• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /ગુજરાત
  • /અમદાવાદ
  • /ઘરનો ભેદી જ નીકળ્યો ચોર, અમદાવાદના એક વેપારી સાથે જે થયું, તે સાંભળીને તમારા હોશ ઊડી જશે!

ઘરનો ભેદી જ નીકળ્યો ચોર, અમદાવાદના એક વેપારી સાથે જે થયું, તે સાંભળીને તમારા હોશ ઊડી જશે!

મોટા શહેરો, આલીશાન બંગલાઓ અને પૈસાદાર પરિવારો આ ત્રણેય જગ્યાએ ઘરકામ માટે કોઈ રસોઈયો કે નોકર રાખવાનો એક કોમન ટ્રેન્ડ છે. આપણી વ્યસ્ત લાઈફસ્ટાઈલ આપણને મજબૂર કરે છે કે આપણે કોઈ અજાણ્યા માણસ પર ભરોસો કરીએ છીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડામાં રસોઈ બનાવતો, તમારા ઘરના ખૂણે-ખૂણાથી વાકેફ અને તમારી તિજોરીની આસપાસ ફરતો એ માણસ હકીકતમાં કોણ છે?

Written ByDilip Chaudhary
Published: Oct 10, 2026, 06:27 PM IST|Updated: Oct 10, 2026, 06:29 PM IST
joinshare
ઘરનો ભેદી જ નીકળ્યો ચોર, અમદાવાદના એક વેપારી સાથે જે થયું, તે સાંભળીને તમારા હોશ ઊડી જશે!

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
13 ઓક્ટોબરે ખુલશે આ IPO, પ્રાઇસ બેન્ડ 258-271 રૂપિયા, GMPએ રોકાણકારોને કર્યા ખુશ!

13 ઓક્ટોબરે ખુલશે આ IPO, પ્રાઇસ બેન્ડ 258-271 રૂપિયા, GMPએ રોકાણકારોને કર્યા ખુશ!

2

CEC જ્ઞાનેશ કુમાર સામે રોષનો વંટોળ: દેશભરમાં વિરોધના સૂર વચ્ચે અમદાવાદ પણ રસ્તા પર પ્રદર્શન!

3

વિપક્ષ અને CJPના વિરોધ વચ્ચે ભાજપનું પહેલું નિવેદન, કહ્યું: હતાશ અને હારેલા લોકો દિલ્હીના લોકોને કરે છે હેરાન

4

ઘરનો ભેદી જ નીકળ્યો ચોર, અમદાવાદના એક વેપારી સાથે જે થયું, તે સાંભળીને તમારા હોશ ઊડી જશે!

5

શું આ વખતે ઠંડી નહીં પડે? અલ નીનોના વધતા પ્રભાવથી હવામાનમાં મોટો ખતરો!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

ઉદય રંજન, અમદાવાદ : મોટા શહેરોમાં પૈસાદાર પરિવારોમાં ઘરકામ માટે નોકર રાખવો એ કોઈ નવી વાત નથી, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા રસોડામાં રસોઈ બનાવતો, તમારા ઘરની તિજોરીની આસપાસ ફરતો એ માણસ હકીકતમાં કોણ છે? અમદાવાદના શાહીબાગમાં એક કાપડના વેપારી સાથે જે થયું, તે સાંભળીને તમારા હોશ ઊડી જશે.

ઘરનો ભેદી જ નીકળ્યો ચોર

ગત 29 ઓગસ્ટના રોજ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ, ત્યારે કોઈને અંદાજો નહોતો કે આ ચોરી પાછળ કોઈ પ્રોફેશનલ ગેંગ નહીં, પણ ઘરનો જ ભેદી છે. કાપડના વેપારીના ઘરમાંથી 35 લાખથી વધુની મતા ગાયબ હતી અને શંકાની સોય સીધી ઘરઘાટી કમલેશ પર હતી, કારણ કે ચોરીના દિવસથી જ તે પણ ગાયબ હતો.

