Dia Mirza: બોલીવુડમાં એવા અનેક એક્ટર અને એક્ટ્રેસ છે જેને સફળ થવા માટે અને બોલીવુડમાં સેટ થવા માટે વર્ષો સુધી સ્ટ્રગલ કરવી પડી હોય. સ્ટ્રગલ પછી પણ જો એક કરતાં વધારે ફિલ્મો ફ્લોપ જાય તો તેમના પર પનોતીનું ટેગ લાગી જાય છે. આવું જ એક ટેગ બોલીવુડની સુંદર અને દમદાર અભિનેત્રી દિયા મિર્ઝા પર પણ લાગી ગયું હતું. તાજેતરની એક મુલાકાતમાં દિયા મિર્ઝા એ આ અંગે વાત કરી હતી. અને જણાવ્યું હતું કે તેની કેટલીક ફિલ્મો ફ્લોપ થઈ પછી ફિલ્મ મેકર્સે એ તેને કામ આપવાનું બંધ કરી દીધું. લોકો તેને પનોતી ગણવા લાગ્યા હતા.
દિયા મિર્ઝા પર લાગ્યું પનોતીનું ટેગ
દિયા મિર્ઝા એ પોતાની પહેલી જ ફિલ્મથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. દિયા મિર્ઝા ની પહેલી ફિલ્મ હતી રહેના હૈ તેરે દિલ મેં. આ ફિલ્મ એ તહેલકો મચાવી દીધો હતો અને દિયા મિર્ઝા રાતોરાત સ્ટાર બની ગઈ. જોકે આ ફિલ્મ પછી દિયા મિર્ઝા ની સરખામણી ઐશ્વર્યા રાય સાથે થવા લાગી. દિયા મિર્ઝાના જણાવ્યા અનુસાર આ સરખામણી જ તેના માટે નુકસાનકારક બની ગઈ. પહેલી ફિલ્મ પછી દિયા મિર્ઝાની કેટલીક ફિલ્મ ફ્લોપ રહી અને તેના કારણે ફિલ્મ મેકર્સે તેના પર પનોતીનું ટેગ લગાવી દીધું. ત્યાર પછી દિયા મિર્ઝાની લાઇફનો સૌથી ખરાબ સમય શરૂ થયો આ સમય અંગે દિયા મિર્ઝાએ ખુલાસો કર્યો હતો.
દિયા મિર્ઝાએ જણાવ્યું કે પહેલી ફિલ્મ પછી તેની સરખામણી ઐશ્વર્યા રાય સાથે થવા લાગી અને તેની અસર તેના કરિયર પણ થઈ. દિયા મિર્ઝા એ કરેલી કેટલીક મોટી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ જેના કારણે તેને કામ મળવાનું બંધ થઈ ગયું. ડાયરેક્ટર તેને કાસ્ટ કરવાની ના પાડવા લાગ્યા ફિલ્મો ફ્લોપ થયા પછી ડાયરેક્ટર્સને દિયા મિર્ઝા પનોતી લાગવા લાગી હતી.
રાજકુમાર હીરાનીએ આપી તક
દિયા મિર્ઝાએ આગળ જણાવ્યું કે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે તેને પનોતી ગણવામાં આવતી હતી તેવા સમયે તેને રાજકુમાર હીરાનીએ કમબેકની તક આપી. દિયા મિર્ઝા જણાવ્યું કે રાજકુમાર હીરાની જ્યારે સંજુ મુવી માટે કાસ્ટિંગ કરી રહ્યા હતા ત્યારે તેનો સંપર્ક કર્યો. રાજકુમાર હીરાની સાથે દિયા મિર્ઝાએ લગે રહો મુન્નાભાઈ ફિલ્મમાં કામ કર્યું હતું.
દિયા મિર્ઝાના જણાવ્યા અનુસાર સંજુ ફિલ્મ માટે તેણે પોતે જ રાજકુમાર હીરાનીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે તેને કામ કરવાની તક આપે. દિયા મિર્ઝા રાજકુમાર હીરાનીને ફોન પર બધું જ જણાવ્યું કે તેને કામ શોધવામાં મુશ્કેલ પડી રહી છે અને કોઈ તેને કામ આપવા તૈયાર નથી. દિયા મિર્ઝા ની વાત સાંભળીને રાજકુમાર હીરાનીએ દિયા મિર્ઝાનો સ્ક્રીન ટેસ્ટ કર્યો. સ્ક્રીન ટેસ્ટ પછી દિયા મિર્ઝા સંજુ મુવીમાં સંજય દત્તની પત્નીના રોલ માટે ફાઇનલ થઈ ગઈ. આ ફિલ્મ પછી અલગ અલગ ફિલ્મોમાં દિયા મિર્ઝા જોવા મળી. તાજેતરમાં જ અભિનેત્રી સફેદ સાગર અને ઇક્કા જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.