SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અમદાવાદના ગોતા અને ચાંદખેડા વચ્ચે વિસ્તારો વહેંચાયા; તમે કયા વિસ્તારમાં રહો છો? જાણો હવે તમારે કયું પોલીસ સ્ટેશન લાગશે?

Ahmedabad News: અમદાવાદ પોલીસ કમિશનરેટમાં પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ફેરફાર કરાયો છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા નવી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોતા ચોકી હેઠળના વિસ્તારોમાં ફેરફાર કરાયો. ચાંદખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોદરેજ ગાર્ડન પોલીસ ચોકી હેઠળના વિસ્તારોમાં ફેરફાર કરાયો.

Written By Kinjal Patel
Published: Oct 30, 2026, 03:41 PM IST | Updated: Oct 30, 2026, 03:58 PM IST
Join

Ahmedabad News: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ પોલીસ કમિશનરેટમાં પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને ગુજરાત સરકારના ગૃહ વિભાગે 29 ઓક્ટોબર 2026ના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ અંતર્ગત આવતા વિવિધ પોલીસ સ્ટેશનોની હદ, જૂના પોલીસ સ્ટેશનના નામ અને ડિવિઝનમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તે હેતુથી ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા આ ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે. 

આ નવા જાહેરનામાની મહત્વપૂર્ણ વિગતોની વાત કરીએ તો...

હવે દુબઈને ટક્કર મારશે આપણું અમદાવાદ! સિંધુ ભવન રોડ પર 570 કરોડના ખર્ચે બનશે 55 માળનો ઊંચો 'સિટી સ્ક્વેર'

1. સોલા પોલીસ સ્ટેશન (ગોતા ચોકી વિસ્તાર)

સોલા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતી ગોતા પોલીસ ચોકીના સ્થાનિક વિસ્તારોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં નીચે મુજબના વિસ્તારોનો સમાવેશ કરાયો છે...

2. ચાંદખેડા પોલીસ સ્ટેશન (ગોદરેજ ગાર્ડન પોલીસ ચોકી)

ચાંદખેડા પોલીસ સ્ટેશન હદ હેઠળની ગોદરેજ ગાર્ડન પોલીસ ચોકીના વિસ્તારોમાં પણ ફેરફાર કરીને નવી સીમાઓ નક્કી કરવામાં આવી છે..

ગુજરાતની ધરતીથી PM મોદીએ કરોડો ખેડૂતોના ખાતામાં પૈસા કર્યા ટ્રાન્સફર, આ રીતે કરો ચેક, જો ન આવ્યા હોય તો શું કરવું? જાણો

૩. સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશનનું નામ બદલાયું

'પી' ડિવિઝન હેઠળ આવતા સાબરમતી ઈસ્ટ પોલીસ સ્ટેશનના નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે સત્તાવાર રીતે આ પોલીસ સ્ટેશનનું નામ "Sabarmati Riverfront East" વાંચવામાં આવશે.

4. નરોડા પોલીસ સ્ટેશનના ડિવિઝનમાં ફેરફાર

નરોડા પોલીસ સ્ટેશન માટે વહીવટી સરળતા ખાતર ડિવિઝનમાં ફેરફાર કરાયો છે. હવે ડિવિઝનના ખાનામાં 'F' અક્ષરની જગ્યાએ 'G' અક્ષર અમલમાં મૂકવામાં આવ્યો છે.

5. આર્થિક ગુના શાખા (E.O.W.) અને ક્રાઈમ બ્રાન્ચ (D.C.B.)નો વિશેષ સમાવેશ

અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટના સમગ્ર વિસ્તાર માટે બે મહત્વની વિશિષ્ટ શાખાઓને સત્તાવાર રીતે ઉમેરાયો છે, જેનું ક્ષેત્ર સમગ્ર અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટ રહેશે:

<circle cx="6" cy="6" r="6" fill="var(--primary)"></circle><circle cx="6" cy="6" r="3" fill="white"></circle>Gujarat News Live: આજે બનાસકાંઠા એ 'વટ પાડી દીધો' બોલતા 'મોદી મોદી'ના લાગ્યા નારા, પીએમ મોદીએ કહ્યું; 'હું આખી જિંદગી ગુજરાતનો ઋણી રહીશ'

નોંધનીય છે કે, અમદાવાદમાં શહેરોમાં પોલીસ સ્ટેશનની હદોમાં ફેરફાર કરવામાં આવતા શહેરમાં ગુનાખોરી પર અંકુશ મેળવવામાં અને પોલીસ વિભાગની કામગીરી વધુ સરળ બનાવવામાં મદદરૂપ થશે.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

ZEENEWS TRENDING STORIES