SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

418 Movie: હોરર ફિલ્મ 418 ઓટીટી પર રિલીઝ, અઢી કલાકની ફિલ્મ રાતની ઊંઘ ઉડાડી દેશે

418 Movie OTT Release: હોરર ફિલ્મો જોવાના શોખીન લોકો તૈયાર થઈ જાવ રાતની ઊંઘ ઉડાડી દે તેવી જોરદાર હોરર ફિલ્મ જોવા માટે. આ વીકેન્ડમાં ઓટીટી પર 8.7 રેટિંગ ધરાવતી હોરર ફિલ્મ 418 ઓટીટી પર આવી ચુકી છે.

Written By Krupa Shah
Published: Nov 20, 2026, 13:05 IST | Updated: Nov 20, 2026, 13:07 IST
Join

418 Movie OTT Release: ઘણા લોકો એવા હોય છે જે વીકેન્ડમાં બહાર ફરવા જવાનું ટાળે છે અને ઘરમાં બેસીને ઓટીટી પર નવી નવી ફિલ્મો જોવાનું પસંદ કરે છે. જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો ઓટીટી પ્લેટફોર્મ પર આ વિકેન્ડમાં જોવા માટે એક સારી હોરર ફિલ્મ રિલીઝ થઈ છે. ઓટીટી પ્લેટફોર્મ પર હોરર કન્ટેન્ટની ફિલ્મ વધારે જોવાતી હોય છે. આ વખતે ઓટીટી પર દમદાર હોરર ફિલ્મ રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ છે 418.

આ પણ વાંચો: The Vvaan On OTT : સિદ્ધાર્થ-તમન્નાની ફિલ્મ ધ વન ઓટીટી રિલીઝ માટે તૈયાર, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો

418 ફિલ્મ તેલુગુ હોરર ફિલ્મ છે. જોકે ચિંતા કરવાની જરૂર નથી ઓટીટી પ્લેટફોર્મ પર આ ફિલ્મ હિન્દી ભાષામાં જોઈ શકાશે. 418 ફિલ્મ 23 ઓક્ટોબરે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મ થિયેટર રિલીઝના એક મહિના પછી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરી દેવામાં આવી છે. નેટફ્લિક્સ પર 418 ફિલ્મ ઉપરાંત હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમ વર્ઝનમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ વિશે એવું કહેવાય છે કે જે લોકોને થોડો પણ ડર લાગતો હોય તેમણે આ ફિલ્મ રાતના સમયે એકલા બેસીને જોવી નહીં.

તેલુગુ ફિલ્મ 418 નું રેટિંગ

તેલુગુ હોરર ફિલ્મ 418 ફિલ્મે બોક્સ ઓફિસ પર એવરેજ પરફોર્મ કર્યું હતું. ફિલ્મની કમાણી પણ ખાસ ન હતી પરંતુ આ ફિલ્મની સ્ટોરી અને રેટિંગ દમદાર છે તેના પરથી લાગે છે કે ઓટીટી પર આ ફિલ્મ ટ્રેન્ડિંગમાં હશે. આ ફિલ્મનું આઈએમડીબી રેટિંગ 8.7 નું છે. આ હોરર ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન ભારતમાં 10 કરોડથી વધારેનું હતું અને વર્લ્ડ વાઈડ ગ્રોસ કલેક્શન 15 કરોડ જેટલું હતું. ફિલ્મનું બજેટ 10 થી 15 કરોડનું છે બજેટની દ્રષ્ટિએ ફિલ્મ એવરેજ સાબિત થઈ હતી.

આ પણ વાંચો: OTT Release This Week: આ વીકમાં ઓટીટી પર મળશે ફુલ ઓન એન્ટરટેઈનમેન્ટ, રિલીઝ થઈ ગઈ નવી ફિલ્મો અને સીરીઝ

418 ફિલ્મની સ્ટોરી

418 ફિલ્મની સ્ટોરી મેડિકલ કોલેજના હોસ્ટેલ પર આધારિત છે. આ હોસ્ટેલ પહેલા મેન્ટલ હોસ્પિટલ હોય છે. જેમાં રૂમ નંબર 418 15 વર્ષથી બંધ હોય છે. આ રૂમની બાજુના રૂમમાં એક મેડિકલ સ્ટુડન્ટ રહેવા જાય છે અને ત્યાર પછી હોસ્ટેલમાં વિચિત્ર ઘટનાઓ શરૂ થઈ જાય છે. ત્યાર પછી ખબર પડે છે કે 418 રૂમમાં યાક્ષાગાન કલાકાર દેવિકા ની આત્મા ભટકે છે.

 

418 ફિલ્મનું નિર્દેશન કીર્તન નાડગૌડા એ કર્યું છે. ફિલ્મમાં ચૈત્રા જે અચર, સૂર્યા રાજ વીરબથિની, ચરણ લક્કરાજૂ, પ્રીતિ પગડાલા, રમેશ ઈંદિકા સહિતના કલાકારો એ કામ કર્યું છે. જો તમે હોરર ફિલ્મ જોવાના શોખીન હોય તો આ વિકેન્ડમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી 418 ફિલ્મ જોઈ લેવી.

જોકે નેટફ્લિક્સ પર આ વિકેન્ડમાં જોવા માટે ઘણું બધું રિલીઝ થયું છે જેમાં ઢિંઢોરા 2, હાઈકૂ, સ્ટેપ્સ, ઓન બિહાફ ઓફ માય સન સહિતની ફિલ્મો અને સીરીઝ રિલીઝ થઈ છે. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES