SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

SIP ચાલુ છે છતાં પૈસા નથી વધી રહ્યા? ક્યાંક તમે પણ આ 7 મોટી ભૂલો તો નથી કરી રહ્યા ને?

ઘણા લોકો સાથે એવું થાય છે કે તે લાંબા સમયથી મ્યુચુઅલ ફંડમાં એસઆઈપી દ્વારા રોકાણ તો કરે છે, પરંતુ તેના પૈસા આશા પ્રમાણે વધતા નથી.

Written By Gokani Dhaval
Published: Oct 03, 2026, 11:11 AM IST | Updated: Oct 03, 2026, 11:13 AM IST
Join

SIP ને મ્યુચઅલ ફંડમાં (Mutual Fund) લાંબા સમય સુધી રોકાણ કરવા અને ધીમે-ધીમે મોટું ફંડ તૈયાર કરવાની પદ્ધતિ માનવામાં આવે છે. પરંતુ તે જરૂરી નથી કે માત્ર ઘણા વર્ષો સુધી SIP ચલાવવાથી મોટું ફંડ તૈયાત થઈ જશે. ઘણીવાર રોકાણકારો વર્ષો સુધી દર મહિને પૈસા જમા કરતાં રહે છે, છતાં તેમને લાગે છે કે તેમની રકમ તે ગતિએ વધી રહી નથી, જે તેણે વિચાર્યું હતું. તેનું કારણ હંમેશા રોકાણ અને તેની સાથે જોડાયેલી કેટલીક ભૂલ હોય છે. આવો જાણીએ ફંડ ન વધવા પાછળ ક્યા કારણ જવાબદાર હોય છે.

ટાર્ગેટ વગર SIP શરૂ કરવી
ઘણા લોકો માત્ર બીજાને જોઈને SIP શરૂ કરે છે. પરંતુ તે નક્કી નથી હોતું કે પૈસા ક્યા લક્ષ્ય માટે અને કેટલા સમયમાં જોઈએ, તો સાચુ ફંડ અને રોકાણનો સમયગાળો પસંદ કરવો મુશ્કેલ થઈ જાય છે. એટલે કે લક્ષ્ય પ્રમાણે રોકાણની યોજના બનાવવી જરૂરી છે.

વારંવાર ફંડમાં ફેરફાર
બજારમાં ઘટાડો આવતા કેટલાક રોકાણકારો પોતાનું ફંડ બદલવા લાગે છે. કોઈ બીજા ફંડનું રિટર્ન જોઈ વર્તમાન SIP બંધ કરી દે છે. તેનાથી રોકાણનું સાતત્ય અને કમ્પાઉન્ડિંગનો ફાયદો પ્રભાવિત થાય છે.

આ પણ વાંચોઃ Jio IPOની રાહ પૂરી, લોન્ચથી લઈને ઇશ્યૂ પ્રાઈસ અને GMP પર મોટા અપડેટ્સ, જાણો

વર્તમાન રિટર્ન જોઈ ફંડની પસંદગી
જે ફંડે છેલ્લા એક-બે વર્ષમાં સારૂ પ્રદર્શન કર્યું છે, જરૂરી નથી કે તે આગળ સારૂ રિટર્ન આપશે. માત્ર વર્તમાન રિટર્ન જોઈ રોકાણ કરવાથી જોખમ વધી શકે છે. ફંડની લાંબાગાળાની પ્રદર્શન ક્ષમતા, જોખમ અને રોકાણની રણનીતિ પ્રમાણે જોવું જોઈએ.

SIP ની રકમ વર્ષો સુધી ન વધારવી
મોંઘવારીની સાથે આવક વધવા પર જો SIP રકમ તેજ રહે છે તો ભવિષ્યનું લક્ષ્ય દૂર થઈ શકે છે. ઉદાહરણ માટે પગાર વધવાની સાથે SIPમાં પણ ધીમે-ધીમે વધારો કરવાથી લાંબા સમયમાં રોકાણની કુલ રકમ વધે છે.

આ પણ વાંચોઃ બેંક ખાતામાંથી કપાઈ ગયા પૈસા? જાણો 60 મિનિટનો 'ગોલ્ડન રૂલ', પાછી મળી શકે છે સંપૂર્ણ રકમ !

બજારમાં ઘટાડો થવા પર SIP રોકી દેવી
બજારમાં ઉતાર-ચઢાવ રોકાણનો હિસ્સો છે. ઘટાડા સમયે ડરીને SIP રોકી દેવી લાંબા સમયના રોકાણમાં મુશ્કેલી લાવી શકે છે. પરંતુ કોઈ ફંડની પાયાની સ્થિતિ કે રોકાણનું લક્ષ્ય બદલવા પર સમીક્ષા જરૂર કરવી જોઈએ.

ઘણા ફંડમાં પૈસા વિભાજીત કરી દેવા
મ્યુચુઅલ ફંડમાં રોકાણને લઈને ડાયવર્સિફિકેશન જરૂરી છે, પરંતુ જરૂરિયાતથી વધુ મ્યુચુઅલ ફંડ રાખવાથી પોર્ટફોલિયોને સમજવો મુશ્કેલ થઈ શકે છે અને ઘણા ફંડ એક જેવી કંપનીઓમાં રોકાણ કરી રહ્યાં છે તો વાસ્તવિક ડાયવર્સિફિકેશન પણ ઓછું થઈ શકે છે.

SIP ને શોર્ટકટ સમજવો
રોકાણકારોએ સમજવું જોઈએ કે SIP જલ્દી પૈસા ડબલ કરવાનું માધ્યમ નથી. રિટર્ન બજારના પ્રદર્શન પર નિર્ભર કરે છે અને તેમાં ગેરંટી હોતી નથી. રોકાણકારોએ પોતાની ક્ષમતા, લક્ષ્ય અને સમયગાળા અનુસાર રણનીતિ બનાવવી જોઈએ.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 

ZEENEWS TRENDING STORIES