• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /OTT Must Watch: 5 ફિલ્મો અને સીરીઝ જેના દરેક સીનમાં છે સસ્પેન્સ, દરેક ટ્વિસ્ટ પર ચોંકી જશો, ઓટીટી પર જુઓ આ ધમાકેદાર થ્રિલર્સ

OTT Must Watch: 5 ફિલ્મો અને સીરીઝ જેના દરેક સીનમાં છે સસ્પેન્સ, દરેક ટ્વિસ્ટ પર ચોંકી જશો, ઓટીટી પર જુઓ આ ધમાકેદાર થ્રિલર્સ

OTT Must Watch Crime Thrillers: બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 3 નો જાદુ છવાયેલો છે. જો તમે આ વીકેન્ડમાં દ્રશ્યમ 3 જોવા નથી જવાના તો ઘરે બેસીને દ્રશ્મય જેવી જ સસ્પેન્સ અને થ્રિલથી ભરપુર આ 5 ફિલ્મો અને વેબ સીરીઝમાંથી કોઈ એક જુઓ. તમને આ થ્રિલર્સ જોઈને મજા પડી જશે.

Written ByKrupa Shah
Published: Oct 03, 2026, 03:03 PM IST|Updated: Oct 03, 2026, 03:07 PM IST
joinshare
OTT Must Watch: 5 ફિલ્મો અને સીરીઝ જેના દરેક સીનમાં છે સસ્પેન્સ, દરેક ટ્વિસ્ટ પર ચોંકી જશો, ઓટીટી પર જુઓ આ ધમાકેદાર થ્રિલર્સ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    Cleaning Hacks: બાથરુમના અરીસા પર થયેલા સફેદ ડાઘ કાઢવાનો અચૂક ઉપાય, આ રીતે 5 મિનિટમાં બધા ડાઘ નીકળી જશે

    Cleaning Hacks: બાથરુમના અરીસા પર થયેલા સફેદ ડાઘ કાઢવાનો અચૂક ઉપાય, આ રીતે 5 મિનિટમાં બધા ડાઘ નીકળી જશે

    2

    Surya Gochar 2026 : સૂર્ય, બુધ અને શુક્રની યુતિ, આ ૩ રાશિના જાતકો પર થશે રૂપિયાનો વરસાદ!

    3

    Relationship Tips: બોયફ્રેન્ડને પતિ બનાવતા પહેલા આ રીતે કરો તેની રિયાલિટી ચેક, નહીં તો લગ્ન પછી રડવાનો વારો આવશે

    4

    Gold Silver Rate: શું દિવાળી સુધી 1.80 લાખે પહોંચશે સોનાનો ભાવ? જાણો શું છે આજનો રેટ્સ

    5

    OTT Must Watch: 5 ફિલ્મો અને સીરીઝ જેના દરેક સીનમાં છે સસ્પેન્સ, દરેક ટ્વિસ્ટ પર ચોંકી જશો, ઓટીટી પર જુઓ આ ધમાકેદાર થ્રિલર્સ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    OTT Must Watch Crime Thrillers:  જો તમે આ વિકેન્ડમાં દ્રશ્યમ 3 જોવા જવાના મૂડમાં નથી પણ તમને ઘરે બેઠા દ્રશ્યમ જેવી જ સસ્પેન્સ થ્રિલર ફિલ્મો કે વેબ સિરીઝ જોવાની ઈચ્છા છે તો તમે ઓટીટી પ્લેટફોર્મ પર આ 5 માંથી કોઈ એક સિરીઝ કે ફિલ્મ જોઈ લો. અહીં 5 એવી ફિલ્મો અને વેબ સીરીઝ વિશે જાણકારી આપવામાં આવી છે જે દ્રશ્યમ જેવા જ ટ્વિસ્ટ એન્ડ ટર્નથી ભરપૂર છે. આ ફિલ્મ કે સીરીઝ શરૂ થશે ત્યાંથી પણ પૂરી થશે ત્યાં સુધી આ ફિલ્મ તમારા મગજ સાથે પણ ગેમ્સ રમશે. ફિલ્મ અને વેબ સિરીઝ ના ટ્વીસ્ટ તમારા મગજને પણ હલબલ લાવી દેશે. અને એન્ડમાં જે સત્ય સામે આવશે તેના વિશે તો તમે વિચાર્યું પણ નહીં હોય.

    ક્રિમિનલ જસ્ટિસ

    Jio hotstar ની આ વેબ સીરીઝ મસ્ટ વોચ છે. ક્રિમિનલ જસ્ટિસ વેબ સિરીઝની અલગ અલગ સીઝન અત્યાર સુધીમાં આવી ચૂકી છે. આ વેબ સીરીઝની પહેલી સિઝન તમે જોશો ત્યારપછી એક પછી એક બધી જ સીઝન જોવા માટે મજબૂર થઈ જશો. ક્રિમિનલ જસ્ટિસમાં મુખ્ય ભૂમિકામાં પંકજ ત્રિપાઠી છે. પંકજ ત્રિપાઠી એક વકીલ હોય છે અને દરેક સિઝનમાં તેની પાસે અટપટા મર્ડર કેસ આવે છે. આ કેસને બુદ્ધિ પંકજ ત્રિપાઠી કેવી રીતે સોલ્વ કરે છે અને સાચા ગુનેગાર સુધી પહોંચે છે તે જોવું મજેદાર છે.

    અંધાધુંધ

    Jio hotstar પર જ આયુષ્માન ખુરાનાની ફિલ્મ અંધાધુંધ છે. જો તમને સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર જોવાનો શોખ છે તો આ ફિલ્મ એકવાર ખાસ જુઓ. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે દ્રશ્યમ ફેમ તબ્બુ પણ જોવા મળશે. આ ફિલ્મની શરૂઆતમાં આયુષ્માન ખુરાના આંધળો હોવાનું નાટક કરે છે પરંતુ અંતમાં તબ્બુ તેને ખરેખર આંધળો કરી નાખે છે. આ ફિલ્મમાં તબ્બુ એક ખતરનાક વિલનની ભૂમિકા ભજવી છે.

    પાપનાસમ

    દ્રશ્યમ ફ્રેન્ચાઇઝીનું એક તમિલ વર્ઝન પણ છે. તમિલ વર્ઝનમાં કમલ હસન મુખ્ય ભૂમિકામાં છે. હિન્દી દ્રશ્યમ અને કમલ હસનની પાપનાશમ ની સ્ટોરી એક જેવી છે પરંતુ ફિલ્મનું પ્રેઝન્ટેશન ખૂબ જ અલગ છે. જો તમને અજય દેવગનની હિન્દી દ્રશ્યમ ગમી છે તો તેનું તમિલ વર્ઝન પાપનાસમ ખાસ જુઓ. કમલ હસનની પાપના સમ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર જોઈ શકશો.

    મિથ્યા

    ઝી5 ની આ ફિલ્મ પણ જોવા જેવી છે. જેમાં મુખ્ય ભૂમિકામાં હુમા કુરેશી છે. શરૂઆતમાં આ ફિલ્મ તમને સામાન્ય લાગશે પરંતુ ફિલ્મમાં ખતરનાક ટ્વિસ્ટ શરૂ થશે. વાત એક મર્ડર સુધી પહોંચી જશે. ત્યાર પછી એક પછી એક ફેમિલી સિક્રેટ ખુલે છે. ફિલ્મમાં જેમ જેમ આગળ વધે છે તેમ બે સભ્ય સ્ત્રીઓ એકબીજાને મારી નાખવા માટે બધી જ નૈતિકતા છોડી દેવા તૈયાર થઈ ગઈ હોય છે.

    સેક્શન સેવન 375

    અક્ષય ખન્ના અને રુચા ચઢ્ઢાની સેક્શન 375 પણ જોવા જેવી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છે.. આ ફિલ્મમાં પણ એક કોર્ટ રૂમ ડ્રામા છે. જેમાં બોલીવુડના ડાયરેક્ટર અને કોસ્ચ્યુમ ડિઝાઈનર પર એક યુવતી પર બળજબરીનો આરોપ લાગે છે. ત્યાર પછી કોર્ટ તેને 10 વર્ષની સજા સંભળાવે છે. આ સજાની વિરુદ્ધમાં બોલીવુડ ડાયરેક્ટર હાઇકોર્ટમાં અરજી કરે છે. ત્યાર પછી અસલી ખેલ શરૂ થાય છે. જેમ જેમ કોર્ટ રૂમ ડ્રામા આગળ વધે છે તેમ ખોટી સ્ટોરી પાછળ છુપાયેલું સત્ય સામે આવે છે.
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news