અમદાવાદીઓ સાવધાન! નવરાત્રિ ટાણે આ જીવલેણ રોગનો રાફડો ફાટ્યો; ખાલી સોલા સિવિલમાં જ 14,372 દર્દીઓ નોંધાયા

35 લાખની ચોરીનો ખેલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જ્યારે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સની મદદથી તપાસનો દોર લંબાવ્યો, ત્યારે કમલેશનું લોકેશન છેક ઝારખંડ નીકળ્યું. ક્રાઈમ બ્રાન્ચે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને આરોપીને ઝારખંડથી ઝડપી લીધો. પોલીસ પણ ત્યારે ચોંકી ગઈ જ્યારે આરોપી પાસેથી 33.52 લાખના સોનાના દાગીના, 1.43 લાખ રોકડા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 35 લાખથી વધુનો મુદ્દામાલ અકબંધ રિકવર થયો.

વિશ્વાસઘાતી નોકરનો પર્દાફાશ

જે વેપારીના ઘરમાં કમલેશ બનીને સેવા કરતો હતો, તે હકીકતમાં રાજસ્થાનના જોધપુરનો રીઢો ગુનેગાર જયંતીલાલ ઓસ્વાલ જૈન હતો. આ કોઈ સામાન્ય ચોર નથી, પણ ભલભલાને છેતરી જતો બહુરૂપી છે. જયંતીલાલ એટલો શાતિર છે કે તે જે પણ શહેરમાં, જે પણ ઘરમાં ચોરી કરવા જાય. ત્યાં પોતાની અસલી ઓળખ ક્યારેય આપતો નહોતો.

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે તે ક્યારેક કમલેશ, ક્યારેક રમેશ તો ક્યારેક વિનોદ જૈન જેવા ખોટા નામો ધારણ કરીને જ ઘરોમાં ઘૂસતો હતો. આરોપી કોઈ પરિચિત મારફતે જ રેફરન્સ મેળવીને નોકરીએ ગોઠવાતો હતો જેથી કોઈને વહેમ ન જાય.

ધનિક જૈન પરિવારોને જ ટાર્ગેટ કરતો હતો

જયંતીલાલની મોડસ ઓપરેન્ડી કોઈપણ ક્રાઈમ થ્રિલર ફિલ્મને ટક્કર મારે તેવી છે. પોતે જૈન હોવાના કારણે તે જૈન ધર્મના રીત-રિવાજો બરાબર જાણતો હતો. આથી તે માત્ર ધનિક જૈન પરિવારોને જ ટાર્ગેટ કરતો હતો. ઘરમાં નોકરીએ રહ્યા બાદ તે પોતાની મીઠી વાતો અને સ્વાદિષ્ટ શુદ્ધ રસોઈથી પરિવારના દિલમાં જગ્યા બનાવી લેતો.

સીસીટીવી કેમેરામાં તેનો ચહેરો અને વાળ ન ઓળખાય તે માટે તે ઘરમાં ચોવીસે કલાક માથા પર ટોપી પહેરી રાખતો હતો. એકથી બે મહિના ઘરમાં રહીને તે તિજોરીની ચાવી ક્યાં મુકાય છે તેની રેકી કરતો અને મોકો મળતા જ હાથફેરો કરી લેતો.

પોલીસ ચોપડે નોંધાયેલી વિગતો મુજબ, આ આરોપી સામે અગાઉ સુરતના ખટોદરા અને ઉમરા પોલીસ સ્ટેશનમાં નોકર ચોરીના 6 ગુના નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદની આ ચોરી સાથે હવે તેના પાપનો ઘડો ભરાયો છે અને કુલ 7 ગુના દાખલ થયા છે. આ કિસ્સો લાલબત્તી સમાન છે કે અજાણ્યા નોકરને રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવવું કેટલું જરૂરી છે.

Add Zee News as a Preferred Source
TAGS:
Gujarat News