SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

પાકિસ્તાની વેબ સીરીઝને લઈ સરકારનો નેટફ્લિક્સને આદેશ, ભારતમાં નહીં થાય રિલીઝ

પાકિસ્તાની વેબ સીરીઝ ભારતમાં રિલીઝ થવાને લઈને ચાલતા વિવાદનો અંત આવી ગયો છે. સરકારે નેટફ્લિક્સને આદેશ કરી દીધો છે કે કોઈપણ પાકિસ્તાની વેબ સીરીઝ ભારતમાં રિલીઝ નહીં થાય.

Written By Krupa Shah
Published: Nov 26, 2026, 14:48 IST | Updated: Nov 26, 2026, 14:50 IST
Join

પાકિસ્તાનની વેબ સિરીઝ જો બચે હે સંગ સમેટ લો ને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિવાદ થઈ રહ્યો છે. આ વેબ સીરીઝ નેટફ્લિક્સની પહેલી પાકિસ્તાની વેબ સીરીઝ છે. આ સિરીઝ ભારતમાં રિલીઝ થવાની વાત સામે આવતા જ લઈને ભારે વિવાદ થઈ રહ્યો હતો. હવે આ અંગે જાણકારી સામે આવી છે કે સૂચના એવં પ્રસારણ મંત્રાલયે નેટફ્લિક્સ ને જણાવી દીધું છે કે પાકિસ્તાનમાં બનેલી વેબ સિરીઝ ભારતમાં પ્રસારિત નહીં થાય.

પાકિસ્તાની વેબ સિરીઝને લઈને સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર પાકિસ્તાનની વેબસરીઝ ભારતમાં રિલીઝ નહીં થાય. તેના માટે મંત્રાલયે નેટ ફિક્સને 8 મે 2025 થી લાગુ થયેલા નિયમનું પાલન કરવા નું જણાવ્યું છે. આ નિયમ અંતર્ગત ને કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાનમાં તૈયાર થયેલી કોઈપણ સામગ્રી ભારતમાં રિલીઝ નહીં કરવામાં આવે. ગયા વર્ષે જૂન મહિનામાં પણ નેટફ્લિક્સે મંત્રાલયને સૂચિત કર્યું હતું કે તે પાકિસ્તાનમાં બનેલી કોઈપણ ફિલ્મ કે વેબ સિરીઝ ભારતમાં રિલીઝ નહીં કરે.

આ વખતે જ્યારે પાકિસ્તાનની વેબ સિરીઝ જો બચે હે સંગ સમેટ લો રિલીઝ થવાની વાત આવી ત્યારે મંત્રાલયે નેટફ્લિક્સને ગયા વર્ષેની સૂચના યાદ આપી હતી તેના પર કાયમ રહેવાનો આદેશ કરી દીધો છે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની વેબ સીરીઝ અને ફિલ્મોને લઈને ભારતનો નિર્ણય યથાવત છે. એટલે નવી પાકિસ્તાની વેબ સિરીઝમાં ભારતમાં રિલીઝ નહીં થાય.

મહત્વનું છે કે નેટફ્લિક્સ તરફથી આ વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું હતું અને તેમાં વેબ સીરીઝની રિલીઝ ડેટ 4 ડિસેમ્બર જાહેર કરી દેવામાં આવી હતી. આ ટ્રેલર અને રિલીઝ ડેટ જાહેર થયા પછી લોકોમાં આ વેબ સિરીઝને ભારતમાં બેન કરવાની માંગ ઉઠી હતી. જેના પર હવે કેન્દ્ર સરકારનું રિએક્શન સામે આવી ગયું છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES