• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Gujarati
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /બોલીવુડ
  • /72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ગુજરાતને આંગણે કાર્તિક આર્યન, સ્ટેચ્યુ ઓફ યુનિટીની કરી મુલાકાત, દહીં-થેપલાનો પણ માણ્યો સ્વાદ

72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ગુજરાતને આંગણે કાર્તિક આર્યન, સ્ટેચ્યુ ઓફ યુનિટીની કરી મુલાકાત, દહીં-થેપલાનો પણ માણ્યો સ્વાદ

આજે કેવડિયા પાસે એક્તા નગરમાં અતિપ્રતિષ્ઠિત એવા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થયું છે. મોટી મોટી હસ્તીઓનો આયોજનમાં સામેલ થવા માટે જમાવડો થવા લાગ્યો છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ એક્તા નગર પહોંચી ગયો છે જેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળવાનો છે.

Written ByViral Raval
Published: Sep 22, 2026, 04:02 PM IST|Updated: Sep 22, 2026, 04:05 PM IST
joinshare
72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: ગુજરાતને આંગણે કાર્તિક આર્યન, સ્ટેચ્યુ ઓફ યુનિટીની કરી મુલાકાત, દહીં-થેપલાનો પણ માણ્યો સ્વાદ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More

ટ્રેન્ડિંગ

  • ન્યૂઝ
  • ફોટો
  • વીડિયો
IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

IND vs NZ: 5મી વનડેમાં અમ્પાયરોએ કરી મોટી ભૂલ, અક્ષરને બદલે શ્રેયસે લીધી સ્ટ્રાઈક, થર્ડ અમ્પાયરે પણ ન આપ્યું ધ્યાન

2

Gratuity Calculation: ₹50,000ના પગાર પર 5 વર્ષ પછી તમને કેટલી મળશે ગ્રેચ્યુઇટી? સમજો ગણિત

3

UAE માર્ગ અકસ્માતમાં 14 લોકોના મોત, મૃતકોમાં 4 ભારતીય, 1 ગુજરાતનો અને 3 કેરળના, એક જ પરિવારના

4

મોદી સરકારે મેળવી લીધી બે તૃતીયાંશ બહુમતી! સંસદમાં રજૂ થવાનું છે ડિલિમિટેશન બિલ, જાણો શું છે ફોર્મ્યુલા

5

ICC Schedule: ભારતમાં 9 ઓક્ટોબરથી રમાશે વર્લ્ડ કપ, ICCએ 2028થી 2035 સુધીની 12 મેગા ટૂર્નામેન્ટની તારીખો જાહેર કરી

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
  • careers
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

આ વખતે ગુજરાતને આંગણે નેશનલ એવોર્ડ્સ સમારોહ યોજાયો છે અને મોંઘેરા મહેમાનો પણ ધીરે ધીરે આવવા માંડ્યા છે.  22 સપ્ટેમ્બરે કેવડિયા પાસે એક્તા નગરમાં 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થયું છે. આ પ્રતિષ્ઠિત સમારોહનું ભવ્ય રીતે આયોજન કરાયું છે. જ્યાં મહેમાનો માટે એક મોટો પંડાલ, એર કન્ડીશન્ડ ડોમ અને પૂરતી વ્યવસ્થા કરાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આ સમારોહમાં પુરસ્કાર આપશે. આ સમારોહ બપોરે 3 વાગે શરૂ થવાનો છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ સમારોહમાં સામેલ થવા માટે ગુજરાત પહોંચી ચૂક્યો છે.

કાર્તિક આર્યનનો વીડિયો વાયરલ
ગુજરાતના નર્મદા જિલ્લાના એક્તા નગર (કેવડિયા)માં બોલીવુડ હસ્તીઓનો જમાવડો થવા લાગ્યો છે. જેમાં કાર્તિક આર્યન પણ સામેલ છે. કાર્તિક આર્યને સોશિયલ મીડિયામાં પોતાની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનો વીડિયો અને ફોટા શેર કર્યા છે જે ખુબ વાયરલ થયા છે.

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

ભવ્ય સ્વાગત
કાર્તિક આર્યન જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહમાં ભાગ લેવા માટે ગુજરાત પહોંચ્યો અને ત્યારબાદ હોટલમાં આગમન થયું ત્યારે તેનું ઢોલ નગારા, માળા, આરતી અને તિલક લગાવીને સ્વાગત કરાયું હતું. એક વીડિયોમાં અભિનેતા સાથે લોકો પોતાના ફોટા  લેતા પણ જોવા મળ્યા.

અત્રે જણાવવાનું કે 1954મા શરૂ થયેલા આ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ફીચર ફિલ્મો, નોન ફીચર ફિલ્મો, અને સિનેમા લેખનમાં ઉત્કૃષ્ટતાને પ્રાધાન્ય આપે છે. આ એવોર્ડ્સ ભારતની ભાષાઓ, ક્ષેત્રો અને સિનેમાઈ રૂપોની ફિલ્મો તથા ફિલ્મ નિર્માણને સામેલ કરે છે.

કોની કોની થઈ છે પસંદગી?
2024 ફિલ્મ વર્ષના મુખ્ય સન્માનોમાં નીચેના એવોર્ડ્સ માટે જાહેરાત થઈ છે.

  • 'આર્ટિકલ 370' બેસ્ટ ફીચર ફિલ્મ
  • 'ભંગાર' એ બેસ્ટ નોન ફીચર  ફિલ્મ
  • 'રામ નામી' બેસ્ટ ડોક્યુમેન્ટરી
  • મમૂટી અને કાર્તિક આર્યન- બેસ્ટ એક્ટર (ક્રમશ: 'બ્રહ્મયુગમ' અને 'ચંદુ ચેમ્પિયન')
  • યામી ગૌતમ- 'આર્ટિકલ 370' માટે બેસ્ટ એક્ટ્રેસ
  • રણદીપ હુડ્ડા- 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' ફિલ્મ માટે ડાયરેક્ટર માટેની બેસ્ટ ડેબ્યુ ફિલ્મનો એવોર્ડ
  • 'કલ્કી 2898 AD' ફિલ્મને બેસ્ટ પોપ્યુલર ફિલ્મ તરીકે એવોર્ડ 
  • 'અમરન' ફિલ્મને ડાયરેક્ટર રાજકુમાર પેરિયાસામી માટે  બેસ્ટ ડાયરેક્શનનો એવોર્ડ
Add Zee News as a Preferred Source
TAGS:
National Film Awards