Obsession On OTT: બ્લોકબસ્ટર હોરર ફિલ્મ ઓબસેશન ઓટીટી રિલીઝ માટે રેડી, આ તારીખથી જોઈ શકશો ઘરે બેઠા
Obsession On OTT: 8 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ઓબસેશન હવે ઘરે બેઠા હીંદીમાં જોઈ શકશો. આ ફિલ્મ ઓટીટી રિલીઝ માટે રેડી છે. ફિલ્મ આ મહિનાના અંતે ઓટીટી પર સ્ટ્રીમ કરી દેવામાં આવશે.
Obsession On OTT: કરી બાર્કરની સાઈકો હોરર ફિલ્મ ઓબસેશન જ્યારે રિલીઝ થઈ હતી ત્યારે તહેલકો મચી ગયો હતો. માત્ર 8 કરોડના ખર્ચે બનેલી ફિલ્મ ઓબસેશનની કમાણી 4000 કરોડથી વધારે થઈ છે. આ ફિલ્મ ઓટીટી પર સ્ટ્રીમ થાય તે માટે ઘણા દર્શકો રાહ જોઈ રહ્યા છે. તો હવે રાહ જોવાની જરૂર નથી. ફિલ્મ આ મહિનાના અંતે ઓટીટી પર સ્ટ્રીમ થઈ જશે.
ઓબસેશન ઓટીટી રિલીઝ ડેટ
ઓબસેશન ફિલ્મ મે 2026 માં સિનેમાઘરો રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે દુનિયાભરમાં છવાઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે નિર્દેશક કરી બાર્કરની આ પહેલી ફિલ્મ હતી. ભારત સહિત દુનિયાભરમાં આ ફિલ્મનો ડંકો વાગી ગયો હતો. આ ફિલ્મ મે મહિના પછી હવે ઓટીટી પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ઓટીટી પર આ ફિલ્મનું અનકટ વર્ઝન રિલીઝ થશે. ઓટીટી પર આ ફિલ્મ 30 ઓક્ટોબરે સ્ટ્રીમ થવાની છે.
જિયો હોટસ્ટાર પર ફિલ્મ થશે સ્ટ્રીમ
ઓબસેશન ફિલ્મનું અનકટ વર્ઝન 30 ઓક્ટોબરથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મ અંગ્રેજી અને હિંદી બંને ભાષામાં રિલીઝ થશે. આ પહેલા ઓબસેશન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ હતી. પરંતુ તે સમયે ફિલ્મ રેન્ટ પર ઉપલબ્ધ હતી. એટલે કે ફિલ્મ જોવા માટે ચાર્જ આપવો પડે. હવે 30 ઓક્ટોબરથી ફિલ્મ ફ્રીમાં જિયોહોસ્ટાર પર જોઈ શકાશે.
ઓબસેશન ફિલ્મની સ્ટોરી
ઓબસેશન ફિલ્મની સ્ટોરી બેયર અને નિક્કી નામના 2 મિત્રોની સ્ટોરી છે. બેયર નિક્કીને પ્રેમ કરતો હોય છે. જ્યારે નિક્કી બેયરને ફક્ત મિત્ર માનતી હોય છે. તેવામાં એક દિવસ બેયર એક વિશ માંગે છે કે નિક્કી તેને પ્રેમ કરવા લાગે. આ વિશ પુરી થાય છે અને નિક્કી બેયરના પ્રેમમાં પાગલ થઈ જાય છે. બેયરની એક વિશ નિક્કી અને તેની લાઈફ માટે ભયંકર સાબિત થાય છે. આ ફિલ્મની સ્ટોરી દર્શકોને ખૂબ પસંદ પડી હતી.
બોક્સ ઓફિસનું વર્લ્ડ વાઈડ કલેકશન
ઓબસેશન ફિલ્મ માત્ર 8 કરોડના ખર્ચે બની હતી. જ્યારે ફિલ્મની દુનિયાભરમાં કમાણી 522 મિલિયન ડોલર હતી. જે ભારતીય ચલણમાં 4700 કરોડથી વધુ થાય છે. ભારતમાં પણ આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી. ઓબસેશન ફિલ્મની કમાણી ભારતમાં 99 કરોડથી વધુની હતી. હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે.