મુંબઈ પોલીસ એ બોલીવુડ સ્ટાર્સને કર્યા એલર્ટ, જાહેર જગ્યાએ ભીડમાં ન જવાની આપી સલાહ, જાણો કારણ
Mumbai Police Alert: બોલીવુડ સ્ટાર્સને મુંબઈ પોલીસ એ એલર્ટ કર્યા છે. પોલીસ દ્વારા તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ જાહેર જગ્યાએ જવાનું ટાળે, ભીડ વચ્ચે સેલ્ફી લેવાનું પણ થોડો સમય અવોઈડ કરે. આવું શા માટે કહેવામાં આવ્યું છે તેનું કારણ પણ સામે આવ્યું છે.
Mumbai Police Alert: બોલીવુડ એક્ટર ટાઈગર શ્રોફ પર થયેલા ફાયરિંગની ઘટના પછી મુંબઈ પોલીસ આ મામલે એક પછી એક આરોપીઓની ધરપકડ કરી રહી છે. મુંબઈ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 13 લોકોની ધરપકડ કરી છે. આ તપાસ દરમિયાન મુંબઈ પોલીસે બોલિવૂડના એક્ટર્સને પણ એલર્ટ કર્યા છે. મુંબઈ પોલીસે બોલીવુડ સ્ટાર્સને જાહેર જગ્યાએ, ભીડ વચ્ચે ન જવાની સલાહ આપી છે.
જાણવા મળતી માહિતી અનુસાર ટાઇગર શ્રોફ પર થયેલા હુમલા પછી મુંબઈ પોલીસ એલર્ટ મોડમાં છે અને આ મામલે તપાસ નો ધમધમાટ પણ ચાલી રહ્યો છે. આ તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું છે કે ટાઈગર શ્રોફ સિવાય બોલીવુડના અન્ય કેટલાક કલાકારોના ઘરની પણ રેકી કરવામાં આવી હતી. આ પ્રકારની જાણકારી સામે આવ્યા પછી મુંબઈ પોલીસે બોલીવુડ સ્ટાર્સને સુરક્ષા સંબંધી ચેતવણી આપી છે. મુંબઈ પોલીસે બોલિવૂડના કલાકારોને સલાહ આપી છે કે તેઓ ભીડ વાળી જગ્યાએ જવાનું ટાળે અને લોકો સાથે સેલ્ફી લેવાથી પણ બચે.
આ પણ વાંચો: Vihaan Kaushal: કૈટરીના-વિકીએ 1 વર્ષ બાદ દેખાડ્યો દીકરાનો ચહેરો, દિવાળીના દિવસે શેર કર્યો પહેલો ફોટો
મુંબઈ પોલીસે બૉલીવુડના કલાકારો માટે જે ચેતવણી જાહેર કરી છે તેમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓ પરથી લાગે છે કે મુંબઈ પોલીસને કોઈ મહત્વપૂર્ણ જાણકારી મળી છે. પોલીસ દ્વારા જે ચેતવણી આપવામાં આવી છે તેમાં બોલીવુડ કલાકારોને કહેવામાં આવ્યું છે કે તેઓ ભીડભાળ વાળી જગ્યાએ જવાથી બચે, આ સિવાય જાહેર જગ્યાના આયોજનોમાં જવાનું પણ ટાળે. પોલીસે ત્યાં સુધી કહ્યું છે કે તેઓ જાહેર જગ્યાએ લોકોની ભીડ વચ્ચે જઈને સેલ્ફી લેવાનું પણ થોડો સમય ટાળે. હાલ તો મુંબઈ પોલીસે એવું કહ્યું છે કે આ ચેતવણી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આપવામાં આવી છે.
આ પણ વાંચો: Amitabh Bachchan: અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ, કેબીસીના શૂટિંગમાંથી લીધો બ્રેક
મહત્વનું છે કે ટાઈગર શ્રોફ પર થયેલા હુમલા પછી બોમ્બે હાઈકોર્ટમાં એક ધમકી ભર્યો ઇમેલ આવ્યો હતો જેમાં બોમ્બે હાઈકોર્ટ, બીએસઈ, વરલી રેસકોર્સ અને બોલીવુડ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા જલસા પર બોમ્બ ફેકવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી ભર્યા ઈમેલની તપાસ શરૂ કરવામાં આવી છે અને સાથે જ અમિતાભ બચ્ચન સહિતના બોલીવુડ કલાકારોને સતર્ક રહેવાની સલાહ પણ પોલીસે આપી છે.
ટાઈગર શ્રોફ પર 18 ઓક્ટોબરે મુંબઈના જુહુ વિસ્તારમાં ફાયરિંગ થયું હતું. આ મામલે થયેલી ધરપકડ અને તપાસ દરમિયાન પોલીસને એ વાતની જાણકારી મળી કે ટાઈગર શ્રોફના ચાહકો સોશિયલ મીડિયા પર તેના જે વિડીયો અને શેર કરતા હોય તેના દ્વારા આરોપીઓને એ વાતની ખબર પડી કે એક્ટર પાસે કયા સમયે પૂરતી સુરક્ષા નથી હોતી. આ વાત જાણ્યા પછી આરોપીઓએ ટાઈગર શ્રોફ ને નિશાન બનાવ્યો અને તેની કાર પર સાત રાઉન્ડ ફાયરિંગ કર્યું. શક્ય છે કે આ વાતને ધ્યાનમાં રાખીને જ પોલીસે બોલીવુડ એક્ટર્સને જાહેર જગ્યાએ જવાનું ટાળવાનું અને ભેળથી દૂર રહેવાનું કહ્યું હોય.