Sonia Gandhi: સોનિયા ગાંધીની બુકમાં બચ્ચન પરિવાર સાથેના સંબંધોનો ઉલ્લેખ, અમિતાભ બચ્ચન સાથેની પહેલી મુલાકાત વિશે પણ જણાવ્યું
Sonia Gandhi: સોનિયા ગાંધીની આત્મકથા લોન્ચ થઈ ત્યારથી ચર્ચામાં છે. આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચનની મિત્રતા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સાથે જ લખવામાં આવ્યું છે કે તેઓ ભારત પહેલીવાર આવ્યા હતા ત્યારે અમિતાભ બચ્ચનના ઘરે તેના પરિવાર સાથે રોકાયા હતા.
Sonia Gandhi: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની આત્મકથા બિલોન્ગિંગ: અ જર્ની ઓફ લવ 10 નવેમ્બરે લોન્ચ થઈ છે. આ પુસ્તકમાં સોનિયા ગાંધીએ તેની લાઈફ વિશે ખુલીને વાત કરી છે. તેમણે પુસ્તકમાં અમિતાભ બચ્ચનના પરિવાર સાથેના સંબંધો વિશે પણ વાત કરી છે. સોનિયા ગાંધી લગ્ન પહેલા ભારત આવ્યા હતા ત્યારે તેઓ બચ્ચન પરિવાર સાથે તેમના ઘરે રોકાયા હતા.
આ પણ વાંચો: મુંબઈ પોલીસ એ બોલીવુડ સ્ટાર્સને કર્યા એલર્ટ, જાહેર જગ્યાએ ભીડમાં ન જવાની આપી સલાહ, જાણો કારણ
સોનિયા ગાંધી લગ્ન પહેલા ભારત આવ્યા હતા ત્યારે તેમને એરપોર્ટ પર લેવા માટે પણ અમિતાભ બચ્ચન ગયા હતા. રાજીવ ગાંધી અને અમિતાભ બચ્ચનની મિત્રતા વિશે તેમણે પુસ્તકમાં લખ્યું હતું. સોનિયા ગાંધીએ પોતાની આત્મકથામાં પોતાના અંગત જીવન સંબંધિત કેટલાક ખાસ કિસ્સા વિશે જણાવ્યું છે. જેમાં અમિતાભ બચ્ચનના પરિવાર સાથેના આત્મીય સંબંધો વિશે પણ લખવામાં આવ્યું છે. સોનિયા ગાંધીના પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજીવ ગાંધી સાથે લગ્ન કર્યા પહેલા જ્યારે સોનિયા ગાંધી ભારત આવ્યા હતા તો તેમને એરપોર્ટ લેવા માટે સંજય ગાંધી, રાજીવ ગાંધી અને સાથે અમિતાભ બચ્ચન પણ હતા. સોનિયા ગાંધી લગ્ન પહેલા તેજી બચ્ચન અને હરિવંશરાય બચ્ચનના ઘરે રોકાયા હતા.
આ પણ વાંચો: Vihaan Kaushal: કૈટરીના-વિકીએ 1 વર્ષ બાદ દેખાડ્યો દીકરાનો ચહેરો, દિવાળીના દિવસે શેર કર્યો પહેલો ફોટો
સોનિયા ગાંધીએ પોતાની આત્મકથામાં બચ્ચન પરિવારના દિલ્હીના ઘરમાં પસાર કરેલા દિવસો વિશે લખ્યું છે. સોનિયા ગાંધીએ લખ્યું છે કે એક વર્ષ સુધી તે રાજીવ ગાંધીથી દૂર રહ્યા ત્યારબાદ પહેલી વખત ભારત આવ્યા હતા. તેને રાજીવ ગાંધી અને પોતાના પ્રેમ પર વિશ્વાસ હતો અને તે વિશ્વાસના આધારે તેઓ ભારત આવ્યા હતા. સોનિયા ગાંધીએ લખ્યું કે તે 13 જાન્યુઆરી 1967 ના રોજ પહેલી વખત ભારત આવ્યા અને દિલ્હી એરપોર્ટ પર તેને લેવા માટે રાજીવ ગાંધી તેના ભાઈ સંજય ગાંધી અને તેના ખાસ મિત્ર અમિતાભ બચ્ચન હાજર હતા.
એરપોર્ટથી તેઓ અમિતાભ બચ્ચનના માતા-પિતાના ઘરે પહોંચ્યા હતા. તે સમયે તેજી બચ્ચન અને હરિવંશરાય બચ્ચનનું એક ઘર દિલ્હીમાં પણ હતું. દિલ્હી પહોંચ્યા પછી સોનિયા ગાંધીને બચ્ચન પરિવાર સાથે રહેવાનું થયું હતું. સોનિયા ગાંધીને જણાવવામાં આવ્યું કે ઇલ્હાબાદના સમયથી બચત પરિવાર સાથે ઇન્દિરા ગાંધીના પારિવારિક સંબંધો છે.
આ પણ વાંચો: OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ
સોનિયા ગાંધીના પુસ્તકમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જ્યારે તેઓ દિલ્હી પહોંચ્યા ત્યારે તેજી બચ્ચને તેનું સ્વાગત કર્યું હતું. સોનિયા ગાંધીએ એવું પણ લખ્યું કે તેજી બચ્ચન તરફથી તેમને માં જેવો પ્રેમ મળ્યો અને તેઓ તેમની સાથે હંમેશા હાજર રહેતા. પુસ્તકમાં તેમણે હરિવંશરાય બચ્ચાને આપેલી એક સલાહનો ઉલ્લેખ પણ કર્યો છે. સોનિયા ગાંધીએ એવું લખ્યું છે કે હરિવંશરાય બચ્ચન સાથે જ્યારે મુલાકાત થતી ત્યારે તેઓ તેને સાવધાન રહેવાનું કહેતા અને એક સલાહ આપી હતી. હરિવંશરાય બચ્ચન એ સોનિયા ગાંધીને કહ્યું હતું કે, આ દેશમાં એ વસ્તુ મહત્વ નથી રાખતી કે તમે શું છો પરંતુ મહત્વ એ વાતનું હોય છે કે લોકો તમને શું સમજે છે.