આ વખતે ગુજરાતને આંગણે નેશનલ એવોર્ડ્સ સમારોહ યોજાયો છે અને મોંઘેરા મહેમાનો પણ ધીરે ધીરે આવવા માંડ્યા છે. 22 સપ્ટેમ્બરે કેવડિયા પાસે એક્તા નગરમાં 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થયું છે.
આજે કેવડિયા પાસે એક્તા નગરમાં અતિપ્રતિષ્ઠિત એવા નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થયું છે. મોટી મોટી હસ્તીઓનો આયોજનમાં સામેલ થવા માટે જમાવડો થવા લાગ્યો છે. બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન પણ એક્તા નગર પહોંચી ગયો છે જેને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળવાનો છે.