સરકારી નોકરી કરવાની તમન્ના કોને ન હોય? ધોરણ 12 પાસ કર્યું હોય તો તમને પણ સરકારી નોકરીની તક સામે ચાલીને આવી છે. જો તમે એવી નોકરી કરવા માંગતા હોવ જે ટીચિંગ સંબંધિત ન હોય અને શૈક્ષણિક યોગ્યતામાં માત્ર 12મું પાસ હોય તો તમારા માટે શાનદાર તક છે. મૌલાના આઝાદ નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MANIT)માં નોન ટીચિંગ પદો માટે ભરતી નીકળી છે અને યોગ્ય ઉમેદવારો અરજી કરી શકે છે.
આ સંસ્થાનમાં બીટેક, એમબીએ, એમસીએ, એમટેક, પીએચડી જેવા ગ્રેજ્યુએટ-પોસ્ટગ્રેજ્યુએટ કોર્સ કરાવવામાં આવે છે. મધ્ય પ્રદેશની જાણીતી એન્જિનિયરિંગ ઈન્સ્ટીટ્યૂટ, MANIT ભોપાલમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ, સીનિયર ટેક્નિશિયન, સુપરિટેન્ડેન્ટ, સીનિયર આસિસ્ટન્ટ, ટેક્નિશિયન અને જૂનિયર આસિસ્ટન્ટ જેવી પોસ્ટ પર ગ્રુપ બી અને ગ્રુપ સીની ભરતી નીકળી છે. આ ભરતી અભિયાન હેઠળ 12મું પાસ ઉમેદવારોને નોકરી મળી શકે છે.

અરજી ફીની વિગતો
કેટેગરી અરજી ફી + પ્રોસેસિંગ ફી કુલ અરજી ફી
જનરલ / EWS / OBC (નોન ક્રિમીલેયર) ₹750 + ₹750 પ્રોસેસિંગ ચાર્જ ₹1,770
SC / ST / PwBD / ESM / મહિલા ₹885 ₹885
અરજી કેવી રીતે કરવી
યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર અધિકૃત વેબસાઈટ www.manit.ac.in પર જઈને નોન ટીચિંગ ભરતી માટેની લિંક જોઈ શકે છે. તેના પર ક્લિક કર્યા બાદ અરજીફોર્મ ભરીને જમા કરાવી શકો છો. ભરતી સંબંધિત પૂરેપૂરી ડિટેલ્સ માટે વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો.