SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Koffee With Karan 9: કોફી વીથ કરનનો પહેલો એપિસોડ હશે ધમાકેદાર, સલમાન ખાન ખોલશે પર્સનલ લાઈફના સીક્રેટ્સ !

Koffee With Karan 9: 14 ઓક્ટોબરથી જીયો હોટસ્ટાર પર કોફી વીથ કરન સીઝન 9 શરુ થશે. જેના પહેલા એપિસોડમાં સલમાન ખાન જોવા મળશે. આ એપિસોડમાં સલમાન ખાન તેની પર્સનલ લાઈફના સીક્રેટ ખોલશે. એપિસોડની એક ઝલક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

Written By Krupa Shah
Published: Oct 14, 2026, 01:58 PM IST | Updated: Oct 14, 2026, 02:00 PM IST
Join

Koffee With Karan 9: બોલીવુડ ગોસીપ અને કલાકારો વચ્ચે ચાલતી કોન્ટ્રોવર્સીમાં રસ ધરાવતા લોકોના ફેવરેટ શો કોફી વીથ કરન આજથી શરૂ થઈ રહ્યો છે. કોફી વીથ કરનની આ નવમી અને છેલ્લી સીઝન છે. એટલે કે કોફી વીથ કરન આ ફિનાલે સીઝન છે અને હવે પછી આ શો ફરી વખત જોવા નહીં મળે. આ શો ની ધમાકેદાર શરૂઆત સલમાન ખાનના એપિસોડ સાથે થવાની છે.

પહેલા એપિસોડનો ગેસ્ટ સલમાન ખાન છે. સલમાન ખાનના 2 પ્રોમો શેર કરવામાં આવ્યા છે જેમાં તાજેતરમાં એક નવો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. સલમાન ખાનના એપિસોડનો આ પ્રોમો જોયા પછી એક વાતની ગેરંટી છે કે કોફી વીથ કરનની શરૂઆત ધમાકેદાર હશે. પહેલા એપિસોડમાં સલમાન ખાન તેના બિન્દાસ અંદાજમાં કરન જોહર સાથે વાતો કરતો જોવા મળશે.

આ પણ વાંચો: મારી સાથે ઝઘડા કરતી અને બોયફ્રેન્ડને Love You ના મેસેજ કરતી, તેજ પ્રતાપે રિયાલિટી શોમાં જણાવ્યું ડિવોર્સનું કારણ

કોફી વીથ કરન સીઝન 9 નો જે પ્રોમો રિલીઝ થયો છે તેમાં શરૂઆતમાં જ કરન જોહર સલમાન ખાનને વર્જિનિટી સંબંધિત પ્રશ્ન પૂછે છે. 60 વર્ષની ઉંમરે સલમાન ખાન પોતાના વર્તન અને લાઇફમાં આવેલા ફેરફાર વિશે પણ ચર્ચા કરતો જોવા મળશે. મહત્વનું છે કે સલમાન ખાન કરણ જોહર સાથે પણ પેપરાઝી અને ટ્રોલિંગને લઈને ચર્ચા કરશે. સલમાન ખાન શોમાં એવું પણ કહે છે કે જે વ્યક્તિએ ફોનમાં કેમેરો લગાવ્યો તે તેને મળી જાય તો....

મહત્વનું છે કે બીગ બોસમાં પણ સલમાન ખાને ટ્રોલ કરનારા લોકો અને પેપરાઝીને આડે હાથ લીધા હતા. આ મુદ્દે કોફી વીથ કરનમાં પણ ચર્ચા થતી જોવા મળશે. આ સાથે જ ચર્ચાઓ એવી પણ છે કે સલમાન ખાન કોફી વિથ કરણમાં તેના પિતા બનવાની ઈચ્છા અંગે પણ ખુલાસો કરશે. જોકે આ વાતને કોઈ પુષ્ટિ થઈ નથી.

આ પણ વાંચો: Amitabh Bachchan: 5 પ્રોજેક્ટના કારણે રસ્તા પર આવી ગયા હતા અમિતાભ બચ્ચન, આ રીતે કર્યું શૂન્યમાંથી સર્જન

શોના પ્રોમોમાં સલમાન ખાન કરન જોહરને હસતાં હસતાં એવું પણ કહે છે કે અત્યાર સુધી જે સલાહ તેણે બીજાને આપી છે તે હવે તેને પોતાને કામ આવી રહી છે. ગણતરીની સેકન્ડનો આ વિડીયો જોઈને લાગે છે કે કોફી વીથ કરન સીઝન 9 ની શરૂઆત ધમાકેદાર હશે અને સલમાન ખાન દર્શકોને ફૂલઓન મનોરંજન કરાવશે.

 

ઉલ્લેખનીય છે કે કોફી વીથ કરનની શરૂઆત 2004માં થઈ હતી. અત્યાર સુધીમાં આ સોની 8 સીઝન આવી ગઈ છે અને હવે છેલ્લી અને નવમી સિઝન ઓન એર થવા જઈ રહી છે. બોલીવુડના દિગ્ગજ કલાકારો ગેસ્ટ બની ચૂક્યા છે. આ વખતની સિઝનની શરૂઆત સલમાન ખાન સાથે થઈ રહી છે. ચર્ચાઓ છે કે આ સિઝનમાં કોફી વિથ કરનમાં સેફ અલી ખાન અને કરીના કપૂર, રશ્મિકા મંદાના વિજય દેવકોંડા સહિતના કપલ એકસાથે જોવા મળશે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES