• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Gujarati News
  • ન્યૂઝ
  • વીડિયો
  • ફોટો
  • ટૂંકા વીડિયો
Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ગુજરાત
  • રાષ્ટ્રીય
  • આંતરરાષ્ટ્રીય
  • વેપાર
  • બોલીવુડ
  • સ્પોર્ટ્સ
  • લાઇફસ્ટાઇલ
  • ધાર્મિક
  • ઉપયોગિતા
  • કારકિર્દી
  • ઝી ન્યૂઝ ગુજરાતી
  • /વેપાર
  • /તોફાની શરૂઆત બાદ હાલત ખરાબ, 20 મીનિટમાં બદલાઈ ગયું બજારનું મુડ, શું RBIનો છે તેમાં હાથ? જાણો

તોફાની શરૂઆત બાદ હાલત ખરાબ, 20 મીનિટમાં બદલાઈ ગયું બજારનું મુડ, શું RBIનો છે તેમાં હાથ? જાણો

Share Crash Reason: જે શેર બજાર આજે સવારમાં તેજી સાથે શરૂ થયો હતો, અચાનક તેની ચાલ બગડી ગઈ હતી, બજારે તેના વધારાને થોડા જ મીનિટોમાં તોડી નાખ્યો હતો અને નીચે આવી ગયો હતો. શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, માર્કેટ હાલ અનેક કારણોથી ઘટી રહ્યું છે, ચાલો તે કારણો વિશે જાણીએ.

Written ByChudasama Krushnapalsinh
Published: Oct 12, 2026, 08:06 PM IST|Updated: Oct 12, 2026, 08:10 PM IST
joinshare
તોફાની શરૂઆત બાદ હાલત ખરાબ, 20 મીનિટમાં બદલાઈ ગયું બજારનું મુડ, શું RBIનો છે તેમાં હાથ? જાણો

About the Author

    Chudasama Krushnapalsinh

    Chudasama Krushnapalsinh

    2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
    Read More

    Trending

    • News
    • Photos
    • Videos
    ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમમાંથી રિષભ પંત બહાર, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

    ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટેની ટીમમાંથી રિષભ પંત બહાર, BCCIએ રિપ્લેસમેન્ટની કરી જાહેરાત

    2

    તોફાની શરૂઆત બાદ હાલત ખરાબ, 20 મીનિટમાં બદલાઈ ગયું બજારનું મુડ, શું RBIનો છે તેમાં હાથ? જાણો

    3

    સેમસંગે ફરી મોંઘા કર્યા આ બે ફોન, કિંમતમાં 2000 રૂપિયાનો વધારો, જાણો

    4

    અફવાઓ પર પૂર્ણવિરામ: ભારત-શ્રીલંકા વનડે મેચ દિલ્હીમાં જ રમાશે, અમદાવાદ ખસેડવાના દાવાનો BCCIએ કર્યો ઇનકાર

    5

    રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ, CEC અને SIR સામે શરૂ કરી કાનૂની લડાઈ, સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી અરજી, કુલ 11 નેતાઓએ કરી સહી

    logo
    • contact us
    • privacy policy
    • legal
    • investor info
    • advertise with us
    • careers
    © 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

    Share Crash Reason: સોમવાર અને 12 ઓક્ટોબરના રોજ અઠવાડિયાના પહેલા જ દિવસે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બન્નેમાં તેજી જોવા મળી હતી, પણ 10 વાગ્યાની સાથે જ એવો ઘટાડો થયો કે માર્કેટ તેના દિવસના હાઈથી 1200 પોઈન્ટનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ 547.65 ઘટીને 71924 રૂપિયા પર બંધ થયો હતો, બપોરે 3 વાગ્યા સુધી સેન્સેક્સ 730 પોઈન્ટ ઘટી ચુક્યો હતો.

    ઉછાળા સાથે ખુલેલું બજાર કેમ ઘટ્યું?

    આજે બજાર ખુલતાં રોકાણકારો ખુશ થયા. સેન્સેક્સ 72,771 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 72,472થી ઉપર હતો. 412 પોઈન્ટના પ્રારંભિક વધારાથી સેન્સેક્સ 73,884 પર પહોંચ્યો, પરંતુ થોડીવારમાં જ આ ગતિ ઓછી થવા લાગી. 10 વાગ્યા સુધીમાં, સેન્સેક્સ અને નિફ્ટી ગંભીર સ્થિતિમાં હતા.

    153 રૂપિયા પર પહોંચ્યો GMP, 15 ઓક્ટોબરે ખુલશે આ IPO, જાણો પ્રાઇસ બેન્ડ

    20 મિનિટમાં સમાપ્ત થઈ ગઈ ગેમ

    માત્ર 20 મિનિટમાં નિફ્ટીએ તેનો વધારો ગુમાવી દીધો હતો. શુક્રવારે 22,520.45 પર બંધ થયેલ નિફ્ટી સોમવારે 22,593.20 પર ખુલ્યો. શરૂઆતની ખરીદીએ તેને 22,651.10ની ઇન્ટ્રાડે હાઈ લેવલેએ પહોચાડ્યો હતો. આ તેજી સવારે 9:20 વાગ્યા સુધી ચાલુ રહી, પરંતુ સવારે 9:40 વાગ્યા સુધીમાં, નિફ્ટી તેના ફાયદા ગુમાવવા લાગ્યો અને 22,550ના તેના હાઈ લેવલથી નીચે સરકી ગયો. હવે પ્રશ્ન એ છે કે જ્યારે બજાર સકારાત્મક રીતે ખુલ્યું, ત્યારે અચાનક ઘટાડો કેવી રીતે થયો?

    બજાર નીચે શા માટે આવ્યું?

    • RBIના કડક દૈનિક રોકડ અનામત નિયમોની બેંકિંગ શેરો પર અસર પડી. મોંઘુ ક્રૂડ તેલ કોર્પોરેટ ખર્ચ અંગે ચિંતા વધારી રહ્યું છે, જેના કારણે શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા, ITC, L&T, હિન્ડાલ્કો અને HUL આજે ટોચના લુઝર્સની યાદીમાં જોડાયા. બજાજ ઓટો, ભારત ઇલેક્ટ્રોનિક્સ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સના શેર ઘટતા બજારમાં પણ સ્થિર રહ્યા.
    • બે દિવસના વધારા પછી, આજે બજારમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું. પ્રોફિટ  બુકિંગ ઉપરાંત, FII વેચાણે પણ બજારને નીચે ધકેલી દીધું. વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર ચાલુ રહ્યો, અને આજે, ઓક્ટોબરના 6 ટ્રેડિંગ સત્રોમાં, વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારોમાંથી આશરે 45,125 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
    • ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રૂપિયાને સ્થિર કરવા માટે એક મોટું પગલું ભર્યું. રૂપિયાને ટેકો આપવા અને વિદેશી વિનિમય બજારમાં દબાણ ઓછું કરવા માટે, RBIએ સ્પોટ માર્કેટમાંથી તેલ કંપનીઓની ડોલર ખરીદી દૂર કરી અને હેડિંગ નિયમો કડક કર્યા, જેનું પરિણામ આજે બજારમાં સ્પષ્ટ જોવા મળ્યું.
    • આ ઉપરાંત, RBIએ રોકડ અનામત ગુણોત્તર માટે લઘુત્તમ દૈનિક જાળવણી મર્યાદા 90 ટકાથી વધારીને 99 ટકા કરી. આ નિયમ 16 ઓક્ટોબરથી અમલમાં આવશે. સેન્ટ્રલ બેંકે બેંકિંગ સિસ્ટમમાં વધારાની તરલતા ઘટાડવા માટે 25,000 કરોડ રૂપિયાના સરકારી બોન્ડના વેચાણની પણ જાહેરાત કરી.
    • બેંકિંગ સિસ્ટમમાં ઘટતી તરલતા અને વધતા બોન્ડ યીલ્ડ નાણાકીય પરિસ્થિતિઓને કડક બનાવી રહ્યા છે, જે ઇક્વિટીમાં રોકાણકારોના રસને અસર કરી રહ્યા છે. જોકે, RBI ના નિર્ણયની આજે રૂપિયા પર અસર પડી છે. ભારતીય રૂપિયો ડોલર સામે 96 પૈસા મજબૂત થઈને 95.77 પર પહોંચી ગયો.
    જિયો-બીપીના ભાવવધારા બાદ સરકારી કંપનીઓએ પણ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા દર, જાણો શું છે કિંમત

     

    Add Zee News as a Preferred Source
    TAGS:
    Business News