Deepika Padukone: પહેલા દુઆ હવે દેવી... દીપિકા-રણવીર એ દેખાડ્યો નાની દીકરીનો ચહેરો, દશેરા પર જાહેર કર્યું નામ
Deepika Padukone: દશેરાના પવિત્ર અવસરે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ એ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉન્ટ પર નવો ફેમેલી ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેની નાની દીકરી પણ છે. કપલ એ તેમની નાની દીકરીનું નામ દેવી રાખ્યું છે.
Deepika Padukone: દશેરાના પવિત્ર તહેવાર પર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પોતાની નાની દીકરીનું નામ અને ચહેરો દેખાડ્યો છે. Instagram અકાઉન્ટ ઉપર દશેરા પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે સુંદર ફોટો શેર કર્યો છે જેમાં તેમની બંને દીકરીઓ ની ઝલક જોવા મળે છે. આ તસ્વીર સાથે તેમણે પોતાની નાની દીકરી નું નામ પણ જાહેર કરી દીધું છે.. દીપિકા રણવીરે તેમની નાની દીકરી નું નામ દેવી રાખ્યું છે.
દશેરા પર શેર કરી તસવીર
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પોતાની દીકરીઓના નામ જાહેર કરવા માટે પવિત્ર દિવસોની પસંદગી કરે છે તેવું લાગે છે. કારણ કે જ્યારે તેમને પહેલી દીકરીનો જન્મ થયો ત્યારે તેનું નામ તેમણે ગણેશ ચતુર્થીના પવિત્ર અવસરે જાહેર કર્યું હતું. દીપિકા અને રણવીરે નવેમ્બર 2024 ના રોજ દુવા નું નામ જાહેર કર્યું હતું. જ્યારે બીજી દીકરી દેવીનું નામ તેમણે દશેરાના અવસર એ જાહેર કર્યું છે..
દીપિકા રણવીર સિંહનો ફોટો
દીપિકા અને રણવીર સિંહે જે ફોટો શેર કર્યો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ફોટોમાં તેમની સાથે બંને દીકરીઓ જોવા મળે છે. ફોટો એટલો ક્યુટ છે કે લોકો તેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. ફોટો ના કેપ્શન માં તેમણે લખ્યું છે દેવી પાદુકોણ સિંહ. એટલે કે તેમણે તેમની બીજી દીકરીનું નામ દેવી રાખ્યું છે. તસવીરમાં રણવીર સિંહના ખોળામાં દુઆ બેઠી છે જ્યારે દીપિકા પાદુકોણ ના હાથમાં તેમની નાની દીકરી છે જેને દુઆ કિસ કરી રહી હોય છે.
દેવી પાદુકોણ સિંહ
આ તસવીરમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ બંને ખુશખુશાલ જોવા મળે છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બોલીવુડના ફેમસ પાવર કપલ છે. તેમની લવ સ્ટોરી 2013 માં શરૂ થઈ હતી. વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા પછી 14 નવેમ્બર 2018 ના રોજ કપલે લગ્ન કર્યા. ત્યારબાદ 8 સપ્ટેમ્બર 2024 ના રોજ દીપિકા અને રણવીર સિંહના ઘરે દીકરીનો જન્મ થયો. જેનું નામ તેમણે દુઆ રાખ્યું હતું. ત્યાર પછી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ બીજી ગુડ ન્યુઝ શેર કરી. તેમના ઘરે બીજી દીકરીનો જન્મ 19 સપ્ટેમ્બર 2026 ના રોજ થયો. હવે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે શેર કર્યું છે કે તેમની બીજી દીકરીનું નામ દેવી રાખવામાં આવ્યું છે.