• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /Maatrubhumi Trailer: સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિનું ટ્રેલર રિલીઝ, 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

Maatrubhumi Trailer: સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિનું ટ્રેલર રિલીઝ, 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

Maatrubhumi Trailer: સલમાન ખાનની આગામી ફિલ્મ માતૃભૂમિનું ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. ઘણા સમયથી આ ફિલ્મની ચર્ચાઓ થઈ રહી હતી. ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં સલમાન ખાન અને ચિત્રાંગદા સિંહ છે.

Written ByKrupa Shah
Published: Nov 11, 2026, 01:08 PM IST|Updated: Nov 11, 2026, 01:12 PM IST
joinshare
Maatrubhumi Trailer: સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિનું ટ્રેલર રિલીઝ, 4 ડિસેમ્બરે સિનેમાઘરોમાં થશે રિલીઝ

About the Author

Krupa Shah

Krupa Shah

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Maatrubhumi Trailer: છેલ્લા ઘણા સમયથી સલમાન ખાનની જે ફિલ્મની ચર્ચા થઈ રહી હતી તે માતૃભૂમિ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. માતૃભૂમિ ફિલ્મ 4 ડિસેમ્બર સિનેમા ઘરોમાં રિલીઝ થશે. સલમાન ખાનની આ ફિલ્મ ભારત ચીન સંઘર્ષની પુષ્ટભૂમિ પર બનેલી વોર ફિલ્મ છે. ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ દમદાર હશે.

સલમાન ખાનની માતૃભૂમિ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયાએ કર્યું છે. આ ફિલ્મમાં દેશના સૈનિકોના સાહસ, સંઘર્ષ અને યુદ્ધની સ્થિતિ દેખાડવામાં આવી છે. સાથે જ દેખાડવામાં આવ્યું છે કે યુદ્ધના કારણે સૈનિકો અને તેના પરિવારના લોકો પર કેવી અસર થાય છે. ફિલ્મમાં બે દેશ વચ્ચેના સંઘર્ષની સાથે સૈનિકોના પરિવારની ભાવના અને તેમના પારિવારિક જીવનને પણ દેખાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: મુંબઈ પોલીસ એ બોલીવુડ સ્ટાર્સને કર્યા એલર્ટ, જાહેર જગ્યાએ ભીડમાં ન જવાની આપી સલાહ, જાણો કારણ

માતૃભૂમિ ફિલ્મ ભારત અને ચીન વચ્ચે થયેલા સંઘર્ષ પર આધારિત છે. ફિલ્મના ટ્રેલરમાં પણ બંને દેશના સૈનિકો વચ્ચે થતી લડાઈ દેખાડવામાં આવી છે. ફિલ્મમાં ફક્ત ભારતના નહીં પરંતુ બંને તરફના સૈનિકોને કેવી સમસ્યાનો સામનો કરવો પડે છે અને કેવો સંઘર્ષ સહન કરવો પડે છે તે દેખાડવામાં આવ્યું છે.

ફિલ્મના ટ્રેલરમાં સૈનિકો જે બલિદાન આપે છે તે દેખાડવામાં આવ્યું છે. યુદ્ધની અસર તેમના પર અને તેના પરિવાર પર કેવી પડે છે તેની ઝલક પણ દેખાડવામાં આવી છે. માતૃભૂમિ ફિલ્મનું ટ્રેલર સાડા ચાર મિનિટ નું છે. જેમાં શાનદાર લોકેશન, દમદાર મ્યુઝિક અને જોરદાર એક્શન સીકવન્સ જોવા મળે છે.

આ પણ વાંચો: Sonia Gandhi: સોનિયા ગાંધીની બુકમાં બચ્ચન પરિવાર સાથેના સંબંધોનો ઉલ્લેખ, અમિતાભ બચ્ચન સાથેની પહેલી મુલાકાત વિશે પણ જણાવ્યું

સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિનું ટ્રેલર રિલીઝ થાય તે પહેલા તેના કેટલાક ગીત પણ રિલીઝ કરવામાં આવ્યા હતા. જોકે માતૃભૂમિ ફિલ્મને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી હતી જેનું ખંડન તાજેતરમાં જ સલમાન ખાને કરી દીધું છે. ફિલ્મને લઈને ચર્ચાઓ હતી કે માતૃભૂમિ ફિલ્મમાં સરકાર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો છે અને તેની સ્ક્રિપ્ટ પણ બદલવામાં આવી છે પરંતુ સલમાન ખાને સ્પષ્ટતા કરી દીધી છે કે આ ફિલ્મમાં કોઈ જ પ્રકારના ફેરફાર થયા નથી અને સરકાર દ્વારા પણ કોઈ હસ્તક્ષેપ થયો નથી.

 

સલમાન ખાનની ફિલ્મ માતૃભૂમિ 4 ડિસેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. જોકે આ પહેલા પણ માતૃભૂમિ ફિલ્મની રિલીઝ ડેટ ટળી ચૂકી છે. પરંતુ આ વખતે લાગે છે કે 4 ડિસેમ્બરે ફિલ્મ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ જશે. માતૃભૂમિ ફિલ્મની સાથે 4 ડિસેમ્બરે શ્રદ્ધા કપૂરની ફિલ્મ ઈઠા પણ રિલીઝ થવાની છે. બોક્સ ઓફિસ પર શ્રદ્ધા કપૂર અને સલમાન ખાનની ફિલ્મો વચ્ચે ટક્કર જોવા મળશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:
bollywood news