SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

મુંબઈમાં બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, બાઈક પર આવેલા 3 શખ્સોએ કર્યો હુમલો

Firing on Tiger Shroff : મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્કમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. જો કે, અભિનેતા ટાઈગર શ્રોફ સુરક્ષિત છે, તેને ફાયરિંગમાં કોઈ ઈજા થઈ નથી. આ હુમલામાં તેના ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.

Written By Dilip Chaudhary
Published: Oct 18, 2026, 08:01 PM IST | Updated: Oct 18, 2026, 08:55 PM IST
Join

Firing on Tiger Shroff : મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પુષ્પા પાર્કમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, મોટરસાયકલ પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. જો કે, અભિનેતા ટાઈગર શ્રોફ સુરક્ષિત છે, તેને ઈજા થઈ નથી.

આ હુમલામાં તેના ડ્રાઈવર સહિત બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા. હુમલાખોરો ફાયરિંગ કરી ઘટના સ્થળેથી ફરાર થયા હતા. આ ફાયરિંગ કેમ કરાયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ શંકાસ્પદ વ્યક્તિઓની શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે.

મુંબઈ પોલીસે શું કહ્યું?

સમાચાર એજન્સી ANI અનુસાર, મુંબઈ પોલીસે જણાવ્યું છે કે ફાયરિંગની ઘટનાના અહેવાલો મળ્યા છે. જોકે, ટાઈગર શ્રોફ સુરક્ષિત છે, ફાયરિંગમાં તેને કોઈ ઈજા થઈ નથી. વધુ તપાસ ચાલી રહી છે.

લોરેન્સ બિશ્નોઈ ગેંગે ઘટનાની જવાબદારી

લોરેન્સ બિશ્નોઈ ગેંગે સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાની જવાબદારી સ્વીકારી છે. આ દાવો ગેંગસ્ટર અનિલ પંડિત અને હરમન સંધુના નામે કરવામાં આવ્યો છે. જેઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે અને હાલમાં વિદેશમાં રહે છે. જોકે, આ પોસ્ટ અને તેમાં કરવામાં આવેલા દાવાઓની સત્યતાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સોશિયલ મીડિયા પોસ્ટમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગે દાવો કર્યો છે કે ટાઈગરને અગાઉ પણ ફોન કરીને ધમકી આપવામાં આવી હતી.

તપાસ માટે 12 પોલીસ ટીમોની રચના

ફાયરિંગની ઘટના બાદ મુંબઈ પોલીસે ગુનેગારોની શોધખોળ તેજ કરી દીધી છે. આ કેસની તપાસ કરવા અને જવાબદારોને પકડવા માટે 12 પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે. પોલીસ આ ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહી છે. હાલમાં, ફાયરિંગ પાછળનો હેતુ અને તેમાં સીધી રીતે સંડોવાયેલા લોકોની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES