SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kangana Ranaut: સોનિયા ગાંધી વિરુદ્ધ બોલવું કંગનાને ભારે પડ્યું, શિમલામાં નોંધાઈ ફરિયાદ

Kangana Ranaut: કંગના રનૌત વિરુદ્ધ શિમલામાં પ્રાથમિકી નોંધાઈ છે. આ મામલો કોંગ્રેસના સોનિયા ગાંધી મામલે કરેલી પોસ્ટ સંબંધિત છે. કંગના રનૌતે સોનિયા ગાંધી વિરુદ્ધ શું કહ્યું હતું જાણી લો.

Written By Krupa Shah
Published: Nov 14, 2026, 12:43 PM IST | Updated: Nov 14, 2026, 01:05 PM IST
Join

Kangana Ranaut: એ વાત તો સૌ કોઈ જાણે છે કે કંગના રનૌત પોતાની વાત બિન્દાસ અંદાજમાં લોકો સામે મુકતી હોય છે. અત્યાર સુધીમાં એવું ઘણી વખત થયું છે કે કંગના એ આપેલા નિવેદન પછી મોટાપાયે વિવાદ થયા હોય. આવું ફરી એક વખત થયું છે. ભાજપની સાંસદ કંગના રનૌત વિરુદ્ધ શિમલામાં પ્રાથમિકી નોંધવામાં આવી છે. આ પ્રાથમિકી  શિમલાના રહેવાસી કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ પર નોંધાય છે. અતુલ શર્માએ આરોપ લગાવ્યો છે કે અભિનેત્રી કંગના રનૌત એ સોશિયલ મીડિયા પર પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના બંને દીકરાના મોતને લઈને ભડકાવ વાત કહી હતી.

આ પણ વાંચો: Diljit Dosanjh: દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટમાં 4 ગીત પર પ્રતિબંધ મુકવા માંગ, 21 નવેમ્બરે થવાનો છે કોન્સર્ટ

કંગના રનૌતની પોસ્ટ

અભિનેત્રી કંગના રનૌતની જે પોસ્ટ પછી તેના વિરુદ્ધ શિમલામાં ફરિયાદ નોંધાય છે તે પોસ્ટ અભિનેત્રીય 10 નવેમ્બરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કરી હતી. આ પોસ્ટમાં તેણે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને એક રહસ્યમય વિદેશી નાગરિક કહ્યા હતા. સાથે જ કંગના રનૌત પોસ્ટમાં એવું પણ લખ્યું હતું કે ગાંધી પરિવારમાં તેમની એન્ટ્રી પછી ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધીના મોત થયા. પરિવારમાંથી મેનકા ગાંધીને કાઢી નાખવામાં આવ્યા અને પછી અચાનક જ તે પોતે સરકાર અને ગાંધી પરિવારમાં મુખ્ય વ્યક્તિ બની ગયા. કંગના રનૌતની આ પોસ્ટથી સૌ કોઈ ચોકી ગયા હતા. હવે આ મામલેસ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાય છે.

સોનિયા ગાંધી પર ગંભીર આરોપ

ફરિયાદ નોંધાવનારનું કહેવું છે કે કંગના રનૌત એ કહેલી આ વાત ભડકાઉ છે અને લોકોમાં વયમન્સ્ય ફેલાવાનો પ્રયત્ન છે.. ફરિયાદ કરનારે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ પ્રકારની પોસ્ટ કરીને અભિનેત્રી ડર ફેલાવવાની અને લોકો સુધી ખોટી જાણકારી પહોંચાડવાનો પ્રયત્ન કરી રહી છે. આ પ્રકારની પાયાવિહોણી અને ખોટી વાત કરવાથી લોકો વચ્ચે વયમનસ્ય ફેલાઈ શકે છે જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ બગડી શકે છે.

આ પણ વાંચો: OTT Release This Week: આ વીકમાં ઓટીટી પર મળશે ફુલ ઓન એન્ટરટેઈનમેન્ટ, રિલીઝ થઈ ગઈ નવી ફિલ્મો અને સીરીઝ

કંગના રનૌત વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ મામલે શિમલાના પોલીસ અધિક્ષક ગૌરવસિંહનું કહેવું છે કે શિમલાના રહેવાસી કેપ્ટન અતુલ શર્માની ફરિયાદ પર મામલો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આ મામલે તપાસ કરશે.  હાલ કંગના વિરુદ્ધ કલમ 196 કલમ, 353 અને કલમ 356 માનહની હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

કૃપા શાહ સબ એડિટર તરીકે Zee 24 કલાક સાથે કાર્યરત. દેશ-વિદેશના સમાચારો સાથે ધાર્મિક, સ્વાસ્થ્ય, મનોરંજન, લાઈફસ્ટાઈલ જેવા વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપતી સ્ટોરીઓમાં રસ છે. 13 વર્ષથી પત્રકારત્વનો અનુભવ છે. બી એ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી MJMC ડીગ્રી મેળવી છે. અગાઉ સંદેશ, આજકાલ, અબતક, ગુજરાત સમાચાર સાથે કામ કર્યું છે. વર્ષ 2022 થી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.
Read More

ZEENEWS TRENDING STORIES