ટાઈગર શ્રોફના આ 6 શબ્દોથી ભડકી હતી લોરેન્સ ગેંગ? સલમાનના વખાણ કરતા ફાયરિંગ કર્યું હોવાનો શૂટરનો ખુલાસો
Tiger Shroff: બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ગત રવિવારે સાંજે અચાનક હુમલાખોરોએ ફાયરિંગ કર્યું. આ ઘટના સમયે ટાઈગર શ્રોફ કારમાં જ હતો. સદનસીબે બચી ગયો. જો કે ડ્રાઈવર ઘાયલ થયો હતો. આ કેસની તપાસમાં રોજેરોજ નવા ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ધરપકડ કરાયેલા શૂટર્સે કયા કારણે ફાયરિંગ કર્યું તેનો પણ ખુલાસો કર્યો છે. આ ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે એક વ્યક્તિ ટીવી પર ન્યૂઝ જોઈને તેમને અપડેટ કરતો હતો.
બોલીવુડના ગુજ્જુ અભિનેતા જેકી શ્રોફના પુત્ર અને અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલા મામલે ધરપકડ કરાયેલા આરોપીઓ તરફથી એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. પકડાયેલામાંથી એકે કહ્યું કે સલમાન ખાન સાથે કનેક્શનને કારણે ટાઈગર શ્રોફ પર હુમલો થયો. શૂટર્સે પોલીસને જણાવ્યું કે ટાઈગરે સલમાન ખાનના કરેલા વખાણના કારણે લોરેન્સ બિશ્નોઈ ગેંગ નારાજ હતી અને તેમને બદલો લેવો હતો. આ ઉપરાંત ઘટના બાદ પણ આ હુમલાખોરોને બહારથી મદદ મળી રહી હતી.
તમારા ચહેરા દેખાઈ ગયા છે, ત્યાંથી નીકળી જાઓ
મુંબઈમાં ટાઈગર શ્રોફની ગાડી પર હુમલો કરનારા શૂટર્સને ઘટના બાદ પણ મદદ મળી રહી હતી. ધ ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ એક વ્યક્તિ સતત ટીવી ન્યૂઝ જોઈને તેમને પોલીસ અંગે અપડેટ કરતો હતો. જ્યારે ન્યૂઝમાં ચહેરા દેખાયા તો રેહાનને મેસેજ આવ્યો કે તમારા ચહેરા દેખાઈ ગયા છે, ત્યાંથી નીકળી જાઓ. શૂટર્સને એ પણ જણાવવામાં આવ્યું હતું કે પોલીસને તેમની બાઈક મળી ગઈ છે અને તેમના ટ્રેનથી ભાગવાની યોજના પણ ખબર પડી ગઈ છે. ત્યારબાદ આરોપીઓએ પોતાનો રસ્તો બદલ્યો હતો. તેઓ બાઈક, ટ્રેન અને કેબથી ભાગતા રહ્યા હતા.
શું તમને ખબર છે ટાઈગર શ્રોફનું સાચું નામ? જેકી શ્રોફનો દિકરો કઈ રીતે બન્યો Tiger, જાણો
ટાઈગર શ્રોફ પર હુમલો થવાનું આ કારણ!
- પોલીસ પૂછપરછમાં હુમલાના આરોપીઓમાંથી એક આરોપીએ એવું પણ કહ્યું કે ટાઈગર શ્રોફે 2022માં સલમાન ખાનને અસલી ટાઈગર કહ્યો તો લોરેન્સ બિશ્નોઈ ગેંગ ટાઈગરથી નારાજ હતી અને બદલો લેવા માંગતા હતા.
- આરોપીએ કહ્યું હતું કે, આ એ સમયની વાત છે જ્યારે ટાઈગર શ્રોફની હીરોપંતી 2 ફિલ્મ આવી હતી. ટાઈગરની આ ફિલ્મ ઈદ પર રિલીઝ થઈ રહી હતી. આમ જોઈએ તો સામાન્ય રીતે સલમાન ખાનની ફિલ્મો ઈદ પર રિલીઝ થતી હોય છે. ફિલ્મના પ્રમોશનની એક ઈવેન્ટ દરમિયાન ટાઈગરને જ્યારે ઈદ પર ફિલ્મ રિલીઝ કરવા અંગે પૂછવામાં આવ્યું તો ત્યારે તેણે કહ્યું હતું કે "આ ઈન્ડસ્ટ્રીમાં ફક્ત એક જ ટાઈગર છે અને તે છે સલમાન સર. તેમની સામે હું એક બિલાડી છું. હુ સિમ્બા છું, એક ટાઈગરનું બચ્ચું."
- અત્રે જણાવવાનું કે ટાઈગર શ્રોફે આ વાત સલમાન ખાનની ફિલ્મ એક થા ટાઈગર અને આ ફિલ્મ સાથે જોડાયેલી સિક્વલને ધ્યાનમાં રાખીને કહી હતી. તે સમયે ટાઈગરનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો.
કોટા પોલીસે પકડ્યા હતા આરોપીઓને
પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ આરોપી બાઈકથી જ મુંબઈથી નીકળવાના હતા. બાદમાં તેમણે અંધેરી પોતાની બાઈક છોડી દીધી અને બોરીવલીથી કેબ લઈને સુરત ગયા હતા. સુરતથી બસ પકડવાની યોજના ઘડી હતી. પરંતુ બસમાં વાર લાગતા તેમણે જયપુરવાળી ગાડી પકડી હતી. મુંબઈ પોલીસની સૂચના પર કોટા પોલીસે ટ્રેનમાં ત્રણેય શૂટર્સને હુમલાના બીજા દિવસે એટલે કે 19 તારીખે પકડ્યા હતા.
કોલથી મળ્યો ક્લુ?
- ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ આરોપી પોતાના હેન્ડલર્સ સાથે ઈન્ટરનેટ દ્વારા વોઈસ કોલ પર વાત કરતા હતા.
- આવા કોલ સામાન્ય મોબાઈલ કોલ રેકોર્ડમાં નોંધાતા નથી આથી પોલીસ માટે તેમની વાતચીત અંગે જાણકારી મેળવવી મુશ્કેલ હતું.
- જો કે આરોપીઓએ બોરીવલીથી સુરત લઈ જનારા કેબ ડ્રાઈવરને સામાન્ય મોબાઈલ કોલ કર્યો હતો . આ કોલથી પોલીસને આરોપીઓ સુરત પહોંચ્યા હોવાનું ખબર પડી.
- તપાસ દરમિયાન પોલીસને એ રેલવે સ્ટેશનની પણ ખબર પડી જ્યાંથી આરોપીઓ જયપુર જનારી ટ્રેનમાં સવાર થવાના હતા.
શૂટર્સનો હેન્ડલર કોણ?
- સીસીટીવી ફૂટેજમાં પણ શૂટર રેહાન ફોન પર વાત કરતો જોવા મળ્યો હતો.
- તપાસ દરમિયાન પોલીસને શક ગયો કે આરોપી ઈન્ટરનેટ દ્વારા વોઈસ કોલ કરતો હતો.
- ધરપકડ બાદ પોલીસને તેની વાતચીત અંગે કેટલાક પુરાવા મળ્યા પરંતુ તે કઈ કોમ્યુનિકેશન એપનો ઉપયોગ કરતા હતા તેની સત્તાવાર રીતે પુષ્ટી થઈ નથી.