SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Jailer 2 OTT: જેલર 2 ઓટીટી પર જોવાની રાહ જોતા લોકો માટે ખુશખબર, ઓટીટી પર જોઈ શકશો અનકટ વર્ઝન

Jailer 2 OTT: રજનીકાંતની ફિલ્મ જેલર 2 હવે ઓટીટી રિલીઝ માટે તૈયાર છે. જાણવા મળતી માહિતી અનુસાર ઓટીટી પર આ ફિલ્મનું અનકટ વર્ઝન જોવા મળશે.

Written By Krupa Shah
Published: Nov 04, 2026, 11:24 AM IST | Updated: Nov 04, 2026, 11:27 AM IST
Join

Jailer 2 OTT: બોક્સ ઓફિસ પર રજનીકાંતની ફિલ્મ જેલર 2 એ ધમાકો મચાવ્યો છે. ફિલ્મનું દુનિયાભરમાં જેલર 2 ફિલ્મનું બોક્સ ઓફિસ કલેકશન 800 કરોડથી વધી ચુક્યું છે. ફિલ્મની આ કમાણી બોક્સ ઓફિસ રિલીઝના 20 દિવસની છે. ભારતમાં ફિલ્મનું નેટ કલેકશન 460 કરોડથી વધારેનું છે. હવે આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ અંગે ચર્ચા શરુ થઈ ગઈ છે.

આ પણ વાંચો: Ramayana: રામાયણ ફિલ્મનો એક સીન પુરો કરવામાં લાગ્યાં સાડા 6 વર્ષ ! જાણો કયો છે આ સીન ?

રજનીકાંતની ફિલ્મ જેલર 2 હિંદીમાં ઓટીટી પર જોવા માટે દર્શકો આતુર છે. આ ફિલ્મની ઓટીટી રિલીઝ ડેટ અંગે સત્તાવાર જાહેરાત તો નથી થઈ પણ એક વસ્તુ નક્કી છે. જાણવા મળતી માહિતી અનુસાર ઓટીટી પર જેલર 2 ફિલ્મનું અનકટ વર્ઝન જોવા મળશે. એટલે કે થિયેટરમાં જે ફિલ્મ ચાલે છે તેમાંથી કટ થયેલા 30 મિનિટના એક્સ્ટ્રા ફુટેજ સાથે ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે.

જેલર 2 ફિલ્મ ઓટીટી પર અનકટ વર્ઝનમાં જોવા મળશે

એક રિપોર્ટ અનુસાર જેલર 2 ફિલ્મ ઓટીટી પર અનકટ વર્ઝનમાં જોવા મળશે. થિયેટરમાં રિલીઝ થયેલા વર્ઝનમાંથી 30 મિનિટના ફુટેજ કટ કરવામાં આવ્યા છે. આ ફુટેજ ઓટીટી રિલીઝમાં જોવા મળશે. જાણવા મળતી માહિતી અનુસાર ઓટીટી પર જે ફિલ્મ રિલીઝ થશે તેમાં સમાંથા, મોહનલાલ, વિજય સેતુપતિ અને ઋત્વિક રોશનના સીન્સ વધારે જોવા મળશે. તેમના ઘણા સીન થિયેટરમાં જોવા નથી મળ્યા.

આ પણ વાંચો: OTT Release: દિવાળી વીકમાં ઓટીટી પર મળશે ભરપુર મનોરંજન, બ્લોકબસ્ટર ફિલ્મો સાથે વેબ સીરીઝ થશે રિલીઝ

જેલર 2 ઓટીટી રિલીઝ

આ જાણકારી જ્યારથી સામે આવી છે ત્યારથી દર્શકોમાં ઓટીટી પર ફિલ્મ જોવાની આતુરતા વધી છે. જેલર 2 ની ઓટીટી રિલીઝ અંગે પણ ગણગણાટ શરુ થઈ ગયો છે. ચર્ચાઓ છે કે દિવાળી પછી આ ફિલ્મ ઓટીટી પર જોવા મળી શકે છે. અનુમાન છે કે જેલર 2 ફિલ્મ નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં ઓટીટી પર આવી શકે છે.

ટીઓઆઈના રિપોર્ટ અનુસાર જેલર 2 ફિલ્મ પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થશે. પ્રાઈમ વીડિયો પર ફિલ્મ નવેમ્બરના ત્રીજા વીકમાં એટલે કે દિવાળી પછી રિલીઝ થઈ શકે છે. જો કે આ ફિલ્મ પ્રાઈમ વીડિયો તરફથી કે ફિલ્મ મેકર્સ તરફથી કોઈ જાહેરાત કરવામાં નથી આવી.

દુનિયાભરમાં 800 કરોડથી વધુની કમાણી

જેલર 2 ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મ એ દુનિયાભરમાં 800 કરોડથી વધારેનો બિઝનેસ કર્યો છે. ફિલ્મની કમાણી પહેલા વીકમાં જ 300 કરોડથી વધી ચુકી હતી. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.

ZEENEWS TRENDING STORIES