OTT Releases: ઓટીટી લવર્સ માટે આ વીકેન્ડ છે ખાસ, અલગ અલગ જોનરની 5 ફિલ્મો થઈ ગઈ સ્ટ્રીમ
OTT Releases This Week: ઓક્ટોબર મહિનાનું આ વીકેન્ડ ઓટીટી લવર્સ માટે ખાસ છે. આ વીકેન્ડમાં જોવા માટે ઓટીટી પર નવી ફિલ્મો અને સીરીઝ રિલીઝ થઈ ચુકી છે. નેટફ્લિક્સથી લઈ Zee5 સુધીના ઓટીટી પ્લેટફોર્મ પર શું છે જોવા જેવું ચેક કરી લો.
OTT Releases This Week: ઓક્ટોબર મહિનાના આ વીકેન્ડમાં ઓટીટી પર એક એકથી ચઢિયાતી ફિલ્મો અને સીરીઝ રિલીઝ થઈ ચુકી છે. આ વીકેન્ડમાં અલગ અલગ ઓટીટી પ્લેટફોર્મ પર અલગ અલગ જોનરની ફિલ્મો અને સીરીઝ જોવા મળશે. નેટફ્લિક્સથી લઈ ઝી5 પર શું નવું આવ્યું છે ચાલો તમને પણ જણાવી દઈએ.
ઘણા લોકો એવા હોય છે જેમને ફિલ્મો જોવી તો હોય છે પણ સિનેમાઘરમાં જઈને નહીં પરંતુ ઘરે બેસીને ફિલ્મો જોવી હોય છે. આવા લોકો માટે ઓટીટી પ્લેટફોર્મ્સ વરદાન છે. દરેક ફિલ્મ સિનેમાઘરમાં રિલીઝ થાય તેના થોડા સમય બાદ ઓટીટી પર સ્ટ્રીમ કરવામાં આવે છે. જેના કારણે ઘણા લોકો ફિલ્મ ઓટીટી પર રિલીઝ થાય ત્યારે જોવા માટે રાહ જોતા હોય છે.
આ પણ વાંચો: Sanjay Leela Bhansali: સેટ પર ઐશ્વર્યા સાથે સલમાનની હરકતથી ભડક્યા ભણસાલી, ગીત શૂટિંગ વચ્ચે ભાઈજાનને લગાવી હતી ફટકાર
આ વીકમાં પણ ઓટીટી પર નવી ફિલ્મો અને સીરીઝ સ્ટ્રીમ થઈ ચુકી છે. ઓક્ટોબર મહિનાના આ વીકમાં ઓટીટી પર કઈ ફિલ્મ અને સીરીઝ જોઈ શકાશે ચાલો તમને પણ જણાવીએ.
ગજબ રાત
નેટફ્લિક્સ પર આજથી મનોજ બાજપેયીની ફિલ્મ ગજબ રાત જોઈ શકાશે. આ ફિલ્મ એક પોલીસ અધિકારીની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં મુખ્ય ભુમિકામાં મનોજ બાજપેયી, નુસરત બરુચા, સાકિબ સલીમ, દિવ્યા દત્તા સહિતના કલાકારો છે.
સૂમો દીદી
23 ઓક્ટોબરથી ઝી5 પર સૂમો દીદી ફિલ્મ રિલીઝ થઈ છે. સૂમો દીદી ફિલ્મ ભારતની પહેલી મહિલા સૂમો પહેલવાન હેતલ દવેના જીવનથી પ્રેરિત છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક મહિલા સંઘર્ષનો સામનો કરીને, રુઢિવાદી વિચારોને તોડીને પોતાનું પહેલવાન બનવાનું સપનું પુરું કરે છે.
આ પણ વાંચો: Ranbir Kapoor: રણબીર કપૂરની જીભ લપસી, દશેરાની ઈવેન્ટમાં કરેલી વાત માટે ટ્રોલ થયા બાદ માફી માંગી
ધૂમકેતુ
નેટફ્લિક્સ પર આજથી ધૂમકેતુ ફિલ્મ પણ સ્ટ્રીમ થઈ છે. ધૂમકેતું મૂળ મલયાલમ ભાષાની ફિલ્મ છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર હિંદીમાં જોઈ શકો છો. ધૂમકેતૂ ફિલ્મ કોમેડી, સસ્પેન્સ અને ટાઈમ લૂપનું જબરદસ્ત કોમ્બીનેશન દર્શાવતી ફિલ્મ છે.
ડોરોથી
નેટફ્લિક્સ પર આજેથી ડોરોથી નામની ફિલ્મ સ્ટ્રીમ થઈ છે. આ ફિલ્મ મૂળ તમિલ ભાષાની ફિલ્મ છે. ઓટીટી પર આ ફિલ્મ હિંદીમાં પણ ઉપલબ્ધ છે. આ ફિલ્મ 2 મિત્રોની લાઈફની સ્ટોરી દર્શાવે છે. જેમના સંબંધ પર જાતિગત ભેદભાવ, અસમાનતા, હિંસાની અસર થાય છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે સમાજના ભેદભાવ કેવી રીતે સંબંધો પર અસર કરે છે.
ચાર યાર
ચાર યાદ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ છે. સ્ટોરી 4 મિત્રોની છે જે મધ્યવર્ગી પરિવારમાંથી આવે છે. લાઈફમાં આગળ વધવાની ઈચ્છામાં તેઓ એક ખોટો નિર્ણય કરે છે અને ગુનાની દુનિયામાં ધકેલાઈ જાય છે. ક્રાઈમ ડ્રામા પસંદ કરતાં લોકો માટે આ મસ્ટ વોચ છે. ચાર યારમાં તમને ઈમોશન, ક્રાઈમ, ડ્રામા બધું જ જોવા મળશે.