અમદાવાદ: એક્સપ્રેસ હાઈવે પરથી 25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ફિલ્મી ઢબે ગોઠવેલા ટ્રેપમાં ઝડપાયા કુખ્યાત ડ્રગ્સ પેડલરો
દેશના યુવાઓને ડ્રગ્સના રવાડે ચડાવવાના ઈરાદાઓને એકવાર ફરીથી કમરતોડ ફટકો પડ્યો છે. સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે એક મોટા આંતર રાજ્ય ડ્રગ્સ નેટવર્કને તોડવામાં સફળતા મેળવી છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ઉદય રંજન, અમદાવાદ: યુવાધનને નશામાં ડૂબાડવાના બદઈરાદાઓને ગુજરાતે ફરી એકવાર મરણતોલ ફટકો માર્યો છે. સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે સીટીએમ ટોલનાકા પાસે રામોલ પોલીસ સ્ટેશનની હદમાં સપાટો બોલાવીને આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કને સફળતાપૂર્વક તોડી નાખ્યું છે.
મળતી માહિતી મુજબ આ દરોડામાં પોલીસે કરોડો રૂપિયાની કિંમતના ઝેરી પદાર્થો સાથે ત્રણ કુખ્યાત અપરાધીઓને ઝડપી પાડ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં તિફેલ નોખેજ (ઉંમર 44, રહે. નવી દિલ્હી) સામેલ છે, જે વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવે છે.
બીજો આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી (ઉંમર 38, રહે. મેરઠ) છે, જે છેડતી, કબૂતરબાજી (માનવ તસ્કરી) અને છેતરપિંડી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલો કુખ્યાત શખ્સ છે.
જ્યારે ત્રીજો આરોપી કફીલ અહેમદ (ઉંમર 59, રહે. નવી દિલ્હી) છે, જે અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ એમ.ડી. અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો મોટો ગુનાહિત રેકોર્ડ ધરાવે છે.
સરકારી શાળાઓમાં હવે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે, જો ઘૂસ્યા તો દંડાત્મક કાર્યવાહી માટે તૈયાર રહેજો
અધધધ...એમડી અને હેરોઈન પકડાયું
- આ ત્રણેય કુખ્યાત પેડલરો પાસેથી પોલીસે કુલ 2497.490 ગ્રામ એમ.ડી. (મેફેડ્રોન) (જેની કિંમત 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) અને 4531.220 ગ્રામ હેરોઇન (જેની કિંમત 5 કરોડ રૂપિયા પ્રતિ કિલો છે) જપ્ત કર્યું છે.
- સચોટ બાતમી અને બંને ક્રાઇમ બ્રાન્ચની દીર્ઘદ્રષ્ટિ ભરેલી સંયુક્ત કામગીરીથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા આ ભયાનક ડ્રગ્સ રેકેટનો વ્યુહ સફળતાપૂર્વક નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.
દ્વારકામાં રૂ. 92.70 કરોડના ખર્ચે બનશે ભવ્ય 'શ્રી કૃષ્ણ મ્યુઝિયમ': 9 થીમેટિક ગેલેરી અને આધુનિક ડિજિટલ ટેકનોલોજીથી જીવંત થશે ગીતાનો સંદેશ
ટૂંકમાં સમાચાર...
- સુરત અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત અને મોટું ઓપરેશન સફળ, આંતર-રાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ.
- અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર રામોલ પોલીસ સ્ટેશનની હદમાં ફિલ્મીઢબે ટ્રેપ ગોઠવીને ઝડપાયા કુખ્યાત ડ્રગ્સ પેડલરો.
- પોલીસની આ રેડમાં કુલ 25.5 કરોડ રૂપિયાની તોતિંગ કિંમતનો પ્રતિબંધિત માદક પદાર્થ જપ્ત કરાયો છે.
- આંતરરાષ્ટ્રીય બજારમાં 5 કરોડ રૂપિયા પ્રતિ કિલોની કિંમત ધરાવતું કુલ 4531.220 ગ્રામ હેરોઈન કબજે.
- બજારમાં 1.2 કરોડ રૂપિયા પ્રતિ કિલોની કિંમત ધરાવતું કુલ 2497.490 ગ્રામ એમ.ડી. મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત.
- દિલ્હી અને મેરઠના તિફેલ નોખેજ, મોહમ્મદ ઇમરાન અલ્વી અને કફીલ અહેમદ નામના શખ્સો દબોચાયા.
- પકડાયેલા આરોપી તિફેલ વિરુદ્ધ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ અને 2019માં 300 કિલો હેરોઈનનું પાયલોટિંગ કર્યાનો ગુનો.
- અગાઉ જયપુરમાં 18.5 કિલો ચરસ અને અમદાવાદમાં 100 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડાયેલો રીઢો ગુનેગાર ઝડપાયો.
- ત્રીજો આરોપી મોહમ્મદ ઇમરાન અલ્વી છેડતી અને કબૂતરબાજી માનવ તસ્કરીજેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલ છે.
- સચોટ બાતમીના આધારે કરવામાં આવેલી આ સંયુક્ત કાર્યવાહીથી રાજ્યમાં ઘૂસાડવામાં આવતું મોટું ડ્રગ્સ રેકેટ નિષ્ફળ બન્યું છે.