SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

અભિનયના જાદુગર નાના પાટેકરની અંતિમ ભેટ: હવે આ ફિલ્મમાં જોવા મળશે અભિનેતા, જાણો ક્યારે થશે રિલીઝ

Nana Patekar Last Movie: ભારતીય સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન થયું છે. અચાનક આવેલા આ સમાચારથી ફિલ્મ જગત અને ફેન્સ ચોંકી ગયા છે અને દુખી છે. તેમના નિધન બાદ હવે તેમની આવનારી ફિલ્મ વિશે ચર્ચા થઈ રહી છે, જેનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મમાં તેમનું અલગ રૂપ જોવા મળશે.

Written By Gokani Dhaval
Published: Oct 08, 2026, 10:55 AM IST | Updated: Oct 08, 2026, 10:58 AM IST
Join

હિંદી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 8 ઓક્ટોબરે 75 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ગોવામાં પોતાના ઘર પર અચાનક છાતીમાં દુખાવો શરૂ થયો, ત્યારબાદ ઘર પર ડોક્ટરોની ટીમ બોલાવવામાં આવી, પરંતુ ટીમ પહોંચવા સુધી તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તત્કાલ મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યાં હતા. નાના પાટેકરના પુત્ર મલ્હાર પાટેકરે આ દુખદ સમાચારની પુષ્ટિ કરી છે.

હોસ્પિટલના સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે નાના પાટેકરને કાર્ડિયક અરેસ્ટ આવ્યો હતો. ડોક્ટરોની ટીમે તેમને બચાવવાનો પ્રયાસ કર્યો અને લગભગ 45 મિનિટ સુધી સતત CPR પણ આવ્યો, પરંતુ તેમના શરીરમાં કોઈ હલચલ જોવા મળી નહીં. હોસ્પિટલ તંત્રએ તેને મેડિકો લીગલ કેસ દાખલ કરતા નિયમો હેઠળ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા નક્કી કરી. નાના પાટેકરના નિધનથી સિનેમા જગતને મોટી ખોટ પડી છે. અક્ષય કુમાર સહિત ઘણી મોટી હસ્તિઓએ તેમને એક સાચા અને ઈમાનદાર કલાકાર ગણાવતા શ્રદ્ધાંજલિ આપી. તેમણે પરિંદા, ક્રાંતિવીર અને તિરંગા જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો.

નિધન બાદ આવશે શક્તિ શાલિની
નાના પાટેકરના નિધન બાદ તેમની આવનારી ફિલ્મ શક્તિ શાલિની વિશે વાત થઈ રહી છે, જે તેમના ફેન્સ માટે તેમની છેલ્લી વિજાય હશે. આ ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય સરતોપદાર છે અને યે મેડોક ફિલ્મના હોરર કોમેડી યુનિવર્સનો મહત્વનો હિસ્સો છે. ફિલ્મમાં અનીત પડ્ડુ મુખ્ય ભૂમિલામાં છે, જ્યારે નાના પાટેકરની સાથે વિનીત કુમાર સિંહ, વિશાલ જેઠવા અને સીમા બિસ્વાસ જેવા પાત્રો છે. નાના મે મહિનામાં આ ફિલ્મના ખાસ શેડ્યૂલનો હિસ્સો બન્યા હતા. હવે સેટથી તેમની ઘણા તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ તાંત્રિક જેવા લુકમાં જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો- અંતિમ પળોમાં ખુબ બેચેન હતા નાના પાટેકર, મિત્રને રાતે 2:30 વાગે મેસેજમાં લખ્યા હતા આ શબ્દો

નાનાએ પોતાના હિસ્સાનું કામ પૂર્ણ કરી લીધું
રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મ શક્તિ શાલિનીનું શૂટિંગ વર્ષ 2026મા શરૂ થયું હતું અને તેને મુંબઈ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શૂટ કરવામાં આવી. મે મહિનામાં નાના પાટેકર શૂટિંગ યુનિટ સાથે જોડાયા હતા અને તેમણે પોતાના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું હતું. રિપોર્ટ પ્રમાણે ફિલ્મનો મેન પાર્ટ મેના અંતમાં પૂરો કરી લેવામાં આવ્યો હતો, એટલે કે નાનાએ પોતાના નિધન પહેલા તેમનું કામ ખતમ કરી લીધું હતું. તેવામાં તેમના ફેન્સ માટે નાનાની આ છેલ્લી ફિલ્મ રહેવાની છે, જેમાં તેઓ પોતાના પ્રિય અભિનેતાને છેલ્લીવાર મોટા પડદા પર જોઈ શકશે.

આ પણ વાંચોઃ Nana Patekar Net Worth: પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડી ગયા અભિનેતા નાના પાટેકર?

શું હોઈ શકે છે શક્તિ શાલિનીની કહાની?
ફિલ્મની કહાની હજુ સામે આવી નથી, પરંતુ તે લોકકથાઓ, અલૌકિક શક્તિઓ અને હોરર કોમેડીનો એક યુનિલ મેલ રહેવાની છે. રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મમાં અનીત પડ્ડાનો સામનો કેટલીક ન જોયેલી અને ચમત્કારી તાકાતોથી થાય છે, તો વિનીત કુમાર સિંહ તેમાં મુખ્ય વિલેનનું પાત્ર નિભાવી રહ્યાં છે. ફિલ્મમાં નાના પાટેકરનો લુક ખાસ છે, જેમાં તેઓ કાળી ધોતી, અંગમવસ્ત્ર, માથા પર લાલ પાઘડી અને માથા પર ભભૂત લગાવી જોવા મળી રહ્યાં છે. તેમનો આ લુક કોઈ સિદ્ધ સાધક કે તાંત્રિક જેવો લાગે છે.

રિલીઝ અને ફેન્સ માટે ભાવુક અનુભવ
આ ફિલ્મનું રિલીઝ પહેલા 24 ડિસેમ્બર 2026ના નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2027ની શરૂઆત સુધી આગળ વધારી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે વીએફએક્સ અને પોસ્ટ પ્રોડક્શનના કામમાં વધુ સમય લાગવાને કારણે આ નિર્ણય લેવામાં આવી શકે છે. નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. નાના પાટેકરના નિધન બાદ આ ફિલ્મને જોવી ફેન્સ માટે એક ભાવુક અને યાદગાર ક્ષણ હશે. તેમના પાંચ દાયકાના સુવર્ણ ફિલ્મી કરિયરને એક શાનદાર અને છેલ્લી સલામ સાબિત થશે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES