Ramayana: બોક્સ ઓફિસ પર રણબીર કપૂરની ફિલ્મ રામાયણ રિલીઝ થઈ ત્યારથી જ ફિલ્મને લઈને રસપ્રદ જાણકારીઓ સામે આવી રહી છે. ફિલ્મ કામ કરી ચૂકેલા કલાકારો હવે ફિલ્મ દરમિયાન તેમને થયેલા અનુભવો શેર કરવા લાગ્યા છે. આવો જ એક અનુભવ અને ખાસ કિસ્સો અનુપમ ખેર સાથે જોડાયેલો છે. બોલીવુડ એક્ટર અનુપમ ખેર રામાયણ ફિલ્મ સાથે જોડાયેલા છે. કારણ કે હિન્દી વર્ઝનમાં અનુપમ ખેર એ જટાયુને અવાજ આપ્યો છે. ફિલ્મમાં જટાયુ અને શ્રીરામ વચ્ચે જે સંવાદ દર્શાવવામાં આવ્યો છે તેમાં બે શબ્દનો એક ડાયલોગ બોલવામાં અનુપમ ખેરને 200 ટેક આપવા પડ્યા હતા.
રામાયણ ફિલ્મ જોઈ ચૂકેલા મોટાભાગના લોકો ફિલ્મના ઘણા બધા સીનને શાનદાર કહી રહ્યા છે પરંતુ સૌથી વધારે વખાણ જટાયુ અને રાવણના યુદ્ધના થઈ રહ્યા છે. જટાયુ અને રાવણના યુદ્ધ પછી જ્યારે ઘાયલ જટાયુ અને શ્રીરામ વચ્ચે સંવાદ થાય છે ત્યારે જટાયુ બે શબ્દો બોલે છે. આ બે શબ્દો જે ભાવથી બોલવાના હતા કે ભાવ અવાજમાં લાવવા માટે અનુપમ ખેરને 200 ટેક આપવા પડ્યા. અનુપમ ખેરે 200 ટેક પછી જે ડાયલોગ બોલ્યો તેના કારણે જટાયુનો સીન યાદગાર બની ગયો. આ બે શબ્દોનો ડાયલોગ એવો છે જે લોકોની આંખમાં આંસુ લાવી દે.
ફિલ્મમાં જ્યારે રાવણ સીતા માતાનું હરણ કરીને જઈ રહ્યો હોય છે ત્યારે જટાયુ સાથે રાવણનું ભયંકર યુદ્ધ થાય છે. યુદ્ધ માં જટાયુની હાર થાય છે અને ઘાયલ અવસ્થામાં જટાયુ જમીન પર પડી જાય છે. મરતાં પહેલા જટાયુ શ્રીરામને રાવણ સીતાનું હરણ કરીને લંકા લઈ ગયો છે તે સંદેશ આપે છે. લંકાનું વર્ણન કર્યા પછી જ્યારે જટાયુના પ્રાણ નીકળવાના હોય છે ત્યારે તેના મોઢામાંથી હે રામ શબ્દો નીકળે છે. આ બે શબ્દો બોલવામાં જ અનુપમ ખેરને શૂટિંગ દરમિયાન 200 ટેક આપવા પડ્યા હતા.
રિપોર્ટ અનુસાર હે રામ એ બે શબ્દો બોલવા માટે અનુપમ ખેરને ખૂબ મહેનત કરવી પડી હતી. કારણ કે બે શબ્દોના આ ડાયલોગમાં માતા સીતાને ન બચાવી શકવાનું દુઃખ અને શ્રીરામને કરેલા અંતિમ પ્રણામ બંનેના ભાવની જરૂર હતી. જ્યાં સુધી હે રામ શબ્દમાં તે ભાવ ન આવ્યો ત્યાં સુધી અનુપમ ખેરને ડાયલોગ માટે રીટેક આપ્યા. 200 રીટેક પછી અનુપમ ખેર એ આ ડાયલોગ પરફેક્ટ રીતે બોલ્યો.
અનુપમ ખેર એ પણ એક મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે આ ડાયલોગ માટે ડબિંગ પહેલા તેણે ઘરે પણ ઘણી પ્રેક્ટિસ કરી હતી. ડબિંગ દરમિયાન પણ તેણે ઘણા બધા રીટેક લીધા હતા. અંદાજે 200 જેટલા રીટેક પછી પરફેક્ટ ભાવમાં હે રામ શબ્દ બોલાયો અને તે ડાયલોગનો ઉપયોગ રામાયણ ફિલ્મમાં કરવામાં આવ્યો.