રણબીર કપૂર, સાંઈ પલ્લવી અને યશ સ્ટારર રામાયણ ફિલ્મને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલર અને પોસ્ટર દમદાર લાગી રહ્યા છે. જેના કારણે ફિલ્મ જોવાની આતુરતા પણ વધી ચૂકી છે. 5 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. તે પહેલા 4 નવેમ્બરે ફિલ્મનું પેડ પ્રિવ્યુ રાખવામાં આવ્યો છે. 5 નવેમ્બર થી ફિલ્મ જોવા માટે જો એડવાન્સ ટિકિટ બુક કરાવવી હોય તો બુકિંગ શરૂ થઈ ચૂક્યું છે.
રામાયણ ફિલ્મનો ક્રેઝ દર્શકોમાં એટલો છે કે મુંબઈમાં મિરાજ સિનેમામાં રામાયણ માટે સવારે 6 વાગ્યે પહેલો શો રાખવામાં આવ્યો છે. જ્યારે છેલ્લો શો રાત્રે 12:00 વાગે હશે. સવારે 6 વાગ્યાથી શરૂ થઈ જશે અને રાત્રે 12:00 વાગ્યા સુધી ચાલશે. રામાયણ ફિલ્મની ટિકિટ પણ મોંઘી હોય તેવું જાણવા મળી રહ્યું છે. જાણવા મળતી માહિતી અનુસાર પ્રીમિયમ સિનેમા હોલમાં રામાયણ ફિલ્મની ટિકિટ 2600 થી 2700 રૂપિયાથી વધુની છે. ટિકિટના દર દરેક રાજ્ય અને સિનેમા ઘર અનુસાર વધારે કે ઓછા હોય શકે છે.
રામાયણ ફિલ્મને પશ્ચિમ બંગાળમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. દશેરાના અવસરે મુખ્યમંત્રી સુવેંદુ અધિકારીએ આ અંગે જાહેરાત કરી હતી. સુવેંદુ અધિકારીએ જણાવ્યું હતું કે રામાયણ પાર્ટ 1 રાજ્યમાં ટેક્સ ફ્રી હશે. જો તમે પણ રામાયણ ફિલ્મ ફર્સ્ટ ડે કે પછી પહેલા વીકમાં જોવા માંગો છો તો એડવાન્સ ટિકિટ અત્યારથી જ બુક કરી લો.