળી આવ્યા છે.

Written By Dilip Chaudhary
Published: Oct 26, 2026, 05:23 PM IST | Updated: Oct 26, 2026, 06:00 PM IST
Join

Ahmedabad : અમદાવાદના સોલા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવી રહેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ઘટના સર્જાઈ છે. સ્ટેશનમાં વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ડ્રેનેજમાંથી નીકળતા ગેસની અસર થતાં એક શ્રમિક પાણીમાં પડી ગયો હતો.

સોશિયલ મીડિયા પર મિત્રતા, બ્લેકમેઇલિંગ અને દુષ્કર્મ... જૂનાગઢમાં ખોટી ઓળખ આપી યુવતી સાથે છેતરપિંડી

એકને બચાવવા અન્ય 3 પણ કૂદ્યા

પાણીમાં પડેલા શ્રમિકને બચાવવા માટે અન્ય ત્રણ શ્રમિકોએ પણ પાણીમાં કુદી પડ્યા હતા. આ રીતે કુલ ચાર શ્રમિકો દુર્ઘટનામાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

4માંથી બેને બચાવવામાં સફળતા

પ્રાથમિક માહિતી અનુસાર, ચાર શ્રમિકોમાંથી બેને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે અન્ય ફસાયેલા શ્રમિકોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફસાયેલા શ્રમિકોમાંથી એકનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ ફાયરબ્રિગેડ દ્વારા વધુ શોધખોળ હાથ ધરાતા બીજા શ્રમિકનો મૃતદેહ પણ મળી આવ્યો છે.  

 

AMCના ડ્રેનેજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાં AMCના ડ્રેનેજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા. પમ્પિંગ સ્ટેશનમાં વેલ્ડિંગ દરમિયાન ગેસની અસર કેવી રીતે થઈ અને દુર્ઘટના કયા સંજોગોમાં સર્જાઈ તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી.

બે મજૂરોના મોત

HNB એજન્સી નામની કંપનીના ચાર મજૂરો જે સોલા STP પ્લાનમાં વોલ્ડિંગનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન વોલ્ડિંગ વર્કર ગેસના કારણે બેભાન થઈ જવાથી અંદર પડેલ છે, જેમાંથી બે માણસોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ચાર મજૂરોમાં સાઈડ ઇન્ચાર્જ મનોજ, વેલ્ડિંગ વર્કર અભિષેક, સાઈડનો PM રૂપેશ અનેગાડી ડ્રાઈવર નિલેશનો સમાવેશ થાય છે, જેમાંથી મનોજ અને અભિષેકના મોત થયા છે. 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES