The Vvaan Movie On OTT : સિનેમા ઘરોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ ધ વન ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થઈ હતી. ધ વન ફિલ્મની સ્ટોરી અને ફિલ્મના ગીત લોકોને પસંદ પડ્યા હતા. આ ફિલ્મમાં પહેલી વખત સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની જોડી જોવા મળી હતી. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની ફિલ્મ ધ વન થિયેટર રિલીઝ પછી ઓટીટી પર સ્ટ્રીમ થવાની છે. ધ વન ફિલ્મની ઓટીટી રીલીઝની પુષ્ટિ કરી દેવામાં આવી છે. જો તમે આ ફિલ્મ હજુ સુધી જોઈ નથી તો હવે ઘરે બેઠા ઓટીટી પર જોઈ શકશો. ધ વન ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પ્રાઇમ વિડીયો પર સ્ટ્રીમ થવાની છે. ઓટીટી પ્લેટફોર્મના ઓફિસિયલ એક્સ એકાઉન્ટ પર ધ વન ફિલ્મ નો વિડીયો શેર કરીને ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કન્ફર્મ કરવામાં આવી છે.
when faith and force of the forest come together 🔥 #TheVvaanOnPrime, Nov 20 @SidMalhotra @tamannaahspeaks @WhoSunilGrover @ManishPaul03 #ShwetaTiwari @soniiannup #ShobhaKapoor @EktaaRKapoor @ArunabhKumar @nirajkothari #DeepakMishra #VimalDoshi @dopmanuanand #JanviGill #ShreyJhawar #AnirudhSharma @balajimotionpic @TheViralFever @1111Production3 @ZeeMusicCompany
— prime video IN (@PrimeVideoIN) November 18, 2026
પ્રાઈમ વીડિયોની પોસ્ટ અનુસાર ધ વન ફિલ્મ 20 નવેમ્બર થી amazon prime પર જોઈ શકાશે. આ ફિલ્મમાં તમન્ના ભાટિયા અને સિદ્ધાર્થ મલ્હોત્રા ઉપરાંત શ્વેતા તિવારી, અનૂપ સોની, મનીષ પોલ, સુનિલ ગ્રોવર સહિતના કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. ધ વન ફિલ્મને દીપક કુમાર મિશ્રા અને અરુણભ કુમારે ડાયરેક્ટ કરી છે. ફિલ્મનું પ્રોડક્શન બાલાજી મોશન પિક્ચરનું છે.
ધ વન ફિલ્મ સુપરનેચરલ મિસ્ટ્રી ફિલ્મ છે. આ પહેલી સુપરનેચરલ મિસ્ટ્રી ફિલ્મ છે જેમાં સિદ્ધાર્થ મુખ્ય ભૂમિકામાં છે. ધ વન ફિલ્મની સ્ટોરી બિહારમાં આવેલા વનદેવીના મંદિર આસપાસ ફરે છે. ફિલ્મના ડાયરેક્ટર દીપકના જણાવ્યા અનુસાર બિહારમાં પણ એક મંદિર છે. વનદેવીનું મંદિર 400 વર્ષ જૂનું છે. બિહારમાં આવેલા વનદેવીના મંદિરમાં સૂર્યાસ્ત પછી કોઈ જતું નથી મંદિરના કપાટ સૂર્યાસ્ત પછી બંધ કરી દેવામાં આવે છે. અહીં પૂજારી પણ રહી શકતા નથી. બિહારના મંદિરમાં માન્યતા છે કે સૂર્યાસ્ત પછી મંદિર પરિસરમાં વનદેવી ફરવા નીકળે છે એટલા માટે જ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે. જો કે ફિલ્મ સંપૂર્ણ રીતે બિહારના મંદિર પર આધારિત નથી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)