Ranbir Kapoor: રણબીર કપૂરની જીભ લપસી, દશેરાની ઈવેન્ટમાં કરેલી વાત માટે ટ્રોલ થયા બાદ માફી માંગી
Ranbir Kapoor Dussehra Speech: રામાયણ ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલી રહ્યું છે. ફિલ્મની ટિકિટનું એડવાન્સ બુકિંગ પણ શરુ થઈ ચુક્યું છે. તેવામાં દશેરા પર સ્પીચ આપતી વખતે રણબીર સિંહની જીભ લપસી હતી. આ મુદ્દે રણબીર ટ્રોલ થયો અને તેણે જાહેરમાં માફી માંગવી પડી.
Ranbir Kapoor Dussehra Speech: રામાયણ ફિલ્મમાં રામનું પાત્ર ભજવનાર રણવીર કપૂરે એક ઈવેન્ટ દરમિયાન એવી વાત કરી નાખી જેના કારણે તેને ટ્રોલ થવું પડ્યું. રણબીર કપૂરને માફી પણ માંગવી પડી છે. રણબીર કપૂર એ પોતે સ્વીકાર્યું કે ઇવેન્ટ દરમિયાન તેની જીભ લપસી ગઈ તેના કારણે તે માફી માંગે છે. દશેરાની ઇવેન્ટમાં શું થયું અને રણવીર કપૂર એવું તો શું કહ્યું હતું કે તે ટ્રોલ થવા લાગ્યો ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવ્યા.
દશેરાના દિવસનું રણબીર કપૂરનું ભાષણ
દશેરાના દિવસે કલકત્તાના સોલ્ટ લેક સેન્ટ્રલ પાર્કમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન રણબીર કપૂર લોકોને સંબોધન કરી રહ્યો હતો તે દરમિયાન તેને ભૂલમાં એવું કહી દીધું કે અંત તો હંમેશા સચ્ચાઈ અને અચ્છાઈનો જ થાય છે. સચ્ચાઈ અને અચ્છાઈનો અંત થાય છે તેવા શબ્દોનો પ્રયોગ કરવા બદલ રણબીર કપૂર સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો. આ મામલે તેને ચેન્નઈમાં યોજાયેલી એક ઇવેન્ટ દરમિયાન જાહેરમાં માફી માંગી હતી અને પોતાની ભૂલ સ્વીકારી હતી.
રણબીર કપૂર એ માફી માંગી
દશેરા પછી ચેન્નઈમાં રામાયણ ફિલ્મના ઓડિયો લોન્ચ કાર્યક્રમ દરમિયાન એક્ટરે પોતાની વાત સ્પષ્ટ કરી અને લોકોની માફી માંગી હતી. રણબીર કપૂર એ કહ્યું કે કલકત્તાની દશેરા ઇવેન્ટમાં તેની ભૂલ થઈ ગઈ હતી. જેના માટે તે માફી માંગે છે. રણબીર કપૂર એ કહ્યું કે દશેરાના કાર્યક્રમ દરમિયાન તેને જ્યારે બોલવાનો મોકો મળ્યો ત્યારે વાત કરતી વખતે તેની જીભ લપસી ગઈ હતી. તે કહેવા માંગતો હતો કે બુરાઈ શક્તિશાળી હોય તો પણ છેલ્લે જીતતો સત્યની જ થાય છે. પરંતુ તેણે જીતને બદલે અંત શબ્દ વાપરી દીધો.
રણબીર કપૂર એ આ તકે તેની ફિલ્મ રોકસ્ટારના ગીત ને યાદ કર્યું અને કહ્યું કે જે પણ તે કહેવા માંગે છે તે તેના શબ્દોના કારણે બરબાદ થાય છે. દશેરાની ઇવેન્ટમાં તેણે ભૂલથી બોલેલા વાક્ય માટે તે માફી માંગે છે. આ ઇવેન્ટ દરમિયાન નમિત મલ્હોત્રા, ડાયરેક્ટર નીતિશ તિવારી અને એક્ટર રવિ દુબે પણ હાજર હતા.
મહત્વપૂર્ણ છે કે 5 નવેમ્બરે દુનિયાભરમાં રામાયણ ફિલ્મ રિલીઝ થવાની છે. રણબીર કપૂર ભગવાન રામનું પાત્ર ભજવે છે. આવા સમયે દશેરાની ઇવેન્ટ દરમિયાન તેણે કરેલી વાતને લઈને તે ટ્રોલ થયો. આ વાત વધે નહીં અને લોકોની નારાજગી ફિલ્મ સામે ઉતરે નહીં તે માટે તેણે જાહેરમાં માફી પણ માંગી લીધી. મહત્વપૂર્ણ છે કે રણબીર કપૂર સિવાય રામાયણ ફિલ્મોમાં સાંઈ પલ્લવ, યશ, સની દેઓલ, રવિ દુબે સહિતના કલાકારો જોવા મળશે
નિતીશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ રામાયણનું બજેટ 4000 કરોડ રૂપિયાનું છે. આ ફિલ્મ 2 પાર્ટમાં રિલીઝ થવાની છે.. ભારત સહિત દુનિયાભરમાં આ ફિલ્મનો પહેલો પાર્ટ 5 નવેમ્બર રિલીઝ થશે. જ્યારે બીજો પાર્ટ દિવાળી 2027 પર જોવા મળશે. રામાયણ ફિલ્મ ભારતમાં હિન્દી સહિત તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.