મેસેજથી લઈને મૃત્યુ સુધી... નાના પાટેકરની છેલ્લી 2 કલાક અને 50 મિનિટમાં શું-શું થયું? ડૉક્ટરે જણાવી આખી કહાની
દિગ્ગજ અભિનેતા નાના પાટેકર હવે આપણી વચ્ચે રહ્યાં નથી. ગુરૂવારની સવારે કાર્ડિયક અરેસ્ટને કારણે ગોવામાં તેમનું નિધન થયું. તેમની અંતિમ 2 કલાક 50 મિનિટમાં શું થયું? ડોક્ટરોએ ખુદ જણાવી છે સંપૂર્ણ કહાની.
Nana Patekar News: લાઇટ, કેમેરા અને એક્શનની દુનિયાના દિગ્ગજ કલાકાર નાના પાટેકરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. આશરે 48 વર્ષ સુધી તેમણે ફિલ્મી દુનિયામાં પોતાની એક્ટિંગથી લોકોનું મનોરંજન કર્યું. તેમણે ઘણી યાદગાર ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો અને લોકોના દિલમાં જગ્યા બનાવી. નાના ગણતરીના કલાકારોમાં સામેલ રહ્યાં, જેમણે પોતાની શરતો પર સિનેમામાં કામ કર્યું અને તે રીતે જીવન જીવ્યા. બોલીવુડ અભિનેતા હોવા છતાં નાના સાદગીનું ઉદાહરણ બન્યા.
નાના પાટેકરનું નિધન 75 વર્ષની ઉંમરે ગોવામાં થયું. પ્રાપ્ત વિગત અનુસાર તેમનું નિધન કાર્ડિયક અરેસ્ટને કારણે થયું. નાના પાટેકર 75 વર્ષના હતા, પરંતુ ફિટ હતા અને સતત કામ કરી રહ્યાં હતા. આ વર્ષે તેમની ફિલ્મ ઓ રોમિયો આવી હતી. તેઓ વેબ સિરીઝ સંકલ્પમાં પણ જોવા મળ્યા હતા. તો આવનાર દિવસોમાં અનીત પડ્ડાની ફિલ્મ શક્તિ શાલિનીમાં પણ કામ કરી રહ્યાં હતા.
ગોવામાં એકલા હતા નાના પાટેકર
નાના પાટેકર ફિલ્મોની સાથે સમાજસેવા માટે જાણીતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એક ઈવેન્ટના સિલસિલામાં તેઓ ગોવામાં હતા, જે ચાર દિવસ પહેલા યોજાઈ હતી. ગોવામાં જે સમયે તેમની તબીયત બગડી, તેઓ પોતાના ફ્લેટમાં હતા. અંતિમ કલાકોમાં શું થયું, તે વિશે મણિપાલ હોસ્પિટલના સીનિયર ડોક્ટર શેખર સાલકરે જણાવ્યું છે.
આ પણ વાંચોઃ કોણ છે નાના પાટેકરના પત્ની નીલકાંતિ પાટેકર? બેન્ક અધિકારીથી લઈને થિયેટર અને ફિલ્મો સુધીની સફર
નાના પાટેકરની છેલ્લી 2 કલાક 50 મિનિટ
2:30 કલાકે: ડોક્ટર પ્રમાણે નાના પાટેકરે તબીયત બગડવા પર પોતાના એક મિત્રને મેસેજ કર્યો, જેમાં લખ્યું- સારૂ લાગી રહ્યું નથી.
4:00 કલાકેઃ રાત્ર હોવાને કારણે મિત્રએ મેસેજ મોડો જોયો, પરંતુ મેસેજ વાંચતા 4 વાગ્યે તેમના ઘરે પહોંચ્યા.
4:18 કલાકેઃ હોસ્પિટલને એમ્બ્યુલન્સ મોકલવા માટે કોલ કર્યો.
4:20 કલાકેઃ એમ્બ્યુલન્સ તેમના ઘરે પહોંચી.
4:30 કલાકે) ઘરેથી નાના પાટેકરને હોસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યા.
5:20 કલાકેઃ 45 મિનિટ સુધી CPR આપ્યા બાદ ડોક્ટરોએ નાના પાટેકરને મૃત જાહેર કર્યાં.
રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
મહારાષ્ટ્ર સરકાર નાના પાટેકરને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપશે. રાજ્યના મંત્રી આશીષ શેલારે કહ્યુ કે મહારાષ્ટ્ર સરકારે નાનાને રાજકીય સન્માનની સાથે અંતિમ વિદાય આપવાનો નિર્ણય કર્યો છે. નાના પાટેકરની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર પુણેના ડોનજે ગામમાં કરવામાં આવશે.