• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /કોફી વીથ કરન સીઝન 9 હશે ચેટ શોની છેલ્લી સીઝન, આ તારીખથી OTT પર સ્ટ્રીમ થશે નવા એપિસોડ

કોફી વીથ કરન સીઝન 9 હશે ચેટ શોની છેલ્લી સીઝન, આ તારીખથી OTT પર સ્ટ્રીમ થશે નવા એપિસોડ

Koffee With Karan Season 9: કરન જોહરના લોકપ્રિય ચેટ શો કોફી વીથ કરનની 9 સીઝન શરુ થવા જઈ રહી છે. જો કે કોફી વીથ કરન શોના ચાહકો માટે માઠા સમાચાર પણ છે કે આ સીઝન શોની છેલ્લી સીઝન હશે. ત્યાર પછી ચેટ શો ફરીથી જોવા નહીં મળે.

Written ByKrupa Shah
Published: Sep 30, 2026, 02:42 PM IST|Updated: Sep 30, 2026, 02:45 PM IST
joinshare
કોફી વીથ કરન સીઝન 9 હશે ચેટ શોની છેલ્લી સીઝન, આ તારીખથી OTT પર સ્ટ્રીમ થશે નવા એપિસોડ

About the Author

    Krupa Shah

    Krupa Shah

    Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

    2

    IND vs PAK: ફ્રીમાં ક્યાં જોઈ શકશો ભારત-પાકિસ્તાન ફાઇનલ મેચ? એક ક્લિકમાં જાણી લો તમામ વિગતો

    3

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    4

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    5

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Koffee With Karan Season 9: કોફી વિથ કરન ચેટ શો ના ચાહકો માટે એક સારા સમાચાર અને એક ખરાબ સમાચાર બંને સામે આવ્યા છે. સારા સમાચાર એ છે કે ફિલ્મ મેકર કરન જોહરના ચેટ શો કોફી વિથ કરનની 9 મી સીઝન ઓક્ટોબર મહિનામાં jio hotstar પર સ્ટ્રીમ કરવામાં આવશે. અને ખરાબ સમાચાર એ છે કે કોફી વિથ કરન શો ની આ છેલ્લી સીઝન હશે. આ ન્યુઝનું ઓફિસિયલ એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે.

    કોફી વીથ કરન સીઝન 9

    ફિલ્મ મેકર કરન જોહરનો એક વિડીયો જીઓ હોટસ્ટારના ઓફિશિયલ એક્સ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કરન જોહર જણાવે છે કે કોફી વીથ કરન ચેટ શોની શરૂઆત કેવી રીતે થઈ, શો ને લઈને કેવા વિવાદ થયા, શો દરમિયાન તેને કેવા અનુભવ થયા અને સાથે જ એ પણ જણાવે છે કે હવે આ શો પુરો થવાનો છે. આ વીડિયોમાં કરણ જોહર તેના પિતા યશ જોહરને પણ યાદ કરે છે. કોફી વિથ કરણની નવમી સિઝનનું આ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ સાથે જ એ વાત પણ નક્કી થઈ ગઈ કે આ સીઝન ચેટ શો ની છેલ્લી સીઝન હશે ત્યાર પછી કોફી વિથ કરણ ફરીથી નવા એપિસોડ સાથે નહીં જોવા મળે.

    કોફી વીથ કરન શો ની છેલ્લી સીઝન

    કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરન માટેનો જે વિડિયો શેર કરવામાં આવ્યો છે તેમાં એ પણ જણાવી દેવામાં આવ્યું છે કે કોફી વિથ કરન ના નવા એપિસોડ ક્યારથી જોવા મળશે. કોફી વિથ કરનના નવા એપિસોડ jio hotstar પર 14 ઓક્ટોબરથી જોવા મળશે. નવા એપિસોડ કેવી રીતે રિલીઝ થશે અને આ વખતે કોફી વિથ કરનારના કાઉચ પર કયા કયા સેલિબ્રિટી જોવા મળશે તે અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ.

    When Karan has a message for us, consider us seated on the kouch 😉

    Hotstar Specials: Koffee with Karan Season 9, streaming 14th October onwards on JioHotstar.#KWKS9OnJioHotstar #KaranJohar @AdarPoonawalla @apoorvamehta18 @aneeshabaig #NishantNayak @Dharmatic_ pic.twitter.com/dRLMzQsCcR

    — JioHotstar Reality (@HotstarReality) September 30, 2026

     

    ઉલ્લેખનીય છે કે કોફી વિથ કરન ચેટ સોની શરૂઆત 2004માં થઈ હતી. અત્યાર સુધીમાં આ ચેટ સોની 8 સીઝન આવી ચૂકી છે. આ 8 સીઝન દરમિયાન કરણ જોહરે ઘણા બધા ઉતાર ચઢાવનો સામનો કર્યો છે. કરણ જોહર તેના વીડિયોમાં પણ જણાવે છે કે તેને નેપોટિઝમ માટે પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો. કોફી વિથ કરનની 8 સિઝનમાં કુલ 161 એપિસોડ ઓન એર થયા છે.

    કોફી વિથ કરણની નવમી સીઝન ધમાકેદાર હશે

    કોફી વિથ કરન ચેટ શો ની નવમી સીઝન નું અનાઉન્સમેન્ટ કરતા આ વીડિયોમાં કરણ જોહર એવું પણ કહે છે કે આ શો દરમિયાન ઘણી બધી સારી અને ખરાબ યાદો બની છે. જ્યારે નવમી સીઝન ઓન એર થશે ત્યારે પણ તે ટ્રોલ થશે, કોમેન્ટસ્ આવશે. પણ તે બધું જ હેન્ડલ કરવા માટે રેડી છે. કરણ જોહરની આ વાત પરથી લાગે છે કે કોફી વિથ કરણની નવમી સીઝન ધમાકેદાર હશે. આ વીડિયો સામે આવ્યા પછી દર્શકો એ જાણવા પણ ઉત્સુક થયા છે કે આ વખતની સિઝનમાં કયા કયા સ્ટાર્સ કાઉચ પર જોવા મળશે. અને કોફી વીથ કરન સીઝન 9 નું ટ્રેલર ક્યારે જોવા મળશે ? આ અંગે જીઓ હોટસ્ટાર કે પછી કરણ જોહર તરફથી હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. હાલ તો માત્ર એટલું જ જાહેર કરવામાં આવ્યું છે કે 14 ઓક્ટોબરથી જીઓ હોટસ્ટાર પર કોફી વિથ કરનની 9 મી સીઝનના એપિસોડ સ્ટ્રીમ થશે.


    (Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    bollywood news