Sanjay Gupta: બાથરુમમાં કેવી રીતે પડ્યા સંજય ગુપ્તા, કેવી રીતે થયું મોત ? જાણો ઘટનાની હકીકત
Sanjay Gupta Death Reason: બોલીવુડ ફિલ્મ મેકર સંજય ગુપ્તાનું 31 ઓક્ટોબરે નિધન થયું છે. સંજય ગુપ્તાનું મોત તેના જ ઘરના બાથરુમમાં થયું. આ ઘટના કેવી રીતે બની ચાલો જાણીએ તેની હકીકત.
Sanjay Gupta Death Reason: કાબિલ, કાંટે, શૂટઆઉટ એટ વડાલા, મુસાફિર, આતિશ સહિતની દમદાર એકશન ફિલ્મો બનાવનાર ફિલ્મ મેકર સંજય ગુપ્તાનું 57 વર્ષની ઉંમરે નિધન થયું છે. સંજય ગુપ્તાના નિધન પાછળ એક દુર્ઘટના જવાબદાર છે. સંજય ગુપ્તાના નિધનની ખબરથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીના લોકો પણ આઘાતમાં સરી પડ્યા છે.
આ પણ વાંચો: Parivarik ManuRanjan: પંકજ ત્રિપાઠી-અદિતી રાવની ફિલ્મની રિલીઝ ડેટ કંફર્મ, જાણો કઈ તારીખથી જોવા મળશે ઓટીટી પર
સંજય ગુપ્તા સાથે શુક્રવારની રાત્રે શું થયું ?
ફિલ્મમેકર સંજય ગુપ્તા માટે શુક્રવારની રાત ભારે સાબિત થઈ. આ રાત્રે જ તેમણે અંતિમ શ્વાસ લીધા. સંજય ગુપ્તાનું નિધન થયું ત્યારે તેઓ પોતાના ઘરમાં જ હતા અને ઘરમાં અન્ય લોકો પણ હાજર હતા. છતાં પણ કોઈ સંજય ગુપ્તાની મદદ ન કરી શક્યું. શનિવારે સવારે જાણવા મળ્યું કે સંજય ગુપ્તાનું મોત થઈ ગયું છે. શુક્રવારે રાત્રે શું થયું તેની જાણવા મળેલી માહિતી આ મુજબ છે.
માથામાં ગંભીર ઈજા
રિપોર્ટ અનુસાર શુક્રવારે રાત્રે સંજય ગુપ્તા બાથરુમમાં ગયા અને અચાનક પડી ગયા. બાથરુમમાં જોરથી પડવાના કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ. આ ઈજાના કારણે તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. લોહી એટલું વહી ગયું કે સંજય ગુપ્તાનું બાથરુમમાં જ મોત થઈ ગયું. કહેવામાં આવી રહ્યું છે કે સંજય ગુપ્તા મદદ માટે કોઈને બોલાવી પણ ન શક્યા. પરિવારના લોકોને સવાર સુધી ખબર જ ન પડી કે થયું છે શું. શનિવારે સવારે સંજય ગુપ્તાની કોઈ હલચલ ન થતાં પરિવારના લોકોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે સંજય ગુપ્તા સાથે દુખદ ઘટના બની ગઈ છે.
આ પણ વાંચો: Sai Pallavi : રાવણ સાવ ખરાબ માણસ ન હતો... રણબીર કપૂર પછી સાંઈ પલ્લવીની વાત પર શરુ થયો વિવાદ
બંગલામાં પત્ની સહિતના લોકો હતા હાજર
શનિવારે સવારે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસની ટીમ એ ઘટનાસ્થળની તપાસ કરી અને દુર્ઘટનાથી મોતનો કેસ નોંધ્યો છે. સંજય ગુપ્તા વર્સોવામાં પોતાની પત્ની અને 2 બાળકો સાથે રહેતા હતા. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે બધા લોકો ઘરમાં હાજર હતા અને સૂતા હતા.
સંજય ગુપ્તા બોલીવુડના ફેમસ ફિલ્મમેકર હતા. સંજય ગુપ્તાના કરિયરની શરુઆત 1994 માં આતિશ ફિલ્મ સાથે થઈ હતી અને સંજય ગુપ્તાની છેલ્લી ફિલ્મ 2024 માં આવી હતી જેનું નામ છે ધ મિરાંડા બ્રધર્સ. આ ફિલ્મ જિયો સિનેમા પર જોઈ શકાય છે.