• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /Five Days Working: શું હવે દરેક શનિવારે બેંકો રહેશે બંધ? સરકારે આપ્યો આ જવાબ

Five Days Working: શું હવે દરેક શનિવારે બેંકો રહેશે બંધ? સરકારે આપ્યો આ જવાબ

Five Days Working: સરકારે મોટી જાણકારી આપી છે અને કહ્યું છે કે એસબીઆઈ કે અન્ય પબ્લિક સેક્ટરની બેંકો દ્વારા શનિવારે રજાની જાહેરાત કરવામાં આવી નથી. આ અપડેટ એવા સમયે આવ્યું છે, જ્યારે યુનાઈટેડ ફોરમ ઓફ બેંક દ્વારા 5 વર્કિંગ દિવસની માંગ કરવામાં આવી રહી હતી.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 01, 2026, 06:20 PM IST|Updated: Oct 01, 2026, 06:45 PM IST
joinshare
Five Days Working: શું હવે દરેક શનિવારે બેંકો રહેશે બંધ? સરકારે આપ્યો આ જવાબ

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    ઓક્ટોબરમાં આ 4 રાશિના જાતકોને થશે જબરદસ્ત કમાણી, ડગલેને પગલે ભાગ્ય આપશે સાથ!

    2

    IND vs WI: BCCIએ T20 ટીમમાં અચાનક કર્યો મોટો ફેરફાર, વોશિંગ્ટન સુંદરના સ્થાને આ ખેલાડીની એન્ટ્રી

    3

    જૂનાગઢમાં શિક્ષણના નામે લાંછન! અસાઇનમેન્ટ અધૂરું રહેતાં ધોરણ-12ના વિદ્યાર્થીને ૩૦૦ ઉઠક-બેઠકની ક્રૂર સજા, વિદ્યાર્થી ICUમાં

    4

    તેને ચાકુથી મારા પર અનેક વાર કર્યા.... સામે આવ્યો ગંભીર રીતે ઘાયલ થયેલા કેપ્ટન સ્મિતનો પહેલો વીડિયો

    5

    Maruti ની આ કાર ખરીદવા લોકોની પડાપડી! 30 દિવસમાં 2.36 લાખ ગાડીઓ વેચાઈ

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Five Days Working: બેંક કર્મચારીઓ વચ્ચે 5 ડે વર્કિંગની માંગ વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે કે શનિવારે રજા રહેવાની છે, સોશિયલ મીડિયામાં એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે એસબીઆઈ અને અન્ય પબ્લિક સેક્ટની બેંકોએ દરેક શનિવારે રજાની જાહેરાત કરી છે.

    હવે તેને લઈને સરકાર દ્વારા મોટી જાણકારી સામે આવી છે, કેન્દ્ર સરકારે ગુરૂવારે સ્પષ્ટ કર્યું કે, તેને સ્ટેટ ઓફ ઈન્ડિા સહિત બધી સરકારી બેંકો માટે હર શનિવાર માંટે શનિવારે સાર્વજનિક રજા જાહેર કરવામાં આવી નથી.  PIBએ કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રસાર કરવામા આવી અને કથિત કરી નાણા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલો રાજપત્ર ખોટો છે.

    પીઆઈબી ફેક્ટ ચેકમાં આગળ જાણકારી આપવામાં આવી છે કે આ દસ્તાવેજ ફેક છે, નાણા વિભાગ દ્વારા આવી કોઈ સુચના જાહેર કરવામાં આવી નથી, જેમાં જાહેરક્ષેત્રની બેંકોને દર શનિવારના રોજ રજા જાહેર કરવામાં આવી છે.

    હાલમાં શું નિયમો છે?

    બેંકો હાલમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. બેંકો પહેલા, ત્રીજા અને પાંચમા શનિવારે ખુલ્લી રહે છે. આ સ્પષ્ટતા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે સાત મુખ્ય યુનિયનો અને આશરે 800,000 બેંક કર્મચારીઓ અને અધિકારીઓનું પ્રતિનિધિત્વ કરતી યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ બેંકો માટે પાંચ દિવસના કાર્યકારી સપ્તાહની માંગ કરી રહી છે.

    5-દિવસની કાર્યકારી માંગ

    બેંક યુનિયનો ઘણા વર્ષોથી પાંચ દિવસના કાર્યકારી સપ્તાહ માટે દબાણ કરી રહ્યા છે. સરકારે 2015માં આ માંગણી સ્વીકારી હતી, જ્યારે તેણે 10મા દ્વિપક્ષીય કરાર પછી બીજા અને ચોથા શનિવારે રજા જાહેર કરી હતી. ત્યારથી, યુનિયનો અન્ય શનિવારે પણ રજાની માંગ કરી રહ્યા છે.

     

    A Gazette circulating on social media , purportedly issued by the Ministry of Finance (Department of Financial Services), claims that the Central Government has declared every Saturday a public holiday for all Public Sector Banks , including SBI.#PIBFactCheck:

    ❌ The document… pic.twitter.com/ClCqEt2UAX

    — PIB Fact Check (@PIBFactCheck) October 1, 2026

     

    ગયા મહિને, બેંક યુનિયનો ત્રણ દિવસની હડતાળની જાહેરાત કરી હતી, પરંતુ બાદમાં IBAની હાઈ લેવલની સમિતિ સાથેની બેઠકો બાદ તેને મુલતવી રાખવામાં આવી હતી. ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશનના જનરલ સેક્રેટરી સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે પાંચ દિવસના બેંકિંગ સપ્તાહમાં પરિવર્તનની તપાસ કરવા માટે રચાયેલી સમિતિ બુધવારે તેની પ્રથમ બેઠક યોજાવાની હતી અને ટૂંક સમયમાં તેનો અહેવાલ અંતિમ સ્વરૂપ આપે તેવી અપેક્ષા છે.

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Business News