SIP ને મ્યુચઅલ ફંડમાં (Mutual Fund) લાંબા સમય સુધી રોકાણ કરવા અને ધીમે-ધીમે મોટું ફંડ તૈયાર કરવાની પદ્ધતિ માનવામાં આવે છે. પરંતુ તે જરૂરી નથી કે માત્ર ઘણા વર્ષો સુધી SIP ચલાવવાથી મોટું ફંડ તૈયાત થઈ જશે. ઘણીવાર રોકાણકારો વર્ષો સુધી દર મહિને પૈસા જમા કરતાં રહે છે, છતાં તેમને લાગે છે કે તેમની રકમ તે ગતિએ વધી રહી નથી, જે તેણે વિચાર્યું હતું. તેનું કારણ હંમેશા રોકાણ અને તેની સાથે જોડાયેલી કેટલીક ભૂલ હોય છે. આવો જાણીએ ફંડ ન વધવા પાછળ ક્યા કારણ જવાબદાર હોય છે.
ટાર્ગેટ વગર SIP શરૂ કરવી
ઘણા લોકો માત્ર બીજાને જોઈને SIP શરૂ કરે છે. પરંતુ તે નક્કી નથી હોતું કે પૈસા ક્યા લક્ષ્ય માટે અને કેટલા સમયમાં જોઈએ, તો સાચુ ફંડ અને રોકાણનો સમયગાળો પસંદ કરવો મુશ્કેલ થઈ જાય છે. એટલે કે લક્ષ્ય પ્રમાણે રોકાણની યોજના બનાવવી જરૂરી છે.
વારંવાર ફંડમાં ફેરફાર
બજારમાં ઘટાડો આવતા કેટલાક રોકાણકારો પોતાનું ફંડ બદલવા લાગે છે. કોઈ બીજા ફંડનું રિટર્ન જોઈ વર્તમાન SIP બંધ કરી દે છે. તેનાથી રોકાણનું સાતત્ય અને કમ્પાઉન્ડિંગનો ફાયદો પ્રભાવિત થાય છે.
વર્તમાન રિટર્ન જોઈ ફંડની પસંદગી
જે ફંડે છેલ્લા એક-બે વર્ષમાં સારૂ પ્રદર્શન કર્યું છે, જરૂરી નથી કે તે આગળ સારૂ રિટર્ન આપશે. માત્ર વર્તમાન રિટર્ન જોઈ રોકાણ કરવાથી જોખમ વધી શકે છે. ફંડની લાંબાગાળાની પ્રદર્શન ક્ષમતા, જોખમ અને રોકાણની રણનીતિ પ્રમાણે જોવું જોઈએ.
SIP ની રકમ વર્ષો સુધી ન વધારવી
મોંઘવારીની સાથે આવક વધવા પર જો SIP રકમ તેજ રહે છે તો ભવિષ્યનું લક્ષ્ય દૂર થઈ શકે છે. ઉદાહરણ માટે પગાર વધવાની સાથે SIPમાં પણ ધીમે-ધીમે વધારો કરવાથી લાંબા સમયમાં રોકાણની કુલ રકમ વધે છે.
બજારમાં ઘટાડો થવા પર SIP રોકી દેવી
બજારમાં ઉતાર-ચઢાવ રોકાણનો હિસ્સો છે. ઘટાડા સમયે ડરીને SIP રોકી દેવી લાંબા સમયના રોકાણમાં મુશ્કેલી લાવી શકે છે. પરંતુ કોઈ ફંડની પાયાની સ્થિતિ કે રોકાણનું લક્ષ્ય બદલવા પર સમીક્ષા જરૂર કરવી જોઈએ.
ઘણા ફંડમાં પૈસા વિભાજીત કરી દેવા
મ્યુચુઅલ ફંડમાં રોકાણને લઈને ડાયવર્સિફિકેશન જરૂરી છે, પરંતુ જરૂરિયાતથી વધુ મ્યુચુઅલ ફંડ રાખવાથી પોર્ટફોલિયોને સમજવો મુશ્કેલ થઈ શકે છે અને ઘણા ફંડ એક જેવી કંપનીઓમાં રોકાણ કરી રહ્યાં છે તો વાસ્તવિક ડાયવર્સિફિકેશન પણ ઓછું થઈ શકે છે.
SIP ને શોર્ટકટ સમજવો
રોકાણકારોએ સમજવું જોઈએ કે SIP જલ્દી પૈસા ડબલ કરવાનું માધ્યમ નથી. રિટર્ન બજારના પ્રદર્શન પર નિર્ભર કરે છે અને તેમાં ગેરંટી હોતી નથી. રોકાણકારોએ પોતાની ક્ષમતા, લક્ષ્ય અને સમયગાળા અનુસાર રણનીતિ બનાવવી જોઈએ.