SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ગોવિંદા સાથે સંબંધ પર કોમલ રાનીનો ખુલાસો, લોકોએ હદમાં રહેવું, હવે અમે સાથે દેખાતા જ રહીશું...

Bollywood Controversy: છેલ્લા ઘણા સમયથી કોમલ રાની ગોવિંદા સાથેની ફિલ્મ અને સંબંધોને લઈને ચર્ચામાં છે. આ મામલે હવે કોમલ રાનીએ લોકોને ચેતવણી આપી દીધી છે અને કહી દીધું છે કે તે ગોવિંદા સાથે જોવા મળશે જ...

Written By Krupa Shah
Published: Oct 03, 2026, 07:55 AM IST | Updated: Oct 03, 2026, 08:29 AM IST
Join

Bollywood Controversy: એક સમય હતો જ્યારે બોલીવુડમાં ગોવિંદાનું નામ સુપરસ્ટાર તરીકે લેવાતું હતું. અને આજે એવો સમય આવી ગયો છે કે ગોવિંદાનું નામ તેની આગામી ફિલ્મ રૂપાની અભિનેત્રી સાથેના સંબંધોને લઈને ઉછળી રહ્યું છે. સુનિતા આહુજાએ પોતે કેમેરા સામે કરેલા ખુલાસા પછી ગોવિંદા અને કોમલના અફેરની ચર્ચાઓ સતત થઈ રહી છે. આ ચર્ચાઓથી કંટાળીને કોમલ એ પણ એક ખુલાસો કરી દીધો છે કોમલ એ તેના instagram પર એક સ્ટોરી શેર કરીને એક લાંબી પોસ્ટમાં જણાવી દીધું છે કે લોકો હદમાં રહે, તેનું નામ ઉછાળવાનું બંધ કરે અને સાથે જ તેણે એવું પણ કહી દીધું છે કે તે ગોવિંદા સાથે આગામી દિવસોમાં પણ જોવા મળશે જ...

શા માટે ભડકી કોમલ રાની ?

આમ તો આ વાત લાલબાગચા રાજા ના દર્શન સમયની છે. પરંતુ તાજેતરમાં જ અભિનેત્રી દિવ્યા ખોસલાએ તેના instagram એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરીને કોમલ રાની ને આડે હાથ લીધી હતી. દિવ્યા ખોસલા ની પોસ્ટ પછી કોમલ રાની એ પણ instagram સ્ટોરીમાં એક લાંબો મેસેજ શેર કર્યો છે જેમાં તેને કેટલીક સ્પષ્ટતાઓ કરી છે. કોમલની આ સ્ટોરી પરથી એવું લાગે છે કે તેના નામ લીધા વિના કાશ્મીરા શાહ, દિવ્યા ખોસલા સહિતની જે પણ અભિનેત્રી સુનિતા આહુજા નો સપોર્ટ કરે છે તેને પણ ટાર્ગેટ કરી છે.

કોમલ એ શું લખ્યું તેની સ્ટોરીમાં ?

કોમલ રાનીએ instagram સ્ટોરીમાં લાંબુ લખાણ શેર કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે કેટલાક લોકો તેની પર્સનલ લાઈફને લઈને મનમાં આવે તેવી વાતો કરી રહ્યા છે. આ એવા લોકો છે જે સમાજમાં જ્યારે કોઈ મોટો મુદ્દો ઉઠાવવાનો હોય ત્યારે કંઈ જ બોલતા નથી પરંતુ તેની પર્સનલ લાઇફને લઈને પબ્લિકમાં તમાશો બનાવી રહ્યા છે. કોમલ રાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેની પર્સનલ લાઈફને લઈને મનમાં આવી તેવી કોમેન્ટ કરવાનો અધિકાર આવા લોકોને કોને આપ્યો ?

ગોવિંદા સાથે ફિલ્મની જાહેરાત કરી છે સંબંધોની નહીં..

ગોવિંદા સાથે લાલબાગચા રાજા ના દર્શન કરવા પર પણ કોમલ રાણીએ ખુલાસો કર્યો છે. તેને કહ્યું છે કે તે પોતાની આગામી ફિલ્મ રૂપા ના એક્ટર સાથે ભગવાનના દર્શન કરવા ગઈ હતી. ભગવાનના આશીર્વાદ લેવામાં કોઈ શરમજનક વાત નથી. કોમલ રાની આગળ એવું પણ કહે છે કે જો કોઈ વ્યક્તિ તેના પ્રોજેક્ટની સફળતા માટે ભગવાનના દર્શન કરવા જાય તો તે રાષ્ટ્રીય મુદ્દા કેવી રીતે બની જાય ? કોમલ રાનીએ એવું પણ કહ્યું છે કે ગોવિંદાએ તેની સાથે ફિલ્મ રૂપાની જાહેરાત કરી છે તેમના સંબંધો છે તેવી જાહેરાત નથી કરી તેથી તેનું નામ ઉછાળવાનું બંધ કરી દેવામાં આવે.

ગોવિંદા સાથે આગામી સમયમાં પણ દેખાશે

અભિનેત્રી કોમલે તેની પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં એવું લખ્યું છે કે તેનું પબ્લિક અપીયરન્સ અને તેનું દરેક કામ તેમના આવનારા પ્રોજેક્ટ સાથે જોડાયેલું છે. અને આગામી સમયમાં પણ તે રૂપા ફિલ્મ માટે ગોવિંદા સાથે જોવા મળશે. જે લોકોને તેનાથી તકલીફ હોય કે ઈર્ષા થતી હોય તે ઈર્ષા કરતા રહે. લોકોની ઈચ્છા અને તકલીફથી તેમના આવનારા પ્રોજેક્ટ પર કોઈ અસર નહીં પડે.  

હદમાં રહે લોકો

કોમલ એ કોઈ પણ અભિનેત્રીનું નામ લીધા વિના કટાક્ષ કરતાં એવું પણ લખ્યું છે કે ઇન્ડસ્ટ્રીની કેટલીક અભિનેત્રીઓ એવી છે જેનું કરિયર હવે ઠંડુ પડી ગયું છે, આવી અભિનેત્રીઓની ફિલ્મો ચાલતી નથી તેમની પાસે જુના બ્રાન્ડ સિવાય કંઈ બચ્યું નથી. આવી અભિનેત્રીઓ બીજાની પર્સનલ લાઇફમાં અને વિવાદમાં જબરદસ્તીથી ઘુસે છે અને લાઈમ લાઈટ મેળવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે કોમલનું કહેવું એવું છે કે સુનિતા આહુજા અને ગોવિંદા મામલે જે પણ અભિનેત્રીઓ બોલી રહી છે તે લાઈમ લાઈટ મેળવવા માટે બીજાને નિશાન બનાવી રહી છે. કોમલ રાનીએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરતા લોકોને હદમાં રહેવાની ચેતવણી પણ આપી દીધી છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES