SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ramayana: રામાયણ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન 2 દિવસમાં 150 કરોડને પાર

Ramayana Box Office Collection: 5 નવેમ્બર એ રિલીઝ થયેલી રામાયણ ફિલ્મની કમાણી 2 દિવસમાં 100 કરોડને પાર થઈ ગઈ છે. ધનતેરસના દિવસ એ ફિલ્મના બોક્સ ઓફિસ કલેકશનમાં ઉછાળો નોંધાયો હતો.

Written By Krupa Shah
Published: Nov 07, 2026, 11:48 AM IST | Updated: Nov 07, 2026, 11:50 AM IST
Join

Ramayana Box Office Collection: નમિત મલ્હોત્રાની ફિલ્મ રામાયણ રિલીઝ થઈ તેના બે દિવસ થઈ ગયા છે અને બે દિવસમાં જ રામાયણ ફિલ્મની બોક્સ ઓફિસ કમાણી 100 કરોડથી વધી ગઈ છે. રણબીર કપૂર, યશ અને સાંઈ પલ્લવી સ્ટારર આ ફિલ્મ લોકોને પસંદ પડી છે. રામાયણ ફિલ્મ 5 નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ હતી. બે દિવસના અંતે ફિલ્મની કમાણી 155 કરોડ થઈ હોવાનું જાણવા મળેલ છે.

આ પણ વાંચો : OTT Release: જેલર 2 થી રાણાબલી ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ કંફર્મ, ચેક કરી લો ક્યાં અને ક્યારે જોઈ શકશો ફિલ્મ

રામાયણ ફિલ્મને લઈને મોટાભાગે દર્શકો પોઝિટિવ રીવ્યુ આપી રહ્યા છે. જેની અસર બોક્સ ઓફિસ કલેક્શન પર પણ જોવા મળી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની શરૂઆત પણ સારી રહી હતી. રામાયણ ફિલ્મની પહેલા દિવસની કમાણી 64.85 કરોડ રૂપિયા હતી જ્યારે ભારતમાં ગ્રોસ ઈનકમ 77 કરોડથી વધારેની હતી. પહેલા દિવસે દુનિયાભરમાં આ ફિલ્મની કમાણી 127 કરોડથી વધારેની થઈ ગઈ હતી. જ્યારે બીજા દિવસના અંતે ફિલ્મની કમાણી 155 કરોડને પાર થઈ ચૂકી છે.

ધનતેરસના દિવસે એટલે કે ફિલ્મ રિલીઝ થઈ તેના બીજા દિવસે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં પહેલા દિવસની સરખામણીમાં થોડો ઘટાડો નોંધાયો હતો તેમ છતાં ફિલ્મનું ગ્રોસ કલેક્શન દુનિયાભરમાં 155 કરોડ જેટલું થયું છે. આમ તો દિવાળી વીક ફિલ્મ રિલીઝ માટે મુશ્કેલ ગણાય છે કારણ કે આ સમયે લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત હોય છે તેવામાં બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ફિલ્મોને સારો પ્રતિસાદ મળતો નથી. આ દ્રષ્ટિએ જોવા જઈએ તો રામાયણને બે દિવસમાં લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મની કમાણી બે દિવસમાં જ 155 કરોડની થઈ ગઈ છે.

આ પણ વાંચો : Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર

દિવાળી સમયે બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે. ધનતેરસના એક દિવસ અગાઉ સિનેમા ઘરોમાં રામાયણ ફિલ્મ રિલીઝ થઈ અને બે દિવસમાં ફિલ્મને શાનદાર ઓપનિંગ મળ્યું. એક્સપોર્ટનું અનુમાન છે કે ફિલ્મને દિવાળી પછી વધારે સારો રિસ્પોન્સ મળી શકે છે.

રામાયણ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા છે અને ફિલ્મનું ડાયરેક્શન નીતિશ તિવારીએ કર્યું છે. આ ફિલ્મનો પહેલો ભાગ 5 નવેમ્બરે ભારત સહિત દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવ્યો. પહેલા પાર્ટમાં રણબીર કપૂર, સાંઈ પલ્લવી, યશ, રવિ દુબે, અરુણ ગોહિલ, લારા દત્તા, રકુલ પ્રીત સિંહ, કાજલ અગ્રાવત સહિતના કલાકારોની દમદાર એક્ટિંગ જોવા મળી. સૌથી વધારે વખાણ લોકોએ રાવણ તરીકે યશના અને રામ તરીકે રણવીર કપૂરના કર્યા છે. સીતાના પાત્રમાં સાંઈ પલ્લવીના પણ વખાણ થઈ રહ્યા છે. હાલ તો ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે જોવાનું રહ્યું કે દિવાળી પછીનો સમય ફિલ્મ માટે કેવો સાબિત થશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES