Anirudh-Kavya Maran Wedding: જાણીતા સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર અને કાવ્યા મારનના લગ્ન છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં હતા. હવે તેમના લગ્ન થઈ ચુક્યા છે. 11 નવેમ્બરના રોજ અનિરુદ્ધ અને કાવ્યા પરિવારના સભ્યો અને નજીકના મિત્રોની હાજરીમાં ગ્રીસમાં લગ્નગ્રંથીથી જોડાયા.
સાઉથ સિનેમાના કંપોઝર અનિરુદ્ધ રવિચંદર અને સનરાઈઝ હૈદરાબાદની સીઈઓ કાવ્યા મારન એ ગ્રીસમાં મોડર્ન અંદાજમાં લગ્ન કર્યા છે. પારંપરિક રીત રિવાજો, મંત્રોચ્ચાર સાથે નહીં પણ મોડર્ન અંદાજમાં લગ્ન સંપન્ન થયા હોવાનું સામે આવ્યું છે. જો કે લગ્નમાં તેમણે કેટલીક ખાસ વિધિઓ કરી હતી. જેમકે અનિરુદ્ધએ કાવ્યાને મંગળસૂત્ર પહેરાવ્યું હતું. લગ્નમાં અનિરુદ્ધ સાથે સુપરસ્ટાર રજનીકાંત સતત હાજર જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે રજનીકાંત અનિરુદ્ધના મામા છે.
અનિરુદ્ધ અને કાવ્યાના લગ્નમાં સુપરસ્ટાર રજનીકાંત સહિત દેશની જાણીતી હસ્તીઓ જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ ભવ્ય લગ્નના ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા રજનીકાંતના વીડિયોની થઈ રહી છે. સુપરસ્ટાર રજનીકાંત પોતાના ભાણેજ અનિરુદ્ધના લગ્નમાં મનમુકીને ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
ગ્રીસમાં થયેલા લગ્નમાં સિનેમા, રાજકારણ, બિઝનેસ જગતની મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. લગ્નમાં રજનીકાંત તેની પત્ની અને દીકરી ઐશ્વર્યા સાથે પહોંચ્યા હતા. જ્યારે લગ્નમાં તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન તેમની પત્ની સાથે પહોંચ્યા હતા.
જાણવા મળતી માહિતી અનુસાર પરિવાર અને મિત્રોની હાજરીમાં ગ્રીમાં થયેલા લગ્ન પછી કપલ ભારત આવશે અને ચેન્નઈમાં અનિરુદ્ધ અને કાવ્યાના લગ્ન પછી ભવ્ય રિસેપ્શન રાખવામાં આવશે. અનુમાન છે કે આ રિસેપ્શન 21 નવેમ્બર ના રોજ યોજાશે. ચેન્નઈમાં યોજાનાર રિસેપ્શનમાં ફિલ્મ જગતની હસ્તીઓ, રાજકારણીઓ, બિઝનેસ ટાયકૂન, સ્પોર્સ્ટ પર્સનાલિટી અને દેશની મોટી હસ્તીઓ સામેલ થશે તેવું અનુમાન છે.