SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

એક નહીં આ 2 OTT પર રિલીઝ થશે હનુમાન અંશ, ગુજરાતી સહિત 5 ભાષામાં જોઈ શકાશે ફિલ્મ

સિનેમાઘરોમાં રિલીઝ થયા પછી કમાણીના રેકોર્ડ તોડનારી ફિલ્મ હનુમાન અંશ ઓટીટી પર આવે તેની રાહ જોતા દર્શકો માટે સારા સમાચાર છે. આ ફિલ્મ એક નહીં 2 ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થવાની છે.

Written By Krupa Shah
Published: Nov 26, 2026, 11:09 IST | Updated: Nov 26, 2026, 11:12 IST
Join

જે લોકો ઘણા સમયથી હનુમાન અંશ ફિલ્મ ઓટીટી પર જોવા માટે આતુરતા તેમના માટે ગુડ ન્યુઝ છે. હનુમાન અંશ ફિલ્મ હવે એક સાથે બે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. Sonyliv ઉપરાંત હનુમાન અંશ ફિલ્મ હવે નેટફ્લિક્સ પર પણ જોઈ શકાશે. નેટફ્લિક્સ પર હનુમાન અંશ ફિલ્મ ગુજરાતી સહિતની 5 ભાષાઓમાં જોઈ શકાશે.

હનુમાન અંશ ફિલ્મ એવી છે જે વારંવાર જોવી ગમે. જો તમે પણ નીમ કરોલી બાબાના ભક્તો છો તો ચોક્કસથી તમને આ ફિલ્મ ફરીથી જોવી હશે. હવે ઘર બેઠા આ ફિલ્મનો આનંદ માણી શકાશે. કારણકે હનુમાન અંશ ફિલ્મ બે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી છે. Sonyliv ઉપરાંત નેટફ્લિક્સ પર પણ આ ફિલ્મ રિલીઝ થઈ છે. ખાસ વાત એ છે કે નેટફ્લિક્સ પર હનુમાન અંશ ફિલ્મ ગુજરાતી ભાષામાં પણ જોઈ શકશો.

આ પણ વાંચો: આ ફિલ્મ દરેકને રડાવશે, કોરોનાની બીજી લહેરમાં ટપોટપ મરતાં લોકો અને ડોક્ટરોની લાચારી દર્શાવતી ફિલ્મ OTT પર રિલીઝ

નેટફ્લિક્સ પર જુઓ હનુમાન અંશ

થોડા સમય પહેલા હનુમાન અંશ ફિલ્મની ઓટીટી રિલીઝ માટે ફક્ત sonyliv નું નામ ચર્ચામાં હતું. પરંતુ તાજેતરમાં જ નેટફ્લિક્સ ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓફિસિયલ અનાઉન્સમેન્ટ કર્યું અને જાણકારી આપી કે સોની લિવની સાથે હનુમાન અંશ ફિલ્મ નેટફ્લિક્સ પર પણ જોઈ શકાશે.

ગુજરાતી સહિત 5 ભાષામાં ફિલ્મ જોઈ શકાશે

હનુમાન અંશ ફિલ્મ સોની લિવ પર 27 નવેમ્બરથી જોઈ શકાશે જ્યારે નેટફ્લિક્સ પર આ ફિલ્મ 29 નવેમ્બરથી સ્ટ્રીમ થશે. નેટફ્લિક્સ પર હનુમાન અંશ ફિલ્મ હિન્દી, તમિલ, તેલગુ, કન્નડ, મલયાલમ અને ગુજરાતી ભાષામાં જોઈ શકાશે. આ અંગેની જાણકારી પણ નેટફ્લિક્સ ઇન્ડિયાએ કન્ફર્મ કરી છે.

આ પણ વાંચો: શાહરુખ ખાન એ કંટેંટ ક્રિએટરને ફટકારી માનહાનિ નોટિસ, ભ્રામક માહિતી ફેલાવી હોવાનો આરોપ

બોક્સ ઓફિસ કલેકશન

મહત્વનું છે કે હનુમાન અંશ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ નફો કરનારી ફિલ્મ છે.. હનુમાન ફિલ્મ ફક્ત 2 કરોડના બજેટમાં બની હતી અને ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 453 કરોડથી વધારે નું છે. ફિલ્મ રિલીઝ થાય તેના પહેલા અઠવાડિયામાં આ ફિલ્મની કમાણી ખૂબ જ ઓછી હતી પરંતુ માઉથ પબ્લિસિટીના કારણે ફિલ્મને એટલી લોકપ્રિયતા મળી કે બીજા અઠવાડિયાથી ફિલ્મની કમાણીમાં ધડાધડ વધારો નોંધાયો. આ ફિલ્મ ઓગસ્ટ મહિનામાં બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી અને હવે નવેમ્બર મહિનામાં ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES