SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Drishyam 3: બોક્સ ઓફિસ પર ચાલ્યો દ્રશ્યમ 3 નો જાદુ, પહેલા વીકેન્ડમાં જ ફિલ્મની કમાણી 200 ને પાર

Drishyam 3 First Weekend Box Office Collection: વિજય સલગાંવકરનો જાદુ ફરી એકવાર લોકો પર ચાલ્યો છે. દ્રશ્યમ 3 2026 ની બ્લોકબસ્ટર હીટ ફિલ્મ સાબિત થઈ રહી છે. ફિલ્મની કમાણી પહેલા 3 દિવસમાં જ 200 કરોડથી વધી ચુકી છે.

Written By Krupa Shah
Published: Oct 05, 2026, 09:29 AM IST | Updated: Oct 05, 2026, 09:33 AM IST
Join

Drishyam 3 First Weekend Box Office Collection:  2 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમા ઘરોમાં અજય દેવગનની દ્રશ્યમ 3 ફિલ્મ રિલીઝ થઈ. દ્રશ્યમ ફ્રેન્ચાઇઝીની આ છેલ્લી ફિલ્મ છે. દ્રશ્યમ ધ કનક્લુઝન ફિલ્મનો ક્રેઝ લોકો પર જબરદસ્ત રીતે જોવા મળી રહ્યો છે. ફિલ્મ નો ક્રેઝ એટલો બધો છે કે પહેલા વિકેન્ડ પછી જ આ ફિલ્મ 200 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે. જો આ રીતે જ દ્રશ્યમ 3  ની બોક્સ ઓફિસ કમાણીમાં વધારો થતો રહેશે તો ફિલ્મ રિલીઝનું પહેલું વીક પૂરું થશે તે પહેલા જ ફિલ્મ દુનિયાભરમાં 300 કરોડનો બિઝનેસ કરી લેશે.

Drishyam 3 વીકએન્ડ બોક્સ ઓફિસ કલેક્શન

અજય દેવગનની ફિલ્મ drishyam 3, 2 ઓક્ટોબર અને શુક્રવારે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ. Drishyam 3 ની પહેલા દિવસની કમાણી રેકોર્ડ બ્રેક રહી. 62 કરોડની બોક્સ ઓફિસ કમાણી સાથે દ્રશ્યમ 3  આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનિંગ આપનાર ફિલ્મ બની. પહેલા દિવસે 60 કરોડથી વધુની કમાણી પછી શનિવારે બોક્સ ઓફિસ પર દ્રશ્યમ 3  એ 50 કરોડથી વધુનો બિઝનેસ કર્યો. જ્યારે રવિવારે દ્રશ્યમ 3 ની કમાણીમાં 14 ટકાનો વધારો થયો અને ફિલ્મની રવિવારની કમાણી 61 કરોડ રૂપિયા જેટલી થઈ. આમ દ્રશ્યમ 3  એ પહેલા 3 દિવસમાં જ 176.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.

Drishyam 3 નું વર્લ્ડ વાઈડ બોક્સ ઓફિસ કલેક્શન

ભારતમાં દ્રશ્યમ 3  નું ટોટલ નેટ કલેક્શન ત્રણ દિવસમાં 176.50 કરોડથી વધારેનું રહ્યું. જ્યારે વર્લ્ડ વાઈડ કલેક્શન ની વાત કરીએ તો 3 દિવસમાં જ ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 272.80 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે 3 દિવસમાં જ દ્રશ્યમ 3  300 કરોડની ખૂબ જ નજીક પહોંચી ગઈ. જો આ રીતે જ દ્રશ્યમ ફિલ્મનું ક્રેઝ લોકો પણ જોવા મળશે તો ફિલ્મ રિલીઝને એક વીક પૂરું થશે તે પહેલા જ આ ફિલ્મ 300 કરોડથી વધુની કમાણી કરી લેશે.

દ્રશ્યમ 3 એ તોડ્યો જવાન અને પઠાનનો રેકોર્ડ

દ્રશ્યમ 3  એ રણવીર સિંહ અને શાહરુખ ખાનની ફિલ્મોનો રેકોર્ડ પણ તોડી દીધો છે. ઓપનિંગ કલેક્શન ની વાતમાં શાહરુખ ખાનની જવાન અને પઠાણ ફિલ્મ અત્યાર સુધી ટોપ પર હતી પરંતુ દ્રશ્યમ 3 એ ફર્સ્ટ ડે ઓપનિંગ કલેક્શનની બાબતમાં આ બંને ફિલ્મોને પાછળ છોડી દીધી. આ સિવાય રણવીર સિંહની ફિલ્મ ધુરંધરના પહેલા પાર્ટનો રેકોર્ડ પણ અજય દેવગનની ફિલ્મ drishyam 3 એ તોડ્યો છે.

3 દિવસની રજાનો ફાયદો

દ્રશ્યમ 3  ફિલ્મને ત્રણ દિવસની રજાનું ભરપૂર ફાયદો મળ્યો છે. હવે ફિલ્મ માટે બીજું વીક શરૂ થઈ રહ્યું છે. શુક્રવાર સુધીમાં આ ફિલ્મ ની કમાણીમાં વધારો થાય છે કે ઘટાડો તેનો આધાર ફિલ્મ કેટલા કરોડની કમાણી કરશે તેના પર રહેશે. 3 દિવસમાં જ દ્રશ્યમ 3 બોક્સ ઓફિસ પર 200 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. જો આગામી દિવસોમાં પણ દ્રશ્યમ 3  ની પકડ મજબૂત રહી તો આ ફિલ્મ 400 500 કરોડનો બિઝનેસ પણ કરી શકે છે તેવું એક્સપર્ટનું માનવું છે. હવે આ વીક દ્રશ્યમ થ્રી માટે નિર્ણાયક રહેશે. શુક્રવાર સુધીમાં ફિલ્મની કમાણી કેટલી થાય છે તેના પર આધાર છે કે ફિલ્મ 400 કરોડ સુધી પહોંચશે કે નહીં.

દ્રશ્યમ 3 ની સ્ટોરી

અજય દેવગનની દ્રશ્યમ 3  ફિલ્મની સ્ટોરી ફરી એક વખત વિજયના પરિવાર અને તબુના બદલાતી થાય છે. આ વખતે જયદીપ અહેલાવત અજય દેવગનના પરિવાર માટે મુશ્કેલીઓ વધારે છે. ફિલ્મ જોનારા દર્શકોનું કહેવું છે કે દ્રશ્યમ 3 સસ્પેન્સ અને થ્રિલથી ભરપૂર છે. જેમાં દરેક સીનમાં એવું લાગે છે કે અજય દેવગન આ વખતે પકડાઈ જશે અને તેને સજા થશે. પરંતુ ફિલ્મમાં એવો ટ્વિસ્ટ આવે છે જે લોકોને મજા કરાવી દે છે. મલયાલમ ફિલ્મ દ્રશ્યમ 3 કરતા હિન્દી ફિલ્મનો ક્લાઈમેક્સ અલગ છે. આ ફિલ્મમાં એવો ટ્વિસ્ટ આવે છે જેની લોકોએ કલ્પના પણ ન કરી હોય. જેના કારણે આ ફિલ્મ લોકોને વધારે પસંદ પડી રહી છે.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

ZEENEWS TRENDING STORIES