હોમ લોન લેતા પહેલા સમજો 'Margin Money'નો આ નિયમ: ઘર ખરીદતી વખતે પોતાની ખિસ્સામાંથી કેટલો ખર્ચ કરવો પડશે?
જો તમે પણ હોમ લોન લેવા જઈ રહ્યાં છો તો તમારે માર્જિન મનીનો નિયમ સમજવો પડશે. આ તે રકમ છે, જે ઘર ખરીદવા માટે તમારે તમારા ખિસ્સામાંથી ખર્ચ કરવી પડશે.
Home Loan Margin Money: પોતાનું ઘર ખરીદવાનું સપનું દરેક વ્યક્તિનું હોય છે. આ સપનાને પૂરું કરવા માટે મોટા ભાગના લોકો બેંકમાંથી હોમ લોન લેતા હોય છે. પરંતુ ઘણા લોકોને લાગે છે કે બેંક ખર ખરીદવા માટે સંપૂર્ણ રકમ લોનના રૂપમાં આવી દેશે, પરંતુ તેવું હોતું નથી. હકીકતમાં ઘરની કિંમતનો કેટલોક હિસ્સો ખરીદનારે પોતાના ખિસ્સામાંથી ચુકવવો પડે છે, જેને માર્જિન મની કહેવામાં આવે છે.
શું હોય છે Margin Money
હોમ લોનની માર્જિન મની તે રકમ હોય છે, જે ઘર ખરીદવા માટે ગ્રાહક ખુદ ચુકવે છે. તેને ડાઉન પેમેન્ટ પણ કહેવામાં આવે છે. બેંક પ્રોપર્ટીની કિંમતનો એક હિસ્સો લોનના રૂપમાં આપે છે, જ્યારે બાકી રકમ ગ્રાહકે ચુકવવાની હોય છે, પરંતુ માર્જિન મની કેટલી હશે, તે પ્રોપર્ટીની કિંમત, લોન રકમ અને બેંકની પોલિસી પર નિર્ભર કરે છે.
કેટલી માર્જિન મની આપવી પડે છે?
સામાન્ય રીતે હોમ લોનમાં પ્રોપર્ટીની કિંમતના 10થી 25 ટકા કે તેનાથી વધુ હિસ્સો ગ્રાહકે ખુદ આપવો પડે છે. હકીકતમાં તમારે માર્જિન મનીના રૂપમાં કેટલી રકમ ચુકવવી છે, તે સંપૂર્ણ રીતે લોન ટૂ વેલ્યુ રેશિયો પર નિર્ભર કરે છે.
આ પણ વાંચોઃ Expert On Gold Buy: એક મહિનામાં સોનાના ભાવમાં 5%નો ઘટાડો, ખરીદી અંગે એક્સપર્ટ શું કહે છે?
50 લાખના ઘર પર કેટલા રૂપિયા લાગશે?
માની લો તમે 50 લાખ રૂપિયાનું ઘર ખરીદવા ઈચ્છો છો. બેંક પ્રોપર્ટીની કિંમતના 80 ટકા લોન આપવા માટે તૈયાર છે. તેવામાં તમને બેંકમાંથી 40 લાખ રૂપિયાની હોમ લોન મળશે. બાકી 10 લાખ રૂપિયા માર્જિન મનીના રૂપમાં ખુદ ચુકવવા પડશે. આ સિવાય સ્ટેમ્પ ડ્યૂટી, રજીસ્ટ્રેશન અને અન્ય ચાર્જ માટે અલગ બજેટ રાખવું જરૂરી છે.
| પ્રોપર્ટીની કિંમત | મહત્તમ LTV રેશિયો | જરૂરી ડાઉન પેમેન્ટ |
|---|---|---|
| ₹૩૦ લાખ સુધી | 90% | 10% |
| ₹૩૦ લાખથી વધુ અને ₹૭૫ લાખ સુધી | 80% | 20% |
| ₹૭૫ લાખથી વધુ | 75% | 25% |
વધુ માર્જિન મની આપવાનો ફાયદો
જો ગ્રાહક વધુ ડાઉન પેમેન્ટ કરે છે તો તેણે ઓછી રકમની લોન લેવી પડશે. તેનાથી દર મહિને ચુકવવામાં આવતો EMI ઓછો થઈ શકે છે. સાથે લોનના સમયગાળામાં વ્યાજનો કુલ ખર્ચ પણ ઘટી શકે છે. પરંતુ ડાઉન પેમેન્ટ માટે તમારી સંપૂર્ણ બચત ખર્ચ કરવાથી બચવું જોઈએ.
માર્જિન મનીની વ્યવસ્થા કઈ રીતે કરવી?
ઘર ખરીદવાની યોજના બનાવવા સમયે માર્જિન મની માટે પહેલાથી બચત શરૂ કરી શકો છો. તે માટે સેવિંગ એકાઉન્ટ, એફડી કે બીજા રોકાણ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ તે વાતનું ખાસ ધ્યાન રાખો કે માર્જિન મની માટે પર્સનલ લોન લેવી મોંઘી પડી શકે છે. તેથી હોમ લોન લેતા પહેલાં પોતાની બચત, માસિક આવક અને જરૂરી ખર્ચનો અંદાજ જરૂર લગાવો.