અમદાવાદમાં ફરી દારૂબંધીના ધજાગરા! 'વાસ્તુ પૂજન' પ્રસંગે ઘરમાં દારૂની મહેફિલ જામી, પુજામાં ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ હાજર
Ahmedabad News: અમદાવાદના સરદારનગરમાં દારૂની મહેફિલ જામી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક ઘરના વાસ્તુ પૂજન વખતે મહેમાનોએ ઘરને જ દારૂનો અડ્ડો બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાનો સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો છે. મહારાષ્ટ્રથી આવેલા મહેમાનો દારૂ લાવ્યાનો પ્રાથમિક ખુલાસો થયો છે.
Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના ફરી એકવાર ધજાગરા જોવા મળી રહ્યા છે. ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરદારનગર વિસ્તારમાં આવેલી નંદીગ્રામ સોસાયટી નજીક આવેલા શિવ બંગલોઝમાં ઘરના વાસ્તુ પૂજનના પ્રસંગે જ ખુલ્લેઆમ દારૂ પાર્ટી કરવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
'મોરબીવાળી' થવાની બીકે ભાજપના દિગ્ગજ નેતાઓ બેકફૂટ પર! જૂથવાદના કારણે સૌરાષ્ટ્રના 6 મોટા યાર્ડની ચૂંટણી ટલ્લે ચડી!!
વાસ્તુ પૂજનમાં ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ હાજર હોવાનો ખુલાસો
આશ્ચર્યની વાત તો એ છે કે આ વાસ્તુ પૂજનમાં ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ હાજર હોવાનો ખુલાસો થયો છે. વીડિયો વાયરલ થતા સરદારનગર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. જેમાં તપાસ દરમિયાન મહારાષ્ટ્રથી આવેલા મહેમાનો દારૂ લાવ્યા હોવાનો પ્રાથમિક ખુલાસો થયો છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
મહારાષ્ટ્રથી આવેલા મહેમાનોએ વાસ્તુ પૂજન વખતે ઘરને બનાવ્યું દારૂનો અડ્ડો
અમદાવાદમાં બનેલી ઘટનામાં મળતી માહિતી મુજબ, સરદારનગર વિસ્તારમાં નંદીગ્રામ સોસાયટીની અંદર આવેલા શિવ બંગલોઝના મકાન નંબર 87માં આ દારૂની મહેફિલ જામી હતી. આ મકાન ધીરજ પરમારનું હોવાનું સામે આવ્યું છે, જેઓ જામનગર ખાતે આર્મીમાં સિનિયર ઓડિટર તરીકે ફરજ બજાવે છે અને તેમની પાસે દારૂની પરમિટ પણ છે. ઘરના વાસ્તુ પૂજનના શુભ પ્રસંગે જ હારાષ્ટ્રથી આવેલા કેટલાક શખ્સોએ ઘરને દારૂનો અડ્ડો બનાવી દીધો હોય એમ ખુલ્લેઆમ દારૂ પીને તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા.
તમે ગુજરાતના આ જિલ્લાઓમાં રહો છો? તો બનશો આ રોગનો ભોગ! ગુજરાતમાં જળસંકટનો મહાવિસ્ફોટ
ધારાસભ્ય પાયલ કૂકરાણીની હાજરીથી ચર્ચા જાગી
આ સમગ્ર મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જ્યારે એવી માહિચી સામે આવી કે આ વાસ્તુ પૂજનના કાર્યક્રમમાં નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, ધાર્મિક પ્રસંગમાં ધારાસભ્યની હાજરી અને બીજી તરફ તે જ ઘરમાં દારૂની મહેફિલના વીડિયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
માલિક ધીરજ પરમારે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ નંદીગ્રામ સોસાયટીમાં મકાન માલિક ધીરજ પરમારે મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, "હું ઘરની પૂજામાં વ્યસ્ત હતો, તેથી મને ખ્યાલ નહોતો કે કોણે પાર્ટી કરી. મહારાષ્ટ્રથી આવેલા મારા ભત્રીજાઓ અને મહેમાનોએ અમારી જાણ બહાર આ દારૂ પાર્ટી કરી હતી અને તેઓ મહારાષ્ટ્રથી જ દારૂ સાથે લઈને આવ્યા હતા."
હવે તમારી ગાડી કે ટૂ-વ્હીલર પર 'સરનેમ' કે 'જાતિ' લખવી ભારે પડશે! ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમ
વીડિયો વાયરલ થતાની સાથે જ સરદારનગર પોલીસ હરકતમાં
સોશિયલ મીડિયા પર દારૂ પાર્ટીના વીડિયો વાયરલ થતાની સાથે જ સરદારનગર પોલીસ હરકતમાં આવી છે. પોલીસે વાયરલ વીડિયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પણ એવો ખુલાસો થયો છે કે મહારાષ્ટ્રથી આવેલા મહેમાનો જ પોતાની સાથે દારૂ લાવ્યા હતા. હાલ સરદારનગર પોલીસે આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ તેજ કરી છે.