SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

વિજય-રશ્મિકાની ફિલ્મ ઓટીટી પર ટ્રેંડ કરવા લાગી, બોક્સ ઓફિસ પર મહાફ્લોપ ફિલ્મ OTT પર હિટ

Ranabaali On OTT: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની જોડી પણ રાણાબલી ફિલ્મને બોક્સ ઓફિસ પર ફ્લોપ થતા બચાવી શકી નહીં પણ આ ફિલ્મ ઓટીટી પર હીટ સાબિત થાય એવું લાગે છે. ઓટીટી પર રિલીઝ થયાની સાથે આ ફિલ્મ ટ્રેંડ કરવા લાગી છે.

Written By Krupa Shah
Published: Nov 15, 2026, 02:34 PM IST | Updated: Nov 15, 2026, 02:37 PM IST
Join

Ranabaali On OTT: દિવાળી પછીના સપ્તાહમાં ઓટીટી પ્લેટફોર્મ પર નવી ફિલ્મો અને વેબસીરીઝ રિલીઝ થઈ ચૂકી છે. જેમાં એક ફિલ્મ એવી પણ છે જે બોક્સ ઓફિસ પર મહાફ્લોપ સ્થાપિત થઈ હતી. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં બે સુપરસ્ટાર હોવા છતાં ફિલ્મ સાબિત થઈ. હવે આ ફિલ્મ હવે ઓટીટી પર આવી ચૂકી છે અને ઓટીટી પર રિલીઝ થયાની સાથે જ ફિલ્મ ટ્રેન્ડ કરવા લાગે છે.

જે ફિલ્મની અહીં વાત થઈ રહી છે તે ફિલ્મ છે રાણાબલી. રાણાબલી એક પિરિયડ ડ્રામા ફિલ્મ છે જેમાં મુખ્ય ભૂમિકામાં વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના છે. રશ્મિકા અને વિજયની જોડી આ ફિલ્મને બોક્સ ઓફિસ પર હિટ કરી શકી નહીં પરંતુ આ ફિલ્મ ઓટીટીના દર્શકોને પસંદ પડી રહી છે. ફિલ્મ તાજેતરમાં જ ઓટીટી પર રિલીઝ થઈ છે. અને આ ફિલ્મ રિલીઝ થયાની સાથે જ ટોપ ટેન ફિલ્મોમાં ટ્રેન્ડ કરવા લાગી છે. તેનો અર્થ એ છે કે જે ફિલ્મ બોક્સ ઓફિસ પર ક્લબ સાબિત થઈ તે ઓટીટીના દર્શકોને પસંદ પડી રહી છે.

આ પણ વાંચો: Diljit Dosanjh: દિલજીત દોસાંજના અમદાવાદના કોન્સર્ટમાં આ 3 વસ્તુઓ પર પ્રતિબંધ, જાણો ટાઈમ, ટિકિટ સુધીની વિગતો

જોકે આવું ફક્ત રાણાબલી ફિલ્મ સાથે નથી થયું ઘણી ફિલ્મો એવી હોય છે જે બોક્સ ઓફિસ પર રિલીઝ થાય ત્યારે તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ ન મળે પરંતુ ઓટીટીના દર્શકો ફિલ્મને વધાવી લેતા હોય છે. બની શકે કે વિજય અને રશ્મિકાની ફિલ્મ સાથે પણ આવું જ થઈ રહ્યું છે. બંનેની જોડીને જોવા સિનેમાઘરો સુધી ઓછા લોકો ગયા પરંતુ અનેક લોકો એવા છે જેમને ઘરે બેસીને આ ફિલ્મ જોઈ રહ્યા છે.

રાણાબલી ફિલ્મની સ્ટોરી

રાણાબલી ફિલ્મ 1870 ના દાયકામાં દક્ષિણ ભારતના રાયલસીમા વિસ્તાર પર આધારિત છે. આ ફિલ્મ 1976 થી 1978 દરમિયાન જે વિનાશકારી દુષ્કાળ પડ્યો હતો તેના પર આધારિત છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે એક તરફ વિનાશકાળી દુષ્કાળ હતો અને બીજી તરફ આ વિસ્તારમાં એક ક્રૂર બ્રિટિશ અધિકારીનું શાસન હતું. તેના શાસન દરમિયાન સામાન્ય જનતા પર ક્રુરતા અને અત્યાચારની હદ પાર થઈ રહી હતી. તેવા સમયે લોકોને બચાવવા માટે સામાન્ય લોકોમાંથી જ વિદ્રોહી યોદ્ધા રાણાબલી આગળ આવે છે અને બ્રિટિશ સેનાના અત્યાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવે છે. આ કામમાં તેની પત્ની જયમ્મા પણ તેનો સાથ આપે છે. ફિલ્મમાં વિદ્રોહી યોદ્ધાની ભૂમિકામાં વિજય દેવરકોંડા છે અને તેની પત્નીની ભૂમિકામાં રશ્મિકા મંદાના છે.

આ પણ વાંચો: Warrior Sita In Ramayana: રામાયણ ફિલ્મમાં સીતાને યુદ્ધ કરતાં શા માટે દેખાડ્યા ? ફિલ્મના નિર્દેશકે આપી દીધો જવાબ

રાણાબલી ફિલ્મનું બજેટ અને બોક્સ ઓફિસ કમાણી

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના લગ્ન પછી આ તેમની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ 16 ઓક્ટોબરે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. રાણાબલી ફિલ્મનું કુલ બજેટ 150 કરોડ જેટલું હોવાનો અંદાજ છે. આ ફિલ્મનું વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેક્શન 80 કરોડ જેટલું થયું હતું. બોક્સ ઓફિસ કમાણીની ગણતરી એ આ ફિલ્મ ફ્લોપ સાબિત થઈ કારણકે ફિલ્મ તેના બજેટ જેટલી કમાણી પણ ફિલ્મ કરી શકી નહીં.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES