SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Nana Patekar Net Worth: પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા અભિનેતા નાના પાટેકર?

બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું ગોવામાં હાર્ટ એટેકને કારણે નિધન થયું છે. 75 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહેનાર નાના પોતાની પાછળ કરોડો રૂપિયાની સંપત્તિ સહિત ઘણી યાદગાર ફિલ્મો છોડી ગયા છે.

Written By Gokani Dhaval
Published: Oct 08, 2026, 10:20 AM IST | Updated: Oct 08, 2026, 10:24 AM IST
Join

Nana Patekar Dies: ભારતીય સિનેમાના સૌથી દમદાર કલાકારોમાં સામેલ નાના પાટેકરના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માતમ છવાયો છે. પોતાના બેબાક અવાજ, સંવાદ અને સહજ અભિનયથી દર્શકોના દિલ પર રાજ કરનાર નાના પાટેકરે 75 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી ફેન્સ ગમગીન છે, તો લોકો તે પણ જાણવા ઈચ્છે છે કે પોતાના લાંબા કરિયરમાં નાના પાટેકર પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા છે. એક સમયે મહિને માત્ર 35 રૂપિયાની કમાણી કરનાર નાના પાટેકરે પોતાની મહેનતની મદદથી આશરે 80થી 100 કરોડ રૂપિયા સુધીનું મોટું સામ્રાજ્ય ઉભું કર્યું હતું.

ગોવાની હોસ્પિટલમાં ડોક્ટરોનો 45 મિનિટનો પ્રયાસ
નાના પાટેકર ગોવાના દોના પાવલા સ્થિત પોતાના ઘરમાં હાજર હતા. રાતના સમયે તેઓ અચાનક બેભાન થઈ ગયા. ત્યારબાદ રાત્રે આશરે 3 કલાકે તેમને દોના પાવલાની મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા પહેલાં તેમના શ્વાસ બંધ થઈ ગયા હતા. હોસ્પિટલના ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડો. શેખર સાલકરે જાણકારી આપી કે નાના પાટેકરનું નિધન ગંભીર કાર્ડિયક અરેસ્ટને કારણે થયું છે. ડોક્ટરોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો. આશરે 45 મિનિટ સુધી સતત સીપીઆર આપવામાં આવ્યું, પરંતુ તેમના શરીરમાં કોઈ હલચલ ન થઈ. ત્યારબાદ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યાં.

ક્યારેક 35 રૂપિયાની કમાણી, પછી કરોડોનું સામ્રાજ્ય
નાના પાટેકરનો જન્મ 1 જાન્યુઆરી 1951ના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં થયો હતો. આજે તેઓ ભલે કરોડોની સંપત્તિના માલિક રહ્યાં હોય, પરંતુ તેમનું શરૂઆતી જીવન સંઘર્ષથી ભરેલું હતું. નાના પાટેકરે આર્ટ્સમાં સ્નાતક કર્યું હતું. ફિલ્મોમાં આવતા પહેલા તેઓ એક જગ્યાએ પાર્ટ-ટાઈમ નોકરી કરતા હતા, જ્યાં તેમને 35 રૂપિયા મળતા હતા. આ સમયે તેમણે રસ્તા પર ઝેબ્રા ક્રોસિંગ પેન્ટ કરવા અને ફિલ્મોના પોસ્ટરો બનાવવા સુધીનું કામ કર્યું. પરંતુ તેમણે ક્યારેય હિંમત ન હારી. મીડિયા રિપોર્ટ પ્રમાણે પોતાની આ મહેનતને કારણે નાના પાટેકર પોતાની પાછળ આશરે 80-100 કરોડની કુલ નેટવર્થ છોડીને ગયા છે. કરોડોના માલિક હોવા છતાં તેઓ સાધારણ જીવન જીવતા હતા. લાઇમલાઇટથી દૂર રહી પોતાની કમાણીનો એક હિસ્સો સામાજિક કાર્યો માટે એનજીઓમાં દાન કરતા હતા.

આ પણ વાંચોઃ અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો

જ્યારે એક ફિલ્મ માટે માગ્યા રેકોર્ડ 1 કરોડ રૂપિયા
નાના પાટેકરની ગણના તે ગણતરીના કલાકારોમાં થાય છે, જ્યારે તેમણે પોતાના કામ અને સિદ્ધાંત સાથે સમજુતી ન કરી. સામાન્ય રીતે તેઓ એક ફિલ્મ માટે લગભગ 2થી 3 કરોડ રૂપિયાની ફી લેતા હતા. અભિનેતા પરેશ રાવલ અનુસાર નાના પાટેકર હિંદી સિનેમાના એવા પ્રથમ એક્ટર બન્યા હતા, જેમણે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયાની ફી માગી હતી અને તે ફી હાસિલ પણ કરી હતી. હાલના પ્રોજેક્ટની વાત કરીએ તો તેમણે ફિલ્મ ઓ રોમિયો (2026) માટે આશરે 4 કરોડની ફી લીધી હતી. તો ફિલ્મ ધ વેક્સીન વોર માટે તેમણે પોતાની નક્કી ફીના માત્ર 20 ટકા લીધા હતા. આ વાત જણાવે છે કે તેઓ પૈસાથી વધુ સારી કહાનીને મહત્વ આપતા હતા.

છેલ્લા સમય સુધી પડદા પર રહ્યો અભિનયનો જલવો
નાના પાટેકરે વર્ષ 1978મા ફિલ્મ 'ગમન'થી પોતાના અભિનય સફરની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1986મા આવેલી ફિલ્મ અંકુશે તેમને અસલી ઓળખ અપાવી. નાનાએ હિંદીની સાથે મરાઠી ફિલ્મોમાં પણ પોતાની અમિટ છાપ છોડી. પરિંદામાં ગેંગસ્ટરનો રોલ હોય, પ્રહાર, તિરંગા અને ક્રાંતિવીરનો એક્શન અવતાર હોય, કે પછી ખામોશી, વેલકમ, અબ તક છપ્પન, ગુલામ-એ-મુસ્તફા, નટસમ્રાટ, શાગિર્દ, અપહરણ અને વજૂદ જેવી ફિલ્મો હોય, તેમણે દરેક પાત્ર માટે પ્રાણ ફૂંક્યા. વર્ષ 2025મા મલ્ટીસ્ટારર ફિલ્મ હાઉસફુલ 5મા અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા હતા.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